Latent View Analytics ના શેરે લિસ્ટિંગ સાથે રોકાણકારોને દોઢ ગણું રિટર્ન આપ્યું, જાણો કોણ છે આજના Gainers અને Losers?

|

Nov 23, 2021 | 10:21 AM

Latent View Analytics ના શેરનું લિસ્ટિંગ થયું હતું. આજે શેર 197 ની ઈશ્યુ પ્રાઇસ સામે 512.20 રૂપિયાની કિંમતે લિસ્ટ થયો છે. લિસ્ટિંગે રોકાણકારોને માલામાલ બનાવ્યા છે.

Latent View Analytics ના શેરે લિસ્ટિંગ સાથે રોકાણકારોને દોઢ ગણું રિટર્ન આપ્યું, જાણો કોણ છે આજના Gainers અને Losers?
MapmyIndia IPO

Follow us on

Stock Update : શેરબજારમાં આજે સતત પાંચમા દિવસે ઘટાડો જારી રહ્યો છે. સેન્સેક્સ 482 પોઈન્ટ ઘટીને 57,983 પર ખુલ્યો હતો. જોકે પહેલી જ મિનિટમાં તેણે 744 પોઈન્ટ તોડીને 57,718ની નીચી સપાટી બનાવી હતી. કારોબાર દરમ્યાન સારી રિકવરી થઈ છે.

Latent View Analytics ના શેર્સનું શાનદાર લિસ્ટિંગ 
આ કંપનીઓ સાથે ડેટા એનાલિટિક્સ સર્વિસ ફર્મ લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સ (Latent View Analytics) પણ IPO ના શેર્સનું આજે લિસ્ટિંગ થયું છે. કંપનીએ તેના રૂ 600 કરોડના IPO માટે શેર દીઠ રૂ 190 થી 197ની કિંમતની રેન્જ નક્કી કરી હતી. કંપનીનો IPO 10 નવેમ્બરે ખુલ્યો હતો અને ત્રણ દિવસનો IPO 12 નવેમ્બરે બંધ થયો હતો. IPO હેઠળ રૂ 474 કરોડના નવા શેર જારી કરવામાં આવ્યા છે. આ સિવાય પ્રમોટર અને હાલના શેરધારકો રૂ 126 કરોડની ઓફર ફોર સેલ (OFS) લાવ્યા હતા. આજે શેરનું લિસ્ટિંગ થયું હતું. આજે શેર 197 ની ઈશ્યુ પ્રાઇસ સામે 512.20 રૂપિયાની કિંમતે લિસ્ટ થયો છે. લિસ્ટિંગે રોકાણકારોને માલામાલ બનાવ્યા છે.

મિડ અને સ્મોલ કેપમાં વૃદ્ધિ
બીએસઈના મિડ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ 261.30 લાખ કરોડ છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી આજે 17,281 પર ખુલ્યો હતો. તેણે 17,360ની ઊંચી અને 17,216ની નીચી સપાટી બનાવી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

નિફ્ટીના 30 શેરમાં ઘટાડો
નિફ્ટીના 50 શેરોમાંથી 30 ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે જ્યારે 20 લાભમાં છે. જેએસડબલ્યુ સ્ટીલ, બ્રિટાનિયા, કોલ ઈન્ડિયા અને ટાટા મોટર્સ સારી સ્થિતિમાં છે. રિલાયન્સ, ઓએનજીસી, ઈન્ફોસીસ અને આઈસીઆઈસીઆઈ બેંકના ઘટતા શેરોમાં સામેલ છે. નિફ્ટી બેન્ક અને ફાઇનાન્શિયલ ઇન્ડેક્સમાં આજે ઘટાડો થયો હતો. નિફ્ટી નેક્સ્ટ 50 ઈન્ડેક્સ લાભ સાથે ટ્રેડ થઈ રહ્યો છે.

બજાર ગઈ કાલે ઘટાડા સાથે બંધ રહ્યું હતું
અગાઉ ગઈકાલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 1,170 પોઈન્ટ (1.96%) ઘટીને 58,465 પર બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 348 પોઈન્ટ (1.96%) ઘટીને 17,416 પર બંધ થયો હતો. લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 7.86 લાખ કરોડ ઘટીને રૂ. 260.98 લાખ કરોડ થયું હતું.

 

પ્રારંભિક કારોબારમાં શેર્સના ઉતાર – ચઢાવ ઉપર કરો એક નજર

લાર્જકેપ
ઘટાડો : ઈન્ફોસિસ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચયુએલ, રિલાયન્સ, ઓએનજીસી, બજાજ ઑટો અને વિપ્રો
વધારો : જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, એશિયન પેંટ્સ, આઈઓસી, ટાટા મોટર્સ, કોલ ઈન્ડિયા અને ગ્રાસિમ

મિડકેપ
ઘટાડો : ગ્લેન્ડ, ઈન્ફો એજ, એમફેસિસ, ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ અને સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ
વધારો : 3એમ ઈન્ડિયા, સેલ, ગોદરેજ પ્રોપર્ટી, અપોલો હોસ્પિટલ અને ઝિ એન્ટરટેનમેન

સ્મોલકેપ
ઘટાડો : યુનિવર્સલ કેબલ, શાયદરી ઈન્ડસ્ટ્રીઝ, ઓલકેટ્રા ગ્રીનટેક, નહેર સ્પિનિંગ અને 63 મુવસ ટેક
વધારો : ફ્યુચર લાઈફ, ફ્યુચર રિટેલ, આશાપુરા માઈન, યુકલ ફ્યુલ અને સસ્તા સુંદર

 

આ પણ વાંચો : Share Market : સતત બીજા દિવસે બજારની મોટા ઘટાડા સાથે શરૂઆત, Sensex 726 સુધી લપસ્યા બાદ સારો રિકવર થયો

 

આ પણ વાંચો : Paytm એ ભારતીય બજારનો માહોલ બગાડી ચાઇનીસ રોકાણકારોને પૈસા પરત કર્યા : BharatPe ના ફાઉન્ડર અશનીર ગ્રોવરનો આક્ષેપ

Published On - 10:18 am, Tue, 23 November 21

Next Article