Mutual Fund : Liquid Fundsમાં રોજે રોજ મળે છે વ્યાજ, જાણો શું છે liquid fund અને ક્યારે રોકાણ કરવુ જોઇએ

|

Aug 11, 2023 | 9:50 AM

લિક્વિડ ફંડ્સ ડેટ ફંડ્સની જ એક કેટેગરી છે. લિક્વિડ ફંડમાં રોકાણ કરવાનો સૌથી મોટો ફાયદો લિક્વિડિટી છે. લિક્વિડિટી અર્થ એ છે કે સંપત્તિ કેટલી ઝડપથી વેચી અથવા ખરીદી શકાય છે અને રોકડમાં રૂપાંતરિત કરી શકાય છે.

Mutual Fund : Liquid Fundsમાં રોજે રોજ મળે છે વ્યાજ, જાણો શું છે liquid fund અને ક્યારે રોકાણ કરવુ જોઇએ

Follow us on

liquid funds : જો તમારા પાસે નાણાં પડ્યા છે પણ તમે તેનું લાંબા ગાળા માટે રોકાણ કરવા માગતા નથી છતા પણ ઇચ્છો છો કે આ નાણાંમાંથી વ્યાજ મળતુ રહે તો liquid fund તમારા માટે યોગ્ય વિકલ્પ છે. લિક્વિડ ફંડમાં રોકાણકાર (Investor) એક નિશ્ચિત સમયગાળામાં નિશ્ચિત રિટર્ન (Return) માટે રોકાણ (investment) કરે છે. આ ફંડ રોકાણકારોમાં અત્યારે ખૂબ જ જાણીતો છે.

આ પણ વાંચો-Gujarat Govt Scheme : સરકારની સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ સહાય યોજનાનો લાભ કેવી રીતે મેળવવો ?

જાણો શું છે liquid fundમાં રોકાણના ફાયદા

લિક્વિડ ફંડ્સ ડેટ ફંડ્સની જ એક કેટેગરી છે. લિક્વિડ ફંડમાં રોકાણ કરવાનો સૌથી મોટો ફાયદો લિક્વિડિટી છે. લિક્વિડિટી અર્થ એ છે કે સંપત્તિ કેટલી ઝડપથી વેચી અથવા ખરીદી શકાય છે અને રોકડમાં રૂપાંતરિત કરી શકાય છે. લિક્વિડ ફંડના કેટલાક ફાયદા પણ છે જેમ કે તેમાં રોકાણથી નિશ્ચિત વળતર મળે છે. તેમાં કોઈ એક્ઝિટ ચાર્જ નથી સાથે જ ઓછું જોખમ રહેલુ છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

જાણો ક્યારે અને કેવા સંજોગોમાં રોકાણ કરવુ જોઇએ

ઉદાહરણ જોઇએ તો જેમ કે તમારા ઘરમાં લગ્ન પ્રસંગ છે. જેના માટે ક્રમશ: કોઇને કોઇ ખર્ચ થોડા સમય સુધી આવતો રહેવાનો છે. જો કે ક્યારે કેટલો ખર્ચ કરવાનો રહેશે તે નિશ્ચિત નથી હોતુ. ત્યારે તમે તમારા નાણાં liquid fundમાં રોકી શકો છો. તેનાથી તમને તમારા નાણાં પર દરેક દિવસનું તો વ્યાજ મળે છે. સાથે જ તમને નાણાં જ્યારે જોઇએ તેના બે દિવસ પહેલા withdrawal પ્રોસેસથી તમને મળી શકે છે. સાથે જ આ નાણાંનો કોઇ એક્ઝિટ ચાર્જ પણ નહીં લાગે અને તમારા નાણાં પણ સુરક્ષિત રહે છે.

લિક્વિડ ફંડ્સ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ છે. તે ટ્રેઝરી બિલ્સ, સરકારી સિક્યોરિટીઝ અને કૉલ મની જેવા ખૂબ જ ટૂંકા ગાળાના બજાર સાધનોમાં તમારા નાણાંનું રોકાણ કરે છે. આ ફંડ્સ 91 દિવસની પાકતી મુદતવાળા સાધનોમાં રોકાણ કરી શકે છે. લિક્વિડ ફંડનો ઉપયોગ સામાન્ય રીતે રોકાણકારો એક થી ત્રણ મહિનાના સમયગાળા માટે કરે છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article