LIC IPOને કારણે નુકસાની થઇ છે ? કંપની રોકાણકારોને ખુશ કરવા લાવી રહી છે પ્લાન B

|

May 24, 2022 | 9:44 PM

LIC IPO માટે પ્રાઇસ બેન્ડ 902-949 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. કંપનીનો સ્ટોક લગભગ 9 ટકાના ડિસ્કાઉન્ટ સાથે માર્કેટમાં લિસ્ટ થયો હતો. LICના IPOનું કદ (LIC IPO Size)રૂ. 20,557 કરોડ હતું અને તે 2.95 ગણું સબસ્ક્રાઇબ થયું હતું.

LIC IPOને કારણે નુકસાની થઇ છે ? કંપની રોકાણકારોને ખુશ કરવા લાવી રહી છે પ્લાન B
LIC IPO

Follow us on

સરકારી વીમા કંપની એલઆઈસી (LIC)ના આઈપીઓને (IPO) ભલે ઘણી હાઈપ મળી હોય, પરંતુ તેનું પ્રદર્શન ખાસ નહોતું. પહેલા કંપનીના શેર ડિસ્કાઉન્ટ પર લિસ્ટ થયા હતા, પછી તેની કિંમત સતત ઘટી રહી હતી, જેના કારણે રોકાણકારોને ઘણી નિરાશા થઈ હતી. હવે LICના આવા રોકાણકારો માટે સારા સમાચાર છે. કંપની આ મહિને તેનું પ્રથમ ત્રિમાસિક પરિણામ (LIC Result) જાહેર કરવા જઈ રહી છે અને તેમાં રોકાણકારો માટે ડિવિડન્ડ (LIC Dividend) પણ જાહેર કરવામાં આવનાર છે.

આ દિવસે પ્રથમ ત્રિમાસિક પરિણામ આવશે

LIC એ BSE ને જણાવ્યું કે તે 30 મે ના રોજ તેના પ્રથમ ત્રિમાસિક પરિણામો જાહેર કરશે. તેણે કહ્યું કે તે 30 મેના રોજ માર્ચ ક્વાર્ટરના ઓડિટેડ નાણાકીય પરિણામો પર વિચારણા કરશે અને મંજૂર કરશે. આ સિવાય જો રોકાણકારો દ્વારા કોઈ ડિવિડન્ડ ચૂકવવાનું હોય તો તે પણ 30 મેના રોજ મંજૂર કરવામાં આવશે.

સ્ટોક હાલમાં ઇશ્યુ પ્રાઇસ કરતા ઘણો નીચે છે

મંગળવારે, દિવસના ટ્રેડિંગમાં BSE પર LICનો શેર 1.59 ટકાના વધારા સાથે રૂ. 829.85 પર ટ્રેડ કરી રહ્યો હતો. તે હજુ પણ ઇશ્યુ પ્રાઇસ કરતા 12.55 ટકા નીચો છે. LIC IPO માટે પ્રાઇસ બેન્ડ 902-949 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. કંપનીનો સ્ટોક લગભગ 9 ટકાના ડિસ્કાઉન્ટ સાથે માર્કેટમાં લિસ્ટ થયો હતો. LICના IPOનું કદ રૂ. 20,557 કરોડ હતું અને તે 2.95 ગણું સબસ્ક્રાઇબ થયો હતો. હાલમાં કંપનીનું માર્કેટકેપ રૂ 5,24,626.93 કરોડ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ કારણે બમ્પર ડિવિડન્ડની અપેક્ષા છે

વિશ્લેષકો જણાવી રહ્યા છે કે શેરના ભાવ ઘટ્યા પછી પણ LICના રોકાણકારોને ફાયદો થઈ શકે છે. ગયા વર્ષે પણ કંપનીએ ડિવિડન્ડ આપ્યું ન હતું. સરકાર એલઆઈસીના 25 ટકા શેર વેચવાની યોજના ધરાવે છે અને આઈપીઓમાંથી માત્ર 3.5 ટકા હિસ્સો વેચી શકે છે, તેથી સરકાર આગામી સમયમાં એફપીઓ લાવી શકે છે. સરકાર આવનારા સમયમાં એફપીઓ (LIC FPO) લાવી શકે છે. એફપીઓ ઈન્વેસ્ટર્સ હાથો- હાથ લે એ માટે આઇપીઓમાં નાણા લગાવનાર નફામાં હોવા જરૂરી છે. આ માટે એવી અપેક્ષા છે કે એલઆઇસીના ઇન્વેસ્ટરને બંપર ડિવિડંન્ડ મળી શકે છે.

Next Article