LIC IPO : ભારતીય જીવન વીમા નિગમનું લિસ્ટિંગ માર્ચ-જૂન 2022 દરમ્યાન લગભગ નિશ્ચિત! નાણાં મંત્રાલયે આપ્યા સંકેત

|

Sep 27, 2021 | 7:02 AM

ભારતના નાણાં સચિવ ટીવી સોમનાથને કહ્યું છે કે ભારતીય જીવન વીમા નિગમ (LIC) માં સરકારના હિસ્સાનું વેચાણ માર્ચ-જૂન 2022 ની વચ્ચે કરવામાં આવશે.

સમાચાર સાંભળો
LIC IPO : ભારતીય જીવન વીમા નિગમનું લિસ્ટિંગ માર્ચ-જૂન 2022 દરમ્યાન લગભગ નિશ્ચિત! નાણાં મંત્રાલયે આપ્યા સંકેત
LIC IPO

Follow us on

LIC IPO: દેશના સૌથી મોટા IPO નું લિસ્ટિંગ આગામી વર્ષમાં લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. ભારતના નાણાં સચિવ ટીવી સોમનાથને કહ્યું છે કે ભારતીય જીવન વીમા નિગમ (LIC) માં સરકારના હિસ્સાનું વેચાણ માર્ચ-જૂન 2022 ની વચ્ચે કરવામાં આવશે. આનો અર્થ એ છે કે LIC નું લિસ્ટિંગ જૂન 2022 સુધીમાં પૂર્ણ થઈ જશે.

સોમનાથન ચેન્નઈમાં મદ્રાસ સ્કૂલ ઓફ ઈકોનોમિક્સને સંબોધિત કરી રહ્યા હતા તે અવસરે તેમણે કહ્યું, “હું માનું છું કે એર ઇન્ડિયામાં હિસ્સાનું વેચાણ ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે. આ પ્રક્રિયા તેના અંતિમ તબક્કામાં છે. LIC નું વિનિવેશ પણ થવાનું છે. આ માટે સમયરેખા નક્કી કરવામાં આવી છે આવતા વર્ષે માર્ચથી જૂન વચ્ચે કામગીરી પૂર્ણ થશે. ”

નાણાં સચિવે કહ્યું કે સરકાર કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CONCOR) માં પોતાનો હિસ્સો પણ વેચી રહી છે. આ એકમમાં વિનિવેશ પણ આગામી નાણાકીય વર્ષમાં થઈ શકે છે. તેમણે ઉમેર્યું કે સરકાર આ વર્ષે એર ઇન્ડિયામાં પોતાનો હિસ્સો વેચી દેશે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

બીજી બાજુ મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યને પણ શનિવારે કહ્યું હતું કે આ વર્ષના ચોથા ક્વાર્ટર સુધીમાં LICનું વિનિવેશ કરવામાં આવશે.તેમણે કહ્યું, “આ વર્ષે કંપનીઓમાં હિસ્સો વેચીને 1.75 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાની તૈયારી યોજના છે. એર ઇન્ડિયામાં હિસ્સો વેચવાનું કામ સારી રીતે ચાલી રહ્યું છે. હાલમાં અહેવાલો સામે આવ્યા છે કે બે કંપનીઓએ એર ઇન્ડિયા માટે બોલી લગાવી હતી. ઇન્ડિયા પેટ્રોલિયમ અને એલઆઈસી પણ લિસ્ટ થવા જઈ રહી છે. અધિકારીએ વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ નાણાંકીય વર્ષના ચોથા ક્વાર્ટર સુધીમાં લિસ્ટિંગ પૂર્ણ થઈ જશે. ”

LIC IPO માં ચાઇનીસ કંપનીઓને રોકાણ કરવાની મંજૂરી નહીં
કેન્દ્રની નરેન્દ્ર મોદી(Narendra Modi Government) સરકાર દેશની સૌથી મોટી વીમા કંપની લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશનનો આઇપીઓ(LIC IPO ) રજૂ કરતા પહેલા વિદેશી રોકાણ(Foreign Investment) ને મંજૂરી આપવાનું વિચારી રહી છે. જોકે આ દરમિયાન માહિતી મળી રહી છે કે કેન્દ્ર ચીનને LIC ના IPO (China Restricted) માં રોકાણ કરવા દેશે નહીં. આ માટે સરકાર એક ખાસ યોજના બનાવી રહી છે. ખરેખર સરકાર માને છે કે એલઆઈસી જેવી કંપનીઓમાં ચીન દ્વારા કરવામાં આવેલું રોકાણ જોખમ ઉભું કરી શકે છે.

 

આ પણ વાંચો :   જો કોઈ વ્યક્તિ પાસે બે PPF ખાતાં હોય તો ટેક્સ કપાત કેટલી મળશે? જાણો શું કહે છે આવકવેરાનો નિયમ

 

આ પણ વાંચો :  TATA-BIRLA-AMBANI અને ADANI પૈકી કોણે બનાવ્યા રોકાણકારોને સૌથી વધુ માલામાલ, વાંચો રસપ્રદ માહિતી અહેવાલમાં

Next Article