Krsnaa Dignostics IPO: તમે કરેલા રોકાણના શેર મળ્યા કે આવશે રિફંડ ? તપાસો આ બે સરળ રીત દ્વારા

|

Aug 12, 2021 | 7:40 AM

કૃષ્ણ ડિગ્નોસ્ટિક્સ(Krsnaa Dignostics)ના અનલિસ્ટેડ શેરનું પ્રીમિયમ ગ્રે માર્કેટમાં 425 રૂપિયા ચાલી રહ્યું છે. કંપનીના ઇશ્યૂની પ્રાઇસ બેન્ડ 933-954 રૂપિયા છે. આ દ્રષ્ટિકોણથી કંપનીના શેર ગ્રે માર્કેટમાં રૂ 1379 ની આસપાસ કારોબાર કરી રહ્યા છે.

સમાચાર સાંભળો
Krsnaa Dignostics IPO:  તમે કરેલા રોકાણના શેર મળ્યા કે આવશે રિફંડ ? તપાસો આ બે સરળ રીત દ્વારા
Krsnaa Dignostics IPO Allotment Status

Follow us on

જો તમે Krsnaa Dignostics IPO માટે અરજી કરી છે તો હવે તમે જાણી શકો છો કે તમારા ખાતામાં શેર આવ્યા છે કે તમને તમારા પૈસા પાછા મળી ગયા છે. કંપની આ આઈપીઓ દ્વારા 1213 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે. કંપનીનો ઇશ્યૂ 4 ઓગસ્ટના રોજ ખુલ્યો અને 6 ઓગસ્ટના રોજ બંધ થયો હતો. કંપનીનો IPO 64.40 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. તમે BSE ની સત્તાવાર વેબસાઇટ અથવા રજિસ્ટ્રારની વેબસાઇટ દ્વારા તમારા શેરની ફાળવણી ચકાસી શકો છો.

કૃષ્ણ ડિગ્નોસ્ટિક્સના અનલિસ્ટેડ શેરનું પ્રીમિયમ ગ્રે માર્કેટમાં 425 રૂપિયા ચાલી રહ્યું છે. કંપનીના ઇશ્યૂની પ્રાઇસ બેન્ડ 933-954 રૂપિયા છે. આ દ્રષ્ટિકોણથી કંપનીના શેર ગ્રે માર્કેટમાં રૂ 1379 ની આસપાસ કારોબાર કરી રહ્યા છે.

તમે BSE ની સત્તાવાર વેબસાઇટ અથવા રજિસ્ટ્રારની વેબસાઇટ પર આ બેમાંથી કોઈપણ રીતે તમારા શેરની ફાળવણીની સ્થિતિ ચકાસી શકો છો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

BSE ની વેબસાઇટ પર શેરની ફાળવણી તપાસો
>> સૌ પ્રથમ તમારે BSEની વેબસાઇટ પર જવું પડશે.
>> અહીં ઇક્વિટી બોક્સ માં ટીક કરવું પડશે.
>> હવે નીચે ઇશ્યૂનું નામ દાખલ કરો.
>> તમારો એપ્લિકેશન નંબર લખો.
>> પાન નંબર દાખલ કરોs
>> હવે Search પર ક્લિક કરો.
>> હવે આખી વિગત તમને જોવા મળશે.

રજિસ્ટ્રારની વેબસાઇટ પર ફાળવણી તપાસો
>> તમારે પહેલા આ લિંક https://ris.kfintech.com/ipostatus/ipos.aspx પર ક્લિક કરવાનું રહેશે.
>> તે પછી ડ્રોપડાઉન દ્વારા IPO નું નામ પસંદ કરો.
>> હવે તમારું ડીપી આઈડી અથવા ક્લાઈન્ટ આઈડી અથવા પાન દાખલ કરો.
>> જો તમારી પાસે એપ્લિકેશન નંબર છે તો અરજીના પ્રકાર પર ક્લિક કરો.
>> એનએસડીએલ અથવા સીડીએસએલમાંથી તમારી ડિપોઝિટરી પસંદ કરો અને તમારો ડીપી આઈડી અથવા ક્લાઈન્ટ આઈડી દાખલ કરો.
>> તે પછી કેપ્ચા સબમિટ કરો.
>> અહીં તમે ફાળવણીની સંપૂર્ણ વિગતો જોશો.
>> જો તમને શેર ફાળવવામાં ન આવે તો રિફંડ આગામી બે દિવસમાં આવશે.

 

આ પણ વાંચો :   LIC IPO નો રસ્તો સરળ બન્યો, સંસદના બંને ગૃહે વીમા સુધારા બિલને લીલી ઝંડી દેખાડી ,જાણો વિગતવાર

 

આ પણ વાંચો : Franklin Templeton MF ના રોકાણકારો માટે રાહતના સમાચાર! કંપનીએ બંધ પડેલી 6 સ્કીમના 21,000 કરોડ રૂપિયા પરત કર્યા

Next Article