જેમ જેમ ITR ફાઇલ કરવાની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ રિટર્ન ફાઇલ કરવાની ઝડપ પણ વધી છે. આવકવેરા(Income Tax) વિભાગે બુધવારે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2020-21 માટે અત્યાર સુધીમાં 5 કરોડથી વધુ ઇન્કમટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવામાં આવ્યા છે.
આવકવેરા વિભાગે તેના ટ્વીટમાં જણાવ્યું હતું કે 50 મિલિયનથી વધુ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. જેમ જેમ રિટર્ન ભરવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ITRની સંખ્યા ઝડપથી વધી રહી છે. બીજી તરફ આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 2019-20 માટે ITR જમા કરાવનારા કરદાતાઓને રાહત આપતાં કહ્યું છે કે જે કરદાતાઓએ રિટર્નનું ઈ-વેરિફિકેશન કર્યું નથી તેઓ 28 ફેબ્રુઆરી, 2022 સુધીમાં આ કામ પૂર્ણ કરી શકે છે.
More than 5 crore Income Tax Returns for AY 2021-22 filed till 5:45pm today!
Hope you have filed yours too!
If not, please file your #ITR for AY 2021-22 before the extended due date of 31st December, 2021.
Please visit https://t.co/GYvO3n9wMf #FileNow #ITR pic.twitter.com/LLBDgAm2Lj— Income Tax India (@IncomeTaxIndia) December 29, 2021
જો ITR નહી ભરો તો થશે નુકસાન
જો તમે હજુ સુધી રિટર્ન ફાઈલ કર્યું નથી તો તરત જ ભરો કારણ કે જો તમે છેલ્લી તારીખ સુધીમાં રિટર્ન ફાઈલ નહીં કરો તો તમને દંડ કરવામાં આવશે. તમારે એક હજાર રૂપિયા સુધી ચૂકવવા પડશે. જો તમારી પાસે ટેક્સ બાકી હોય અને તમે 31 ડિસેમ્બર સુધીમાં રિટર્ન ફાઇલ ન કરો તો તમારે એક દિવસના વિલંબ માટે પણ આખા મહિના માટે 1 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે. જો તમારો ટેક્સ વધુ કાપવામાં આવ્યો હોય અને તમે રિફંડ મેળવવા ઈચ્છો છો તો તમને આ રિફંડ મેળવવામાં પણ વિલંબ થશે. તમે માર્ચ 2022 સુધીમાં સુધારેલા અથવા વિલંબિત રિટર્ન ફાઇલ કરી શકશો. જો તમે 31મી તારીખ ચૂકી જશો તો માર્ચ 2022 સુધીમાં તમારી પાસે આ રિટર્ન ભરવા માટે માત્ર ત્રણ મહિનાનો સમય હશે. જો તમે માર્ચ 2022ની તારીખ ચૂકી જશો તો તમને તક મળશે નહીં. જો તમે છેલ્લી તારીખ સુધી પણ રિટર્ન ફાઈલ ન કરો તો તમને આવકવેરા કાયદાની કલમ 142 હેઠળ નોટિસ મળી શકે છે.
દોઢ લાખ કરોડ રૂપિયાનું રિફંડ જારી કરવામાં આવ્યું
આવકવેરા વિભાગે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 1.45 કરોડ કરદાતાઓને 1.49 લાખ કરોડ રૂપિયાના ટેક્સ રિફંડ જારી કર્યા છે. વિભાગે મંગળવારે આ માહિતી આપી હતી. આવકવેરા વિભાગે ટ્વીટ કર્યું કે આમાં મૂલ્યાંકન વર્ષ 2021-22 (31 માર્ચ, 2021 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ) માટે જારી કરાયેલા રૂ 21,021 કરોડના 1.07 કરોડ રિફંડનો સમાવેશ થાય છે. વિભાગે માહિતી આપી હતી કે નાણાકીય વર્ષ 2020-21 માટે 27 ડિસેમ્બર સુધી 4.67 કરોડથી વધુ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. વિભાગે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે 1.42 કરોડ એકમોને 50,793 કરોડ રૂપિયા આવકવેરો રિફંડ કરવામાં આવ્યું છે. તેવી જ રીતે 2.19 લાખ કેસમાં રૂ. 98,504 કરોડનો કોર્પોરેટ ટેક્સ રિફંડ કરવામાં આવ્યો છે. “સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) એ એપ્રિલ 1 2021 થી 27 ડિસેમ્બર 2021 દરમિયાન 1.45 કરોડ કરદાતાઓને 1,49,297 કરોડ રૂપિયા રિફંડ કર્યા છે” તેમ વિભાગે જણાવ્યું હતું.
આ પણ વાંચો : ઓમિક્રોનની વધતી અસરથી ચિંતિત RBI, કહ્યું રીકવરીની સામે મોટો પડકાર બન્યું મહામારીનું સ્વરૂપ
આ પણ વાંચો : આવકવેરા વિભાગે કરદાતાઓને આપી મોટી રાહત, ITR વેરીફાઈ માટે લંબાવાઈ સમય મર્યાદા,જાણી લો છેલ્લી તારીખ