LIC IPO : સરકારે દેશનો સૌથી મોટો IPO લાવવાની કામગીરી ઝડપી બનાવી, 150 અબજ ડોલર વેલ્યુએશનનું અનુમાન

|

Nov 24, 2021 | 9:41 AM

LIC IPO સરકાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એલઆઈસીના ખાનગીકરણની મદદથી સરકાર 40 હજાર કરોડથી વધારીને 1 લાખ કરોડ કરવા માંગે છે. ચાલુ નાણાકીય વર્ષમાં સરકારે ખાનગીકરણ અને વિનિવેશ માટે રૂ. 1.75 લાખ કરોડનો લક્ષ્યાંક રાખ્યો છે.

LIC IPO : સરકારે દેશનો સૌથી મોટો IPO લાવવાની કામગીરી ઝડપી બનાવી, 150 અબજ ડોલર વેલ્યુએશનનું અનુમાન
LIC IPO

Follow us on

LIC IPO માટેની તૈયારી તેજ થઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર, LICનું વેલ્યુએશન 150 અબજ ડોલર આંકવામાં આવ્યું છે. જો કે આ એક્ચ્યુરિયલ વેલ્યુએશન(actuarial valuation) છે જે કંપનીની સંપત્તિ અને જવાબદારીઓના આધારે ગણવામાં આવે છે.

કંપનીની એમ્બેડેડ વેલ્યુ એક્ચ્યુરિયલ વેલ્યુએશનના આધારે નક્કી કરવામાં આવે છે. તેમાં સંપત્તિની નેટવર્થ તેમજ ભાવિ કમાણીનો સમાવેશ થાય છે. વીમા કંપની માટે એમ્બેડેડ વેલ્યુ ખૂબ જ મહત્વપૂર્ણ છે. IPOનું કદ એમ્બેડેડ મૂલ્યના આધારે નક્કી કરવામાં આવે છે. જોકે, ખાનગીકરણની જાહેરાતને આઠ માસ જેટલો સમય વીતી જવા છતાં હજુ વેલ્યુએશનની પ્રક્રિયા પૂર્ણ થઈ નથી. વેલ્યુએશનની પ્રક્રિયામાં એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે IPOના કારણે રોકાણકારો કંપનીના ગ્રોથને લઈને સાવચેત રહે તેવી શક્યતા છે.

LIC IPO પહેલા એન્કર રોકાણકારો શોધી રહી છે
મીડિયા રિપોર્ટ અનુસાર IPO જારી કરતા પહેલા કંપની બજારમાં સેન્ટિમેન્ટ મજબૂત કરવા માંગે છે. આ માટે કંપની એન્કર ઇન્વેસ્ટર્સ શોધી રહી છે. આ માટે કંપની ઘણા વિદેશી રોકાણકારોના સંપર્કમાં છે. સાથે આમા ઘણા પેન્શન ફંડનો પણ સમાવેશ થાય છે. હાલમાં લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એન્કર રોકાણકારો પાસેથી કેટલું ભંડોળ એકત્ર કરવા માંગે છે તે અંગે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

એન્કર રોકાણકારો વેલ્યુએશનમાં મદદ કરે છે
એન્કર રોકાણકારો સંસ્થાકીય રોકાણકારો છે. જ્યારે કોઈ કંપની IPO લાવવાની હોય છે ત્યારે કંપની માર્કેટ સેન્ટિમેન્ટને મજબૂત કરવા એન્કર રોકાણકારોની શોધ કરે છે. જો કંપનીને એન્કર ઇન્વેસ્ટર મળે છે તો તે વેલ્યુએશનની પ્રક્રિયાને સરળ બનાવે છે સાથે સાથે તેનું મૂલ્ય પણ વધારે છે. એન્કર રોકાણકારો લિસ્ટિંગના 30 દિવસની અંદર તેમનું રોકાણ પાછું ખેંચી શકતા નથી. સેબીએ આ નિયમ 2009માં લાગુ કર્યો હતો.

1 લાખ કરોડ એકત્ર કરવાની યોજના
LIC IPO સરકાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એલઆઈસીના ખાનગીકરણની મદદથી સરકાર 40 હજાર કરોડથી વધારીને 1 લાખ કરોડ કરવા માંગે છે. ચાલુ નાણાકીય વર્ષમાં સરકારે ખાનગીકરણ અને વિનિવેશ માટે રૂ. 1.75 લાખ કરોડનો લક્ષ્યાંક રાખ્યો છે. અત્યાર સુધી સરકાર માત્ર રૂ. 9,330 કરોડ એકત્ર કરી શકી છે.

LIC નો વીમા બજારનો બે તૃતીયાંશ હિસ્સા પર કબ્જો
સરકારે LIC IPOને પૂર્ણ કરવા માટે 10 બેંકોને હાયર કરી છે. ભારતીય વીમા બજારમાં, LICનો 10મો હિસ્સો છે. કંપની પાસે 30 કરોડથી વધુ પોલિસી છે જ્યારે 12 લાખથી વધુ માત્ર એજન્ટ જ છે.

આ પણ વાંચો : Share Market : તેજી સાથે કારોબારની શરૂઆત બાદ ઉતાર – ચઢાવની સ્થિતિ, Sensex 58,872 સુધી વધ્યો

આ પણ વાંચો : Upcoming IPO : ટૂંક સમયમાં આવી રહી છે કમાણી માટેની તક, 6 કંપનીઓને SEBI એ IPO માટે મંજૂરી આપી

Next Article