ITC Q4 Result : કંપનીએ જાન્યુઆરી થી માર્ચ દરમ્યાન 3,748 કરોડ રૂપિયા નફો કર્યો, શેરદીઠ 5.75 રૂપિયા ડિવિડન્ડ જાહેર કરાયું

|

Jun 02, 2021 | 8:30 AM

FMCG-સિગારેટ-હોટલ ક્ષેત્રે વેપાર કરતી કંપની ITCએ તેના ચોથા ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. જાન્યુઆરી-માર્ચ દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો 3,748.4 કરોડ રૂપિયા હતો.

ITC Q4 Result : કંપનીએ જાન્યુઆરી થી માર્ચ દરમ્યાન 3,748 કરોડ રૂપિયા નફો કર્યો, શેરદીઠ 5.75 રૂપિયા ડિવિડન્ડ જાહેર કરાયું
ITC એ શેરદીઠ રૂપિયા 5,75 ડિવિડન્ડ જાહેર કર્યું છે.

Follow us on

FMCG-સિગારેટ-હોટલ ક્ષેત્રે વેપાર કરતી કંપની ITCએ તેના ચોથા ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. જાન્યુઆરી-માર્ચ દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો 3,748.4 કરોડ રૂપિયા હતો. જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ.3,797 કરોડના નફાથી ઓછો છે.

આ સમયગાળા દરમિયાન કારોબારમાંથી કંપનીની આવક એકસાઇઝ ડ્યુટીને બાદ કરતાં 22.6% વધીને રૂ 13,294 કરોડ થઈ છે. જે અગાઉના વર્ષમાં 10,665 કરોડ રૂપિયા હતી. બીએસઈના ફાઇલિંગમાં કંપનીએ કુલ રૂ 10,075 કરોડનો ખર્ચ નોંધાવ્યો હતો જેમાં વધારો 31.5% નો થયો છે.

વૈવિધ્યસભર વ્યવસાય સાથે સંકળાયેલા આઇટીસીએ માર્ચ ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે તેનો નફો 1.3 ટકાનો ઘટાડો જાહેર કર્યો છે. પ્રોફિટ પાર ટેક્સની વધારે કોસ્ટની અસર કંપનીના નફા પર પડી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ચોથા ક્વાર્ટરમાં ITCના વિવિધ સેગમેન્ટના ત્રિમાસિક પરિણામો

>>કંપનીના કુલ વેપારમાં સિગારેટનો વ્યવસાય 41% છે. તે વાર્ષિક ધોરણે 14.2% વધીને રૂ 5,859 કરોડ થઈ છે. તેની ઇબીઆઇટીડીએ પણ ચોથા ક્વાર્ટરમાં 7.7% વધીને 3,666 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.

>>ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરની સરખામણીએ એફએમસીજી સેગમેન્ટની આવક 15.8% વધીને 3,687 કરોડ રૂપિયા થઈ છે. ઇબીઆઇટીડીએ પણ 28.4% વધીને રૂ 188.63 કરોડ થયો છે.

>>હોટલ સેગમેન્ટમાં માર્ચ ક્વાર્ટરમાં ખરાબ અસર થઈ છે. મહામારી ફરી દસ્તક દેવા સાથે વાર્ષિક ધોરણે આવક 38.2% ઘટી રૂ 287.77 કરોડ થઈ છે. એ જ રીતે એબિટ્ડાનું નુકસાન 40.1 કરોડ રૂપિયા રહ્યું

>>એગ્રી બિઝનેસમાં સારો વેપાર થયો છે. જાન્યુઆરીથી માર્ચ દરમિયાન સેગમેન્ટની આવક 78.5% વધીને 3,368.92 કરોડ રૂપિયા થઈ છે. એબિટ્ડા પણ 54.2% વધીને 189.85 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.

>>પેપરબોર્ડ, પેપર અને પેકેજિંગ બિઝનેસમાં કંપનીની આવક વૃદ્ધિ 13.5% વધીને રૂ 1,655.91 કરોડ થઈ છે. એ જ રીતે સેગમેન્ટની ઇબીઆઇટીડીએ પણ 13.1% વધીને 323.25 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે

>>કંપનીના બોર્ડે શેર દીઠ રૂ 5.75. નું વચગાળાનું ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે.

Next Article