જો તમે ભાડાના મકાનમાં રહો છો તો HRAથી કઈ રીતે કરશો TAX SAVING ? અહીં જાણો સરળ ભાષામાં આખું CALCULATION

|

Feb 05, 2019 | 6:19 AM

શું આપ જાણો છો કે આપના પગારનો એક મોટો ભાગ હાઉસ રેંટ ઍલાઉંસ (HRA) આવક વેરો (INCOME TAX) બચાવવામાં મદદ કરી શકે ? પોતાની સૅલેરી સ્લિપ પર નજર નાખો. જો તેમાં એચઆરએ તરીકે કંઈ મળે છે, તો આપ તેના વડે ટૅક્સ બચાવી શકો છો. જોકે એચઆરએ પર ટૅક્સ છૂટનો ફાયદો તે જ વ્યક્તિ લઈ શકે […]

જો તમે ભાડાના મકાનમાં રહો છો તો HRAથી કઈ રીતે કરશો TAX SAVING ? અહીં જાણો સરળ ભાષામાં આખું CALCULATION

Follow us on

શું આપ જાણો છો કે આપના પગારનો એક મોટો ભાગ હાઉસ રેંટ ઍલાઉંસ (HRA) આવક વેરો (INCOME TAX) બચાવવામાં મદદ કરી શકે ?

પોતાની સૅલેરી સ્લિપ પર નજર નાખો. જો તેમાં એચઆરએ તરીકે કંઈ મળે છે, તો આપ તેના વડે ટૅક્સ બચાવી શકો છો. જોકે એચઆરએ પર ટૅક્સ છૂટનો ફાયદો તે જ વ્યક્તિ લઈ શકે કે જેને સૅલેરી મળે છે અને તે કોઈ ભાડાના મકાનમાં રહેતી હોય. જે લોકોનો પાતનો બિઝનેસ છે, તેઓ આ છૂટનો ફાયદો નથી ઉઠાવી શકતા. આવકવેરા અધિનિયમની કલમ 10(13એ) હેઠળ એચઆરએ પર આવકવેરા મુક્તિ મળે છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

એચઆરએનો લાભ પામવા કયા ડૉક્યુમેંટ્સ જરૂરી ?

એચઆરએનો લાભ ઉઠાવવા માટે આપની પાસે એક માન્ય રેંટ એગ્રીમેંટ હોવું જોઇએ કે જેમાં માસિક ભાડું, એગ્રીમેંટનો સમયગાળો અને આપના દ્વારા લેવાતા અન્ય ખર્ચાઓનો ઉલ્લેખ હોય. એગ્રીમેંટ પર આપની અને મકાન માલિકની સહી હોવી જોઇએ, ભલે મકાન માલિક આપના માતા-પિતા જ કેમ ન હોય. આ એગ્રીમેંટ 100 કે 200 રૂપિયાના સ્ટૅંપ પર હોવો જોઇએ. જો વાર્ષિક ભાડું 1 લાખ રૂપિયાથી વધુ છે, તો રેંટની પાવતી ઉપરાંત મકાન માલિકનો PAN કાર્ડ પણ અનિવાર્ય છે. આ ઉપરાંત આપની પાસે મકાન માલિક પાસેથી મળેલી ભાડું ચુકવ્યાની પહોંચ પણ હોવી જોઇએ.

કેવી રીતે કરશો એચઆરએ કૅલ્ક્યુલેશન ?

સૌપ્રથમ એ જુઓ કે એમ્પ્લૉયર તરફથી આપને એક નાણાકીય વર્ષમાં કેટલું એચઆરએ મળે છે. જો આપ કોઈ મહાનગરમાં રહો છો, તો પોતાના પગારનો 50 ટકા અને અન્ય શહેરોમાં છો, તો 40 ટકા ભાગને જુદો રાખો, ત્રીજું, વાસ્તવિક ચુકવાયેલા ભાડામાંથી સૅલેરીને 10 ટકા ઘટાડી શેષ રહેલી રકમ. આ કૅલ્ક્યુલેશન માટે આપના પગારમાં મૂળ પગારની સાથે-સાથે મોંઘવારી ભથ્થું (DA) તથા અન્ય બાબતો જોડાયેલી હોવી જોઇએ.

આ દાખલાથી સમજો

ધારી લો કે કોઈ વ્યક્તિ દિલ્હીમાં નોકરી કરે છે અને તે ભાડે રહે છે. તેને મૂળ વેતન અને ડીએ તરીકે 1 લાખ રૂપિયા માસિક પગાર મળે છે. તેને એચરઆએ તરીકે 45,000 રૂપિયા મળે છે. ભાડા તરીકે તે દર મહિને 30,000 રૂપિયા ચુકવે છે. તેને વાર્ષિક એચઆરએ તરીકે (45,000 X 12) 5,40,000 રૂપિયા મળ્યા. તેના પગારનો 50 ટકા ભાગ એટલે કે 12,00,000 રૂપિયાનો અડધો ભાગ થાય 6,00,000 રૂપિયા. ત્રીજું છે વાસ્તવમાં ચુકવાયેલું ભાડું કે જે સૅલેરીનો 10 ટકા ભાગ છે. આ રકમ થાય (3,60,000-1,20,000) 2,40,000 રૂપિયા. આ રીતે ત્રણેમાંથી સૌથી ઓછું 2,40,000 રૂપિયા છે કેના પર તેને ઇનકમ ટૅક્સનો ફાયદો મળશે.

[yop_poll id=1090]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article