અભદ્ર ભાષા વાળો ઓડિયો વાયરલ થયા બાદ કોટક બેંક BharatPeના સ્થાપક અશ્નીર ગ્રોવર સામે કરશે કાનૂની કાર્યવાહી

|

Jan 10, 2022 | 1:09 PM

ગયા અઠવાડિયે, સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લિપ સામે આવી હતી જેમાં એક કપલ કથિત રીતે બેંકના રિલેશનશિપ મેનેજર સાથે વાત કરી રહ્યું હતું. માણસના અવાજમાં અભદ્ર ભાષા વાપરે છે જ્યારે અન્ય માણસ તેને શાંત કરતો સંભળાય છે.

અભદ્ર ભાષા વાળો ઓડિયો વાયરલ થયા બાદ કોટક બેંક BharatPeના સ્થાપક અશ્નીર ગ્રોવર સામે કરશે કાનૂની કાર્યવાહી
Ashneer Grover

Follow us on

કોટક મહિન્દ્રા બેંકે (Kotak Mahindra Bank) રવિવારે જણાવ્યું હતું કે તે ભારતપેના (BharatPe) સહ-સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર અશ્નીર ગ્રોવર (Ashneer Grover) અને તેની પત્ની માધુરી જૈન ગ્રોવર (Madhuri Jain Grover) વિરુદ્ધ અપમાનજનક કૉલ કેસમાં બેંક કાનૂની કાર્યવાહી કરવા જઈ રહી છે. બેન્કે કબૂલ્યું હતું કે દંપતીએ તેને ગત 30 ઓક્ટોબરે કોઈ પણ કારણ આપ્યા વગર કાનૂની નોટિસ મોકલી હતી.

મીડિયા અહેવાલો અનુસાર, દંપતીએ બેંક પર નાયકા (Nykaa) IPO માં ફાઇનાન્સ અને શેરની ફાળવણી કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો હતો અને 500 કરોડ રૂપિયાના નુકસાનની માંગણી કરી હતી. બેંકે મીડિયાને એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, “આ નોટિસ અમને મળી હતી અને તે સમયે ગ્રોવર દ્વારા ઉપયોગમાં લેવાતી અપમાનજનક ભાષા સામે અમારા વાંધાઓ નોંધીને અમે યોગ્ય જવાબ આપ્યો હતો. તેની સામે યોગ્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.”

ગયા અઠવાડિયે, સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લિપ સામે આવી હતી જેમાં એક કપલ કથિત રીતે બેંકના રિલેશનશિપ મેનેજર સાથે વાત કરી રહ્યું હતું. માણસના અવાજમાં અભદ્ર ભાષા વાપરે છે જ્યારે અન્ય માણસ તેને શાંત કરતો સંભળાય છે. આ વાયરલ ક્લિપમાં ગ્રોવર કપલ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. જોકે, અશ્નીર ગ્રોવરે આ ટેપને ફેક ગણાવી છે.

આજનું રાશિફળ તારીખ : 26-04-2025
IPL 2025માં પાવરપ્લેમાં કઈ ટીમે સૌથી ઓછા છગ્ગા ફટકાર્યા છે?
CID માં કરી જોરદાર એન્ટ્રી, કોણ છે અભિનેત્રી લેખા પ્રજાપતિ?
35 વર્ષની ઉંમરે કુંવારી અભિનેત્રી બીજા ધર્મમાં કરશે લગ્ન..
ક્યાંક તમે ખોટી રીતે તો સનસ્ક્રીન લોશન નથી લગાવી રહ્યા ને! જાણો યોગ્ય રીત
બદામ કેટલાં દિવસમાં બગડે છે? જાણો સાચવવાની સાચી રીત

ગ્રોવરે કહ્યું કે નકલી ઓડિયો ક્લિપ કેટલાક સ્કેમર્સ દ્વારા નાણાં પડાવવાનો પ્રયાસ છે. આ સ્કેમર્સ તેમની પાસે બિટકોઇનના (Bitcoin) માધ્યમથી 240,000 US ડોલર્સ પડાવવા માગે છે. અશ્નીર ગ્રોવરે ટ્વિટ કરીને કહ્યું કે “આ મારી છબી ખરાબ કરવાનો પ્રયાસ છે અને ઇન્ટરનેટ પર પૂરતા પ્રમાણમાં સ્કેમર્સ આ કામ કરવા ઉપલબ્ધ છે,” તેણે ટ્વિટ કર્યું.

BharatPe 150 શહેરોમાં 75 લાખથી વધુ વેપારીઓને પોતાની સેવા આપે છે. કંપનીએ તેની શરૂઆતથી અત્યાર સુધીમાં પાર્ટનર વેપારીઓને રૂ. 3,000 કરોડથી વધુની લોનનું વિતરણ કરી દીધું છે. ભારતપે દ્વારા અત્યાર સુધીમાં $650 મિલિયનથી વધુનું ફંડ એકત્ર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :

Share Market: સપ્તાહના પહેલા સત્રની જોરદાર શરૂઆત, Sensex 60 હજાર ઉપર ખુલ્યો

આ પણ વાંચો :

Anil Ambani ની કંપની અને દિલ્લી મેટ્રો વચ્ચેના આ વિવાદના કારણે કરદાતાઓને રોજનું પોણા બે કરોડનું નુકસાન