રિલાયન્સે Jio ફોન ટેરિફ પ્લાન(Jio Phone Tariff Plan)ની કિંમતોમાં ફેરફાર કર્યો છે. કંપનીએ તેની લિમિટેડ પીરિયડ ડિસ્કાઉન્ટ ઓફર બંધ કરી દીધી છે. આ કારણે કંપનીના 749 રૂપિયામાં ઉપલબ્ધ પ્લાનની કિંમત પહેલા ફરી વધીને 899 રૂપિયા થઈ ગઈ છે. Jio ફોન 4G અને VoLTE સક્ષમ ફીચર ફોન છે, જે ફક્ત Reliance Jio નેટવર્ક પર કામ કરે છે. Jioના દેશભરમાં 400 મિલિયનથી વધુ ગ્રાહકો છે, જેમાંથી 100 મિલિયન એકલા JioPhoneના છે. અગાઉ, કંપનીએ ડિસેમ્બરમાં તેના 155 રૂપિયા અને 185 રૂપિયાના JioPhone પ્લાનની કિંમતોમાં વધારો કર્યો હતો.
28 દિવસની વેલિડિટીવાળા JioPhoneના રૂ. 155ના પ્લાન માટે હવે ગ્રાહકોએ રૂ. 186 ચૂકવવા પડશે. આ પ્લાન હેઠળ ગ્રાહકોને 1 GB ડેટા મળતો હતો. આ સાથે, ગ્રાહકોને હવે JioPhoneના 185 રૂપિયાના પ્લાન માટે 222 રૂપિયા ચૂકવવા પડશે. કંપનીએ આ પ્લાનમાં પણ 20 ટકાનો વધારો કર્યો છે. આ પ્લાનની વેલિડિટી પણ 28 દિવસની છે. આ પ્લાન હેઠળ યુઝર્સને દરરોજ 2 જીબી ડેટા મળે છે.
JioPhoneના 749 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો હવે ગ્રાહકોએ આ માટે 899 રૂપિયા ચૂકવવા પડશે. કંપનીએ આ પ્લાનમાં 150 રૂપિયાનો વધારો કર્યો છે. આ પ્લાન હેઠળ 28 દિવસ માટે 2 GB ડેટા ઉપલબ્ધ હતો. આ પ્લાનની વેલિડિટી 336 રૂપિયા હતી.
મે મહિનામાં CRISILના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આગામી દિવસોમાં દેશના ત્રણ મોટા ટેલિકોમ ઓપરેટર્સ ફરી એકવાર ટેરિફ પ્લાનમાં વધારો કરી શકે છે. રિપોર્ટ અનુસાર, આ વધારા બાદ નાણાકીય વર્ષ 2023 દરમિયાન કંપનીઓની આવકમાં 20 થી 25 ટકાનો વધારો જોવા મળશે. બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ગ્રોથ પ્રતિ યુઝરની સરેરાશ આવકના આધારે થશે. આગામી દિવસોમાં ટેલિકોમ કંપનીઓ માટે નેટવર્ક અને સ્પેક્ટ્રમમાં રોકાણ કરવું ખૂબ જ જરૂરી છે.