Income Tax Return (ITR) Filing: આવકવેરા(Income Tax) વિભાગે રવિવારે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2020-21 માટે 25 ડિસેમ્બર સુધી, 4.43 કરોડથી વધુ આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે. તેમાં 25 ડિસેમ્બરે 11.68 લાખથી વધુ આવકવેરા રિટર્નનો પણ સમાવેશ થાય છે. એક ટ્વીટમાં આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે ફાઇલ કરાયેલ કુલ રિટર્નમાંથી 2.41 કરોડથી વધુ ITR-1 અને લગભગ 1.09 કરોડ ITR-4 છે. આ રિટર્ન નાણાકીય વર્ષ 2020-21 (આકારણી વર્ષ 2021-22) માટે ફાઇલ કરવામાં આવ્યા છે.
ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે 25 ડિસેમ્બર, 2021 સુધી કુલ 4,43,17,697 ITR ફાઇલ કરવામાં આવ્યા છે જેમાંથી 11,68,027 ITR એ જ દિવસે ફાઇલ કરવામાં આવ્યા હતા.
Here are the statistics of Income Tax Returns filed till 25.12.2021.
A total of 4,43,17,697 #ITRs have been filed upto 25.12.2021 including 11,68,027 #ITRs having been filed on the day itself.
For any assistance, pl connect on orm@cpc.incometax.gov.in
We will be glad to assist! pic.twitter.com/EtJnyxsGpp— Income Tax India (@IncomeTaxIndia) December 26, 2021
વિભાગે કરદાતાઓને એસએમએસ અને ઈમેલ મોકલીને સમયસર રિટર્ન ફાઈલ કરવાનું યાદ અપાવ્યું છે. વ્યક્તિગત ITR ફાઇલ કરવાની વિસ્તૃત સમયમર્યાદા 31 ડિસેમ્બરે સમાપ્ત થાય છે.
જો તમે હજુ સુધી તમારું ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કર્યું નથી તો શક્ય તેટલું જલ્દી કરો. અન્યથા તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. નવા પોર્ટલ પર ITR કેવી રીતે ફાઇલ કરવું તે પણ જાણો કારણ કે પદ્ધતિઓ બદલાઈ ગઈ છે. નવું પોર્ટલ પહેલા કરતા વધુ સરળ છે અને એકવાર તમે લોગીન થઈ જાઓ તો રિટર્ન ફાઈલ કરવામાં કોઈ સમસ્યા નહીં રહે. ચાલો જાણીએ કે પોર્ટલ પર ITR કેવી રીતે ફાઇલ કરવું.
આ સ્ટેપ્સને અનુસરો
આ પણ વાંચો : KUTCH : અદાણી ટ્રાન્સમિશનને ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી ઇવેક્યુએશન સિસ્ટમ્સનો 35 વર્ષનો પ્રોજેક્ટ મળ્યો