ઝૂમ કોલ પર 900 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકનાર CEOની મુશ્કેલીઓ વધી, પૂર્વ કર્મચારીએ દાખલ કર્યો કેસ

|

Jun 08, 2022 | 11:57 PM

સારાએ આ કેસમાં દાવો કર્યો છે કે ગર્ગે બેટરના નિવેદનોને ખોટી રીતે રજૂ કર્યા છે જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે, રોકાણકારો (investors) તેમની નાણાકીય સ્થિતિને કારણે ડીલ પાછી ખેંચવાને બદલે SPAC મર્જર સાથે આગળ વધે.

ઝૂમ કોલ પર 900 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકનાર CEOની મુશ્કેલીઓ વધી, પૂર્વ કર્મચારીએ દાખલ કર્યો કેસ
Vishal Garg, CEO of Better.com (File Image)

Follow us on

ઝૂમ કોલ (ZOOM Meeting) પર 900 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકનાર Better.comના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) વિશાલ ગર્ગની મુશ્કેલીઓ વધી ગઈ છે. કંપનીના ભૂતપૂર્વ કર્મચારીએ સીઈઓ અને કંપની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ભૂતપૂર્વ કર્મચારીનો આરોપ છે કે કંપની અને ગર્ગે ડિજિટલ મોર્ટગેજ ફર્મની નાણાકીય સંભાવનાઓ અને કામગીરી વિશે રોકાણકારોને ભ્રામક નિવેદનો આપ્યા છે. આ કેસ કંપનીની પૂર્વ કર્મચારી સારા પિયર્સે નોંધાવ્યો છે. સારા બેટર સોફ્ટબેંક સમર્થિત કંપનીમાં સેલ્સ અને ઓપરેશન્સ માટે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી ચૂકી છે.

સારાએ આ કેસમાં દાવો કર્યો છે કે રોકાણકારો તેમની નાણાકીય સ્થિતિને કારણે ડીલ પાછી ખેંચવાને બદલે SPAC મર્જર સાથે આગળ વધે તે સુનિશ્ચિત કરવા માટે ગર્ગે બેટરના નિવેદનોને ખોટી રીતે રજૂ કર્યા હતા. Better.comના વકીલે કહ્યું કે દાવામાં કોઈ યોગ્યતા નથી.

3 મિનિટના ઝૂમ કોલમાં 900 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા

ગર્ગ ભારતીય મૂળના અમેરિકન નાગરિક છે, જે અમેરિકન કંપની Better.comના CEO છે. અમેરિકન કંપની Better.com ના CEOએ ઝૂમ કોલ પર 900 થી વધુ કર્મચારીઓને આમંત્રિત કર્યા અને એક જ ઝાટકે તમામને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા. કર્મચારીઓએ  વિચાર્યું હતું કે આ એક મીટિંગ કોલ હશે અને કેટલીક નવી જાહેરાત કરવામાં આવશે, પરંતુ તેઓને કાઢી મૂકવામાં આવ્યા હતા.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

સ્પેશિયલ પર્પઝ એક્વિઝિશન કંપની ઓરોરા એક્વિઝિશન કોર્પ સાથે મર્જર દ્વારા IPO લોન્ચ કરવાની બેટરની યોજના છે. જેની વેલ્યુ 7.7 બિલિયન ડોલર હતી. કંપનીએ ગયા વર્ષે પબ્લિક ઈશ્યુ લાવવાની યોજના બનાવી હતી, જે હજુ સુધી બંધ થઈ નથી.

મહામારી દરમિયાન SPAC સોદો તેના પ્રારંભિક તબક્કામાં હતો. પીયર્સે આ કેસમાં જણાવ્યું હતું કે ડીલ અંગે ચિંતા વ્યક્ત કરવા બદલ બદલો લેવા માટે તેમને ફેબ્રુઆરીમાં તેમની ભૂમિકામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. પિયર્સે નાણાકીય વળતરની માંગ કરી છે. તેણે ન્યૂયોર્કના સધર્ન ડિસ્ટ્રિક્ટના યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.

તમને જણાવી દઈએ કે Better.comની શરૂઆત 2016માં થઈ હતી અને તેનું હેડક્વાર્ટર ન્યૂયોર્કમાં છે. કંપની તેના ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ઘરના માલિકોને મોર્ગેજ અને ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ પ્રદાન કરે છે.

Published On - 11:57 pm, Wed, 8 June 22

Next Article