Junk Policy: નવા વાહનોના ભાવમાં થશે 40 ટકાનો ઘટાડો, જાણો નવી પોલિસીના શું છે ફાયદા

|

Mar 08, 2021 | 10:07 AM

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ રવિવારે નવી જંક પોલિસી (vehicle scrappage policy) વિષે ઘણા ફાયદા જણાવ્યા છે. જેમાં જૂના વાહન સામે નવું વાહન પર પાંચ ટકાની છૂટ સાથે નવા વાહનોના ભાવમાં ઘટાડા સાથે અનેક વાતો કરવામાં આવી.

Junk Policy: નવા વાહનોના ભાવમાં થશે 40 ટકાનો ઘટાડો, જાણો નવી પોલિસીના શું છે ફાયદા
એક કરોડ વાહનો થઇ જશે ભંગાર

Follow us on

Junk Policy: કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ રવિવારે જૂના વાહન સામે નવું વાહન ખરીદવા માંગતા લોકો માટે સારા સમાચાર આપ્યા. જો તેઓ સરકારની વાહન જંક પોલિસી હેઠળ પોતાનું જૂનું વાહન વેચે છે, તો નવું વાહન ખરીદવા પર વાહન ઉત્પાદકો પાસેથી તેમને પાંચ ટકાની છૂટ મળશે.

કેન્દ્રએ 2021-22ના સામાન્ય બજેટમાં સ્વૈચ્છિક વાહન જંક નીતિની જાહેરાત કરી હતી. આ મુજબ ખાનગી વાહનો માટે 20 વર્ષ અને વ્યવસાયિક વાહનો માટે 15 વર્ષ પછી બાદ ફિટનેસ પરીક્ષણ કરાવવું જરૂરી બનશે.

ગડકરીએ કહ્યું કે નીતિમાં ચાર મહત્વપૂર્ણ ઘટકો છે. છૂટ ઉપરાંત પ્રદૂષણ ફેલાવતા જૂના વાહનો ઉપર પણ ગ્રીન ટેક્સ અને અન્ય ચાર્જની જોગવાઈ કરવામાં આવી છે. આ માટે જુના વાહનોની ઓટોમેટેડ સુવિધાઓમાં ફિટનેસ અને પ્રદૂષણનું ચેકઅપ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ ઓટોમેટેડ ફિટનેસ સેન્ટર આખા દેશમાં હશે અને અમે આ દિશામાં કાર્ય કરી રહ્યા છીએ. તેમણે આગળ કહ્યું કે ઓટોમેટેડ ફિટનેસ સેન્ટર સરકારી અને ખાનગી ભાગીદારીમાં બનાવવામાં આવશે અને સરકાર તેમાં ખાનગી ભાગીદારો અને રાજ્ય સરકારોને સ્ક્રેપ સેન્ટરો માટે મદદ કરશે. તેમણે કહ્યું હતું કે ઓટોમેટેડ પરીક્ષણમાં નિષ્ફળ જતા વાહનોને ચલાવવા પર ભારે દંડ થશે. તેમજ તેને પણ જપ્ત કરવામાં આવશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ઓટો સેક્ટરમાં ટર્નઓવર 10 લાખ કરોડ થશે

તેમણે જણાવ્યું કે નવી નીતિ સાથે આગામી વર્ષોમાં ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગનો વ્યવસાય 30 ટકા વધીને 10 લાખ કરોડ થશે, જે હાલમાં 4.50 લાખ કરોડ છે. ઉપરાંત તેનો નિકાસ જે હાલમાં 1.45 લાખ કરોડ છે, તે પણ વધીને 3 લાખ કરોડ થશે.

સેક્ટરમાં સૌથી વધુ રોજગારી

તેમણે કહ્યું કે વાહન જંક પોલિસી માત્ર અર્થવ્યવસ્થામાં સુધાર સાથે ઓટો ઉદ્યોગને પણ ફાયદો થશે. તે વાહનોનું પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ કરશે. તેમણે આશા વ્યક્ત કરી કે આગામી દિવસોમાં ઓટો ઉદ્યોગ સૌથી વધુ રોજગાર ઉત્પન્ન કરનારા ક્ષેત્રોમાં સામેલ થશે અને તેનાથી દેશમાં 50 હજારથી વધુ નોકરીઓ વધશે.

નવા વાહનોના ભાવમાં 40 ટકાનો ઘટાડો થશે

કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર, હમણાં ઓટો સેક્ટરને નવા વાહનો બનાવવા માટે સ્ટીલ, રબર એલ્યુમિનિયમ અને રબરની આયાત કરવી પડશે. જે નવા વાહનોના ભાવમાં વધારો કરે છે. સ્ક્રેપ પોલિસીના અમલ બાદ સ્ટીલ, રબર એલ્યુમિનિયમ અને રબરની આયાત કરવાની જરૂર રહેશે નહીં અને તેનાથી વાહનોના ભાવમાં 30 થી 40 ટકાનો ઘટાડો થશે.

ક્રૂડ આયાતનું બિલ પણ ઘટશે

તેમણે કહ્યું હતું કે આ નીતિ હરિત બળતણ અને ઇલેક્ટ્રિક સાથે વધુ સારા માઇલેજના વાહનો માટેની નવી તકનીકને પ્રોત્સાહન આપશે અને તેનાથી દેશના જંગી ક્રૂડ ઓઇલ આયાતનું બિલ પણ 8 લાખ કરોડ જેટલું ઘટવાની સંભાવના છે. જે 18 લાખ કરોડ થવાની સંભાવના છે.

એક કરોડ વાહનો થઇ જશે ભંગાર

ગડકરીએ કહ્યું કે એક અંદાજ મુજબ લગભગ એક કરોડ પ્રદૂષિત વાહનો જંકમાં જશે. તેમાં 51 લાખ લાઇટ મોટર વાહનો હશે જે 20 વર્ષથી વધુ જૂનાં છે અને અન્ય 34 લાખ લાઇટ મોટર વાહનો તે હશે જેની 15 વર્ષથી વધુ જૂના છે. 17 લાખ મધ્યમ અને ભારે વાહનો કે જે 15 વર્ષથી વધુ જૂના હશે. જે ફિટનેસ પ્રમાણપત્ર વિના ચાલે છે તે પણ જંકમાં જશે.

Next Article