
મહત્વની વાત તો એ છે કે, જે છકડાને જોતા લોકોના ચેહરા પર સ્માઈલ આવી જાય છે.છકડો રિક્ષા બનાવવાનો વિચાર સૌથી પહેલા જગજીવન ભાઈને આવ્યો હતો. જે માલસમાન સાથે મુસાફરો માટે પણ મદદરુપ થઈ શકે, આવી રીતે છકડો રિક્ષાનો જન્મ થયો તેવું કહી શકાય.ગુજરાતના આ વ્યક્તિએ 3 પૈંડાંની આ રિક્ષામાંથી કરોડો રુપિયાની કંપની બનાવી દીધી છે.અતુલ કંપનીનું આજે રાજકોટ જ નહિ પરંતુ મોટું નામ બની ચૂક્યું છે. તો ચાલો જાણીએ આખરે છકડો રિક્ષા બનાવવાનો વિચાર કોને અને ક્યારે આવ્યો.
આજે આપણે વાત કરી રહ્યા છીએ જગજીવન ભાઈ ચંદ્રાની, તેમણે નોટિસ કર્યું કે, ગુજરાતના ગામડાઓના રસ્તાઓ ખુબ ખરાબ હોવાને કારણે અહિ ટ્રાન્સપોર્ટેશનમાંખુબ સમસ્યા આવતી હતી. જગજીવન ભાઈએ આનું નિવારણ આ છકડા નામની આ 3 પૈંડાંની રિક્ષા બનાવી કાઢ્યું હતુ.પછી છકડો એટલો ફેમસ થયો કે, 1992માં માસ પ્રોડકશન શરુ કરી દીધું, આવી જ શરુઆત અતુલ ઓટોની થઈ જેનો માર્કેટ કેપ આજે કરોડ રુપિયામાં છે. જે આજે ઓટો રિક્ષા, ઈ રિક્ષા અને મિનિ ટેમ્પ પણ બનાવે છે. જેનું એક્સપોર્ટ દુનિયાના અનેક દેશોમાં થાય છે.
તે છકડો ફિલ્મોમાં પણ જોવા મળી ચૂક્યો છે. તેમાં પણ માત્ર ગુજરાતી ફિલ્મ નહિ બોલિવુડમાં પણ છકડાએ એન્ટ્રી કરી હતી. અશ્વર્યા રાયની ફિલ્મ હમ દિલ દે ચુકે સનમ હોય કે પછી દીપિકા પાદુકોણની રામલીલા હોય આ ફિલ્મોમાં છકડો રિક્ષા જોવા મળી છે. આટલું જ નહિ બિગ બી તો છકડો રિક્ષામાં પણ બેઠા છે. ખુશબુ ગુજરાતીની જાહેરાત વખતે તમે જોઈ શકો છો કે,અમિતાભ બચ્ચન ગુજરાતના પ્રવાસી સ્થળો જોવા માટે કહે છે ત્યારે છકડો રિક્ષા ચલાવતા જોવા મળે છે. આજે ધીમે ધીમે છકડો રિક્ષા લુપ્ત થઈ રહી છે.
અતુલ ભારતમાં સૌથી ઝડપથી વિકસતી 3 વ્હીલર કંપનીમાંથી એક છે, તમને જણાવી દઈએ કે, અતુલ કંપનીમાં મોટી સંખ્યામાં કારીગરો કામ કરે છે.અતુલ સૌથી ઝડપથી વિકસતી કંપનીઓમાંની એક છે.છેલ્લા પાંચ વર્ષમાં ઉત્પાદન ટર્નઓવર ત્રણ ગણો વધ્યો છે.