જનતા પાર્ટીની સરકારે કરેલા એક ફેંસલાએ બદલ્યું હતું અઝીમ પ્રેમજીનું નસીબ અને વિપ્રોની સફળતાના ગ્રાફે આકાશને આંબ્યું,વાંચો શું હતો એ નિર્ણય

|

Jul 29, 2020 | 8:00 AM

દેશનાં 17માં સૌથી અમીર વ્યક્તિ અને IT કંપની વિપ્રોનાં ચેરમેન અઝીમ પ્રેમજીને પૈસા સાથે ઉદારતા માટે પણ જાણવામાં આવે છે. એક જમાનામાં ખાધ્ય તેલ તૈયાર કરવા વાળી કંપની ઈન્ડિયન વેજીટેબલ પ્રોડક્ટસને વિપ્રો તરીકે સ્થાપિત કરવાનું શ્રેય અઝીમ પ્રેમજીને જાય છે કે જેમણે 1966માં પિતાનાં નિધન પછી ધંધાની કમાન સંભાળી હતી. હાલમાં જ તે 75 વર્ષનાં […]

જનતા પાર્ટીની સરકારે કરેલા એક ફેંસલાએ બદલ્યું હતું અઝીમ પ્રેમજીનું નસીબ અને વિપ્રોની સફળતાના ગ્રાફે આકાશને આંબ્યું,વાંચો શું હતો એ નિર્ણય
http://tv9gujarati.in/janta-party-ni-s…fdta-na-toch-par/

Follow us on

દેશનાં 17માં સૌથી અમીર વ્યક્તિ અને IT કંપની વિપ્રોનાં ચેરમેન અઝીમ પ્રેમજીને પૈસા સાથે ઉદારતા માટે પણ જાણવામાં આવે છે. એક જમાનામાં ખાધ્ય તેલ તૈયાર કરવા વાળી કંપની ઈન્ડિયન વેજીટેબલ પ્રોડક્ટસને વિપ્રો તરીકે સ્થાપિત કરવાનું શ્રેય અઝીમ પ્રેમજીને જાય છે કે જેમણે 1966માં પિતાનાં નિધન પછી ધંધાની કમાન સંભાળી હતી. હાલમાં જ તે 75 વર્ષનાં થયા. વિતેલા 54 વર્ષમાં વિપ્રોને નવી ઉંચાઈ પર લઈ જવાનું કામ તેમણે કર્યું છે, પ્રેમજી તે વખતે અમેરિકાની સ્ટેનફર્ડ યુનિવર્સીટીથી ઈલેકટ્રીકલ એન્જીનીયરીંગમાં ગ્રેજ્યુએશન કરી રહ્યા હતા, જ્યારે તેમને તેમના પિતાજીનાં નિધનનાં સમાચાર મળ્યા ત્યાર બાદ તેમણે બખુબીથી વેપારને સંભાળી લીધો અને કદી પાછળ ફરીને જોયું નથી. જો કે વિપ્રોને સૌથી મોટો ઉછાળ પોતાના કોઈ પ્રયાસથી નહી પરંતુ સરકારનાં એક ફેંસલાના કારણે મળ્યો હતો.

ખુદ અઝીમ પ્રમજીએ એક વાર કહ્યું હતું કે 1977માં જનતા પાર્ટીની સરકાર સમયે તેમણે કરેલા એક નિર્ણયનો મોટો ફાયદો થયો હતો, જેને લઈને દુનીયાની દિગ્ગજ IT કંપની IBMને ભારત છોડવું પડ્યું હતું. દેશમાં ઈમરજન્સી હટ્યા બાદ પહેલી વાર બિન કોંગ્રેસી સરકારની રચના થઈ હતી, જનતા પાર્ટીની આ સરકારમાં વડાપ્રધાન હતા મોરારજી દેસાઈ કે જેમાં નિર્ણય લેવાયો કે 60% કર્મચારી ભારતીય હોવા જોઈએ જેને લઈને IBMમાં ખેંચતાણ ચાલી અને અંતે તે ભારત છોડી ગઈ. આ સ્થિતિ બાદ ભારતમાં કોમ્પ્યુટર ટેકનિક માટેનાં નવા અવસર ખુલ્યા અને સરકારે પણ દેશમાં કોમ્પ્યુટર એજ્યુકેશનને વધારે સારી રીતે પ્રોમોટ કરવાનું શરૂ કરી દીધું હતું. પ્રેમજી કહે છે કે આ જ તકને ઝડપી લઈને તેમણે કોમ્પ્યુટર બનાવવાની દિશામાં પ્રયાસ શરૂ કરૂ દીધા અને 1981માં વિપ્રોએ કોમ્પ્યુટર બનાવવાની શરૂઆત કરી હતી પછી વિપ્રોની ઓળખ દુનિયાભરમાં ફેલાવા લાગી અને તેમને IT કંપનીની ઓળખ પણ મળી. એટલું જ નહી તેમના આ ફેંસલા ને લઈને HCLને પણ મદદ મળી હતી.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

Next Article