Jeff Bezos 5 જુલાઈએ તેમનું પદ છોડશે, 27 વર્ષ પહેલા આજ તારીખે કંપનીની શરૂઆત કરી હતી

|

May 28, 2021 | 8:24 AM

એમેઝોન(Amazon)ના સીઈઓ જેફ બેઝોસે(Jeff Bezos) તેમના પદ પરથી રાજીનામું આપવાની તારીખ જાહેર કરી છે.

Jeff Bezos 5 જુલાઈએ તેમનું પદ છોડશે, 27 વર્ષ પહેલા આજ તારીખે કંપનીની શરૂઆત કરી હતી
Jeff Bezos - CEO, Amazon

Follow us on

એમેઝોન(Amazon)ના સીઈઓ જેફ બેઝોસે(Jeff Bezos) તેમના પદ પરથી રાજીનામું આપવાની તારીખ જાહેર કરી છે. તેમણે કહ્યું કે તેઓ 5 જુલાઈ 2021 ના ​​રોજ સીઈઓનું પદ છોડશે. જેફ બેઝોસ પછી એમેઝોન એક્ઝિક્યુટિવ એન્ડી જેસી (Andy Jassy) આ પદ સંભાળશે. જેફ બેઝોસે આશરે 27 વર્ષ પહેલા ઇન્ટરનેટ પર કેટલીક પુસ્તકો વેચવા સાથે આ કંપની શરૂ કરી હતી અને કંપનીને આ મુકામ પર લાવવામાં કોઈ કસર છોડી નથી.

એક નિવેદનમાં બેઝોસે જણાવ્યું હતું કે મેં બરાબર 27 વર્ષ પહેલા 1994 માં 5 જુલાઈએ મારી કંપની સ્થાપી હતી અને 5 જુલાઈ, 2021 ના ​​રોજ હું મારું પદ છોડીશ. ખૂબ ભાવુક થઇ શેરહોલ્ડરોને આ વિશે માહિતી આપી હતી આ સિવાય તેમણે જણાવ્યું હતું કે તેઓ બેઝોસ અર્થ ફંડ, બ્લુ ઓરિજિન સ્પેસ શિપ કંપની, એમેઝોન ડે વન વન ફંડ અને ધ વોશિંગ્ટન પોસ્ટ જેવા અન્ય સાહસો પર ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના ધરાવે છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ફેબ્રુઆરીમાં પદ છોડવાની જાહેરાત કરી હતી
ફેબ્રુઆરીમાં જેફ બેઝોસે એક સત્તાવાર જાહેરાત કરી હતી કે તેઓ એન્ડી જેસીને એમેઝોનના નવા સીઇઓ બનાવશે. જેસીએ તેમની ઇનિંગની શરૂઆત વર્ષ 1997 માં એમેઝોન સાથે કરી હતી. કંપનીની વેબસાઇટ અનુસાર તેમણે હોવર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એમબીએ કર્યું છે. તેણે એમેઝોન વેબ સેવાઓ શરૂ કરી જે બાદમાં ક્લાઉડ પ્લેટફોર્મમાં ફેરવાયું હતું, કંપનીના લાખો યુઝર્સ છે. જેસીની હાલની જવાબદારીઓ કોને સોંપવામાં આવશે તે કંપનીએ જણાવ્યું નથી.

Next Article