ITC : 52 સપ્તાહની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો શેર, સ્ટોક ખરીદવો , વેચવો કે હોલ્ડ કરવો! જાણો શું છે રોકાણકારો માટે નિષ્ણાંતોની સલાહ

|

Sep 22, 2021 | 9:03 AM

હવે ITC નો શેર ફરી દોડવા લાગ્યો છે. ITC ના શેર મંગળવારે 3% વધીને 52 સપ્તાહની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર દિવસના ટ્રેડિંગ દરમિયાન ITC ના શેર રૂ 242.35 સુધી પહોંચી ગયા હતા.

સમાચાર સાંભળો
ITC : 52 સપ્તાહની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો શેર, સ્ટોક ખરીદવો , વેચવો કે હોલ્ડ કરવો! જાણો શું છે રોકાણકારો માટે નિષ્ણાંતોની સલાહ
ITC Limited

Follow us on

ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોમાં જો કોઈ પણ શેરની સૌથી વધુ ચર્ચા થઈ હોય તો તે ITC છે. લાંબા સમયથી આ સ્ટોક એકજ પ્રાઇસ ઝોનમાં ટ્રેડ થઇ રહ્યો હતો. કેન્યુઆરી 1999 માં ૧૬.૯૦ રૂપિયાની કિંમતે લિસ્ટ થયેલી શેર એપ્રિયલ ૨૦૧૮માં ૩૧૩ સુધી જોવા મળ્યો હતો જે વર્ષ ૨૦૧૯ બાદ સરકીને ૩૦૦ રૂપિયા નીચે આવી ગયો હતો જે બાદ આ સ્તરે જોવા મળ્યો નથી.

હવે ITC નો શેર ફરી દોડવા લાગ્યો છે. ITC ના શેર મંગળવારે 3% વધીને 52 સપ્તાહની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર દિવસના ટ્રેડિંગ દરમિયાન ITC ના શેર રૂ 242.35 સુધી પહોંચી ગયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી રોકાણકારો ITC માં ઘણો રસ દાખવી રહ્યા છે. પરિણામે છેલ્લા એક મહિનામાં શેરના ભાવમાં 15% નો વધારો થયો છે. આમાંથી 12 ટકાનો લાભ છેલ્લા 4 દિવસમાં જ આવ્યો છે.

વર્તમાન સ્તરે આકર્ષક સ્થિતિ
નિફ્ટીના એફએમસીજી ઇન્ડેક્સમાં પણ મંગળવારે વધારો જોવા મળ્યો હતો. વિશ્લેષકોનું કહેવું છે કે FMCG સેક્ટરમાં રિકવરી અને સિગારેટના ભાવમાં વધારો ITC ના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ITC ના શેર લાંબા સમય સુધી એક જ રેન્જમાં વેપાર કરતા હતા. જો કે, નિષ્ણાતોનું કહેવું છે કે કંપની તેના વર્તમાન સ્તરે આકર્ષક સ્થિતિ દેખાઈ રહી છે અને વધુ વેગ આપી શકે છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ટાર્ગેટ પ્રાઇસ
દરમિયાન વૈશ્વિક બ્રોકરેજ કંપની જેફરીઝે સ્ટોક પર બાય રેટિંગ જાળવી રાખ્યું છે અને શેર માટે લક્ષ્ય ભાવ રૂ 245 થી વધારીને રૂ 300 કર્યો છે. જેફરીઝે કહ્યું કે, સિગાર અને તમાકુ પરના ટેક્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને જીએસટી કાઉન્સિલની બેઠકમાં તેમના પર કોઈ વધારાનો સેસ લાદવામાં આવ્યો નથી.

આગામી ક્વાર્ટરમાં વેચાણ અને આવકમાં વધારો થશે
“એફએમસીજી ક્ષેત્ર રિકવરીના માર્ગ પર છે અને અપેક્ષા છે કે કંપનીના સિગારેટનું વેચાણ અને આવકમાં આગામી ત્રિમાસિક ગાળામાં વધારો થશે તેમ બ્રોકરેજ ફર્મે જણાવ્યું હતું. તેઓ માને છે કે કંપનીના શેરમાં તાજેતરના ઉછાળા છતાં તે આકર્ષક વેલ્યુએશન પર વેપાર કરી રહી છે. આ સ્ટોક 5% ઉપજ આપે છે. મંગળવારે ITC ના શેર 3.34%ના વધારા સાથે 241.40 પ્રતિ શેર પર વેપાર કરી રહ્યા હતા અને આ સ્તરે શેર બંધ થયો હતો.

 

આ પણ વાંચો : Multibagger Stock: આ શેરે 10 વર્ષમાં 1 લાખ રૂપિયાના બનાવ્યા 10 કરોડ, શું છે તમારી પાસે છે?

 

આ પણ વાંચો : શું તમે ચોર બજારમાંથી ખરીદી કરો તો પોલીસ તમને પકડી શકે છે ? જાણો દેશના 5 મોટા ચોરબજાર ક્યાં છે સાથે શું છે તેની ખાસિયત

 

Next Article