LICના IPOની રાહ જોઈ રહેલા રોકાણકારો માટે મોટા સમાચાર આવ્યા છે. આજે ઈશ્યુની પ્રાઇસ બેન્ડ જાહેર કરવામાં આવી છે. આજે જાહેર કરાયેલી માહિતી અનુસાર રોકાણકારો 902-949 રૂપિયાના પ્રાઇસ બેન્ડ પર શેર માટે બિડ કરી શકે છે. LIC IPO આવતા અઠવાડિયે 4 મેના રોજ ખુલશે અને રોકાણકારો (Investors) 9 મે સુધી તેમની અરજી સબમિટ કરી શકે છે. સરકાર આ ઓફર દ્વારા લગભગ 3.5 ટકા હિસ્સો વેચવા જઈ રહી છે. આ ઈશ્યુના 10 ટકા પોલિસી ધારકો માટે અનામત રહેશે. તે જ સમયે, સમગ્ર ઇશ્યુના 35 ટકા નાના રોકાણકારો માટે હશે. પ્રાઇસ બેન્ડના આધારે રોકાણકારો ઓછામાં ઓછા 15 શેર માટે બિડ કરી શકશે.
IPO દ્વારા સરકાર જાહેર ક્ષેત્રની કંપનીમાં તેનો 3.5 ટકા હિસ્સો વેચશે. આ સાથે સરકારને 21,000 કરોડ રૂપિયા મળશે. IPOના આધારે LICનું મૂલ્યાંકન રૂ. 6 લાખ કરોડ થાય છે. રશિયા-યુક્રેન સંકટને ધ્યાનમાં રાખીને, સરકારે ઇશ્યૂના કદમાં સતત ઘટાડો કર્યો છે. જો કે, ઈશ્યુનું કદ ઘટાડ્યા પછી પણ આ દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ બનવા જઈ રહ્યો છે.
એલઆઈસીના આઈપીઓમાં વધુને વધુ નાના રોકાણકારોને આકર્ષવા માટે એલઆઈસીના કર્મચારીઓ અને પોલિસી ધારકોને ડિસ્કાઉન્ટ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ઇશ્યૂનું લિસ્ટિંગ 17-18 મેના રોજ થાય તેવી શક્યતા છે. IPO એન્કર રોકાણકારો માટે 2 મેના રોજ ખુલશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 4 થી 5 વૈશ્વિક એન્કર રોકાણકારો LIC IPOમાં બિડ કરી શકે છે. આ ઉપરાંત, સ્થાનિક એન્કર રોકાણકારો પણ IPOમાં ભાગ લઈ શકે છે.
નાણાકીય વર્ષ 2022 માં અત્યાર સુધીમાં, LIC એ ભારતમાં લગભગ 21.7 મિલિયન પોલિસીઓ વેચી છે. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં LICએ રૂ. 235 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. એપ્રિલ અને ડિસેમ્બર 2021 વચ્ચે ચોખ્ખો નફો વધીને રૂ. 1,671.57 કરોડ થયો છે. તે જ સમયે, પાછલા નાણાકીય વર્ષમાં નવા વ્યવસાયમાંથી રૂ. 1,98,759.85 કરોડનું સૌથી વધુ પ્રીમિયમ એકત્ર કરવામાં આવ્યું હતું. જે એક વર્ષ અગાઉના રૂ. 1,84,174.57 કરોડ કરતાં લગભગ આઠ ટકા વધુ છે.
આ પણ વાંચો : Viral Tweet: એલોન મસ્કની 5 વર્ષ જૂની ઈચ્છા થઈ પૂરી, જ્યારે ટ્વિટ કરીને પૂછ્યું હતું કેટલી કિંમત હશે ટ્વિટરની?
આ પણ વાંચો : FD Rates Hike: FD પર 7.35% સુધી વ્યાજ આપી રહી છે આ ફાઇનાન્સ કંપની, જાણો નવા વ્યાજ દર
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો