હેલ્મેટ બનાવતી 162 કંપનીઓના લાયસન્સ રદ, શું છે સરકારનું પ્લાનિંગ ?

|

Oct 27, 2024 | 2:20 PM

Helmet companies License cancellation : સરકારે હેલ્મેટ બનાવતી 162 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા છે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે જૂન 2021 માં ગુણવત્તા નિયંત્રણ આદેશ જાહેર કર્યા પછી આ કાર્યવાહી કરવામાં આવી છે. જે ધોરણ IS 4151:2015 હેઠળ તમામ હેલ્મેટ માટે BIS પ્રમાણપત્રને ફરજિયાત બનાવે છે.

હેલ્મેટ બનાવતી 162 કંપનીઓના લાયસન્સ રદ, શું છે સરકારનું પ્લાનિંગ ?
Helmet companies License cancellation

Follow us on

Helmet companies License cancellation : કેન્દ્ર સરકાર દ્વારા રોડ સેફ્ટીને લઈને અલગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અભિયાન હેઠળ ટુ-વ્હીલર ચલાવતા લોકોના હેલ્મેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે સરકારે હેલ્મેટ બનાવતી 162 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા છે. આ અભિયાનને સરકાર દ્વારા લેવામાં આવેલ સૌથી મોટી કાર્યવાહી કહેવામાં આવી રહી છે. આગામી દિવસો માટે સરકાર દ્વારા વધુ વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. આવો તમને એ પણ જણાવીએ કે સરકાર દ્વારા કેવા પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

162 લાયસન્સ થયા રદ

માર્ગ સલામતી અને બજારમાં નબળા રક્ષણાત્મક ઉપકરણોના પૂર અંગેની ચિંતાઓને પગલે કેન્દ્રએ જિલ્લા અધિકારીઓને નોન-આઈએસઆઈ પ્રમાણિત હેલ્મેટના ઉત્પાદકો અને વેચાણકર્તાઓ સામે પગલાં લેવાનો આદેશ આપ્યો છે. શનિવારે માહિતી આપતા ગ્રાહક બાબતોના મંત્રાલયે કહ્યું કે, સરકારે અત્યાર સુધીમાં 162 હેલ્મેટ ઉત્પાદકોના લાઇસન્સ રદ કર્યા છે. સત્તાવાળાઓએ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) નિયમોના ઉલ્લંઘનને નિશાન બનાવીને 27 દરોડા પાડ્યા છે.

લગભગ 3 વર્ષ પહેલા ઓર્ડર

ઉપભોક્તા બાબતોના સચિવ નિધિ ખરેએ જણાવ્યું હતું કે, હેલ્મેટ જીવન બચાવે છે, પરંતુ જ્યારે તે સારી ગુણવત્તાની હોય ત્યારે જ. બજારમાંથી અસુરક્ષિત હેલ્મેટ દૂર કરવા માટે આ પહેલ મહત્વપૂર્ણ છે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે જૂન, 2021 માં ગુણવત્તા નિયંત્રણ આદેશ જાહેર કર્યા પછી આ કાર્યવાહી કરવામાં આવી છે. જે ધોરણ IS 4151:2015 હેઠળ તમામ હેલ્મેટ માટે BIS પ્રમાણપત્રને ફરજિયાત બનાવે છે.

કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે
પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો કેસ, જાણો શું હતું કારણ
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વેલણ-પાટલી પણ બનાવી શકે છે તમને અમીર, જાણો વાસ્તુના આ નિયમો
આ છે દુનિયાનું સૌથી નાનું શહેર પરંતુ વિશેષતા ચોંકાવનારી
ભારતના આ 7 સ્ટેશન પરથી વિદેશ જાય છે ટ્રેન, જાણો નામ

નવું આયોજન શું છે?

સત્તાવાળાઓએ ખાસ કરીને અપ્રમાણિત હેલ્મેટનું વેચાણ કરતા રોડ કિનારે વિક્રેતાઓને નિશાન બનાવ્યા છે. ઉપભોક્તા BIS કેર એપ અથવા વેબસાઈટ દ્વારા ઉત્પાદકના ઓળખપત્રોને ચકાસી શકે છે. જિલ્લા અધિકારીઓને ઉલ્લંઘનની ઓળખ કરવા માટે પોલીસ અને BIS અધિકારીઓ સાથે મળીને કામ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. ઉપભોક્તા બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે, આ ઝુંબેશ હાલની માર્ગ સલામતી પહેલ સાથે સંકલિત કરવામાં આવશે.

Next Article