
જો તમારે જુલાઈ મહિનામાં બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ કરવાનું હોય, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જાહેર કરાયેલા બેંક હોલિડે કેલેન્ડર મુજબ, જુલાઈ 2026 દરમિયાન દેશભરમાં વિવિધ રાજ્યોમાં બેંકો કુલ 12 દિવસ બંધ રહેશે. આ રજાઓમાં 4 રવિવાર, બીજો અને ચોથો શનિવાર તેમજ વિવિધ રાજ્યોમાં ઉજવાતા સ્થાનિક તહેવારો અને વિશેષ પ્રસંગોની 6 વધારાની રજાઓનો સમાવેશ થાય છે.
ધ્યાનમાં રાખવાની વાત એ છે કે સ્થાનિક તહેવારોને કારણે જાહેર કરવામાં આવેલી વધારાની 6 રજાઓ તમામ રાજ્યોમાં લાગુ પડશે નહીં. જે રાજ્ય અથવા શહેરમાં સંબંધિત તહેવાર કે પ્રસંગ હશે, ત્યાંની બેંક શાખાઓ જ બંધ રહેશે.
RBIના નિયમો અનુસાર દેશભરની તમામ સરકારી અને ખાનગી બેંકો દર મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે. જુલાઈ 2026માં આ તારીખો નીચે મુજબ છે:
આ બંને દિવસે દેશભરની તમામ બેંક શાખાઓમાં રજા રહેશે.
રવિવારના કારણે પણ બેંક શાખાઓ ચાર દિવસ બંધ રહેશે. આ તારીખો આ મુજબ છે:
આ તમામ રવિવારે દેશભરની બેંક શાખાઓમાં કામગીરી બંધ રહેશે.
જુલાઈ મહિનામાં વિવિધ રાજ્યોમાં સ્થાનિક તહેવારો, ધાર્મિક કાર્યક્રમો અને પ્રાદેશિક પ્રસંગોને કારણે પણ બેંકોમાં રજા રહેશે. આ રજાઓ દરેક રાજ્યમાં અલગ-અલગ હોઈ શકે છે. તેથી જો તમે અન્ય રાજ્યમાં બેંકિંગ સેવા લેવાનું આયોજન કરી રહ્યા હોવ, તો તે રાજ્યની બેંક હોલિડે લિસ્ટ અગાઉથી તપાસી લેવી જરૂરી છે.
બેંક શાખાઓ બંધ હોવા છતાં ગ્રાહકોને મોટાભાગની સેવાઓ માટે કોઈ મુશ્કેલી નહીં પડે. ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ, UPI, ATM, તેમજ NEFT અને RTGS જેવી ડિજિટલ સેવાઓ (નિર્ધારિત સમય મુજબ) નિયમિત રીતે ઉપલબ્ધ રહેશે. ગ્રાહકો સરળતાથી પૈસા ટ્રાન્સફર, બિલ પેમેન્ટ, બેલેન્સ ચેક અને રોકડ ઉપાડ જેવી સેવાઓનો લાભ લઈ શકશે.
જો તમારે ચેક જમા કરાવવો હોય, ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવવો હોય, KYC અપડેટ કરાવવું હોય, લોકરની સેવા લેવી હોય અથવા શાખામાં જઈને અન્ય કોઈ મહત્વપૂર્ણ બેંકિંગ કામ કરવાનું હોય, તો રજાઓને ધ્યાનમાં રાખીને અગાઉથી આયોજન કરવું વધુ યોગ્ય રહેશે. આમ કરવાથી બેંક બંધ હોવાને કારણે થતી અસુવિધાથી બચી શકાશે.
29 જૂને સ્નાન પૂર્ણિમાથી થશે પવિત્ર શરૂઆત, ભગવાન જગન્નાથ, બલભદ્ર અને બહેન સુભદ્રાનું થશે પવિત્ર સ્નાન
Published On - 7:59 pm, Sun, 28 June 26