Breaking News : સામાન્ય માણસને મોંઘવારીનો વધુ એક ઝટકો! SBI, HDFC અને PNB સહિતની બેંકોએ વધાર્યા MCLR દર, કેટલી મોંઘી થશે તમારી લોન?

ભારતીય રિઝર્વ બેંકના રેપો રેટ વધારા બાદ દેશની અગ્રણી બેંકોએ MCLR દરોમાં વધારો કર્યો છે. SBI, HDFC સહિતની બેંકોના આ નિર્ણયથી નવી અને જૂની લોનના EMI મોંઘા થશે.

Breaking News : સામાન્ય માણસને મોંઘવારીનો વધુ એક ઝટકો! SBI, HDFC અને PNB સહિતની બેંકોએ વધાર્યા MCLR દર, કેટલી મોંઘી થશે તમારી લોન?
| Updated on: Nov 12, 2026 | 8:08 PM

દેશની સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક બોજ આવી શકે છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા રેપો રેટમાં કરવામાં આવેલા વધારાની અસર હવે બેંક ગ્રાહકો પર જોવા મળી રહી છે. દેશની અગ્રણી જાહેર અને ખાનગી બેંકોએ પોતાના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR)માં વધારો કર્યો છે. આ યાદીમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), HDFC બેંક, પંજાબ નેશનલ બેંક (PNB), બેંક ઓફ બરોડા અને કેનેરા બેંક સહિતની બેંકોનો સમાવેશ થાય છે. બેંકોના આ નિર્ણયથી નવી લોન લેનારા ગ્રાહકોની સાથે MCLR સાથે જોડાયેલી જૂની લોન ધરાવતા ગ્રાહકોના EMI પર પણ અસર પડી શકે છે.

SBIએ 15 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ વિવિધ સમયગાળાના MCLR દરોમાં 15 બેસિસ પોઈન્ટ એટલે કે 0.15 ટકાનો વધારો કર્યો છે. બેંકે 3 મહિના, 6 મહિના, 1 વર્ષ, 2 વર્ષ અને 3 વર્ષની મુદત માટેના દરમાં વધારો કર્યો છે. નવા દર 15 ઓક્ટોબરથી અમલમાં આવ્યા છે. આ વધારાને કારણે SBI પાસેથી MCLR આધારિત લોન લેનારા ગ્રાહકોના વ્યાજ ખર્ચમાં વધારો થઈ શકે છે.

PNB અને બેંક ઓફ ઇન્ડિયાએ પણ વધાર્યા દર

પંજાબ નેશનલ બેંક (PNB)એ પણ પોતાના MCLR દરોમાં વધારો કર્યો છે. બેંકે ઓવરનાઇટથી લઈને 3 વર્ષની મુદત સુધીના લોન દરોમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. બીજી તરફ, બેંક ઓફ ઇન્ડિયાએ 3 મહિના, 6 મહિના, 1 વર્ષ અને 3 વર્ષની મુદત માટે MCLR દરમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. બંને બેંકોના સુધારેલા દર 1 નવેમ્બરથી લાગુ થયા છે.

HDFC બેંકે 7 નવેમ્બરથી લાગુ કર્યા નવા દર

ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક HDFC બેંકે પણ પોતાના ગ્રાહકોને ઝટકો આપ્યો છે. બેંકે 7 નવેમ્બરથી તમામ સાત મુદતના MCLR દરોમાં 5થી 15 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ નિર્ણયની અસર બેંકની MCLR આધારિત હોમ લોન, પર્સનલ લોન અને અન્ય લોનના વ્યાજ દરો પર પડી શકે છે.

કેનેરા બેંક અને બેંક ઓફ બરોડાએ પણ કર્યો વધારો

કેનેરા બેંકે પણ તમામ મુદત માટેના MCLR દરોમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. જ્યારે બેંક ઓફ બરોડાએ 1 મહિના, 3 મહિના, 6 મહિના અને 1 વર્ષની મુદતના MCLR દરોમાં 5થી 20 બેસિસ પોઈન્ટ સુધીનો વધારો કર્યો છે. બેંક ઓફ બરોડાના નવા દર 12 નવેમ્બરથી એટલે કે આજથી અમલમાં આવ્યા છે.

MCLR શું છે અને તેની લોન પર કેવી અસર પડે છે?

MCLR એટલે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટ. સરળ ભાષામાં સમજીએ તો, આ બેંક દ્વારા નક્કી કરવામાં આવતો બેન્ચમાર્ક વ્યાજ દર છે, જેના આધારે MCLR સાથે જોડાયેલી લોનના વ્યાજ દર નક્કી થાય છે. જ્યારે બેંક MCLRમાં વધારો કરે છે, ત્યારે તેની સાથે જોડાયેલી લોન મોંઘી થઈ શકે છે. ખાસ કરીને હોમ લોન, બિઝનેસ લોન અને અન્ય લાંબા ગાળાની લોન લેનારા ગ્રાહકોને તેની અસર થઈ શકે છે. જોકે, દરેક ગ્રાહકનો EMI તરત જ વધે એવું જરૂરી નથી. તેની અસર લોનના રીસેટ સમયગાળા અને વ્યાજ દરની શરતો પર આધાર રાખે છે.

RBIએ રેપો રેટમાં કેટલો વધારો કર્યો?

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ ઓક્ટોબરમાં યોજાયેલી નાણાકીય નીતિ સમિતિ (MPC)ની બેઠકમાં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરીને તેને 5.50 ટકા કર્યો હતો. અગાઉ ફેબ્રુઆરી 2025થી ડિસેમ્બર 2025 દરમિયાન RBIએ રેપો રેટમાં કુલ 125 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. જોકે, હવે રેપો રેટમાં થયેલા વધારા બાદ બેંકો પણ પોતાના ધિરાણ દરોમાં ફેરફાર કરી રહી છે.

આ સ્થિતિમાં જો તમે હોમ લોન, કાર લોન કે અન્ય કોઈ MCLR આધારિત લોન લીધી હોય, તો તમારી બેંક પાસેથી નવા વ્યાજ દર અને આગામી EMI અંગે માહિતી મેળવી લેવી જરૂરી છે. ખાસ કરીને લોનનો રીસેટ સમયગાળો ક્યારે છે તે તપાસવાથી તમારા માસિક બજેટ પર થનારી અસરનો અંદાજ મેળવી શકશો.

અદાણીએ AI અને ઇલેક્ટ્રિક વાહનોની વધતી માંગ પર રમ્યો મોટો દાવ

Follow Us
Loading...
Unable to load recommendations.