લોન લેતી વખતે યોગ્ય લોન ઑફર પસંદ કરવી ખૂબ જ જરૂરી, નહીંતર પાછળથી પસ્તાવાનો વારો આવી શકે છે

|

Mar 18, 2022 | 8:34 AM

લોન લેતા પહેલા તમામ પ્રકારની માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે. આ માટે તમે એકથી વધુ બેંકોની લોન ઓફર ચેક કરી શકો છો. એક કરતાં વધુ લોન ઓફર તપાસવાથી વિવિધ વિકલ્પો જોવા મળે છે.

લોન લેતી વખતે યોગ્ય લોન ઑફર પસંદ કરવી ખૂબ જ જરૂરી, નહીંતર પાછળથી પસ્તાવાનો વારો આવી શકે છે
Symbolic Image

Follow us on

આજકાલ જો કોઈને પૈસાની જરૂર હોય અને જો તેની પાસે સિબિલ સ્કોર(CIBIL SCORE) સારો હોય તો તે સરળતાથી લોન(LOAN) મેળવી શકે છે. બેંકો અને વિવિધ નાણાકીય કંપનીઓમાં લોનની સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ લોન લેતા પહેલા તમામ પ્રકારની માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે. આ માટે તમે એકથી વધુ બેંકોની લોન ઓફર ચેક કરી શકો છો. એક કરતાં વધુ લોન ઓફર(LOAN OFFER) તપાસવાથી વિવિધ વિકલ્પો જોવા મળે છે. વિવિધ પ્રકારની લોન ઑફર્સ વિશે યોગ્ય માહિતી મેળવ્યા પછી જ લોન લેવી શાણપણની વાત છે. આ તમને વ્યાજ દર, લોનની મુદત વગેરે વિશે સચોટ માહિતી આપે છે.

લોન પર વ્યાજ દર

લોન લેતી વખતે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે બેંક તમને કયા વ્યાજ દરે લોન આપી રહી છે. જો તમારો CIBIL સ્કોર સારો છે તો તમને ઓછા વ્યાજ દરે લોનની સુવિધા મળે છે. બેંકો હાઈ રિસ્ક લોન પર વ્યાજના ઊંચા દર વસૂલે છે. આ સાથે જ ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે તમે ઓછામાં ઓછી ત્રણથી ચાર બેંકોમાં લોન ઑફર ચેક કરો. ત્યારપછી દરેકની સરખામણી કર્યા પછી જ લોન લો. તમારી EMI પણ વ્યાજ દરના આધારે નક્કી કરવામાં આવે છે.

બેંકો કેટલો ચાર્જ વસુલે છે?

લોન લેતા પહેલા એ વાતનું ખાસ ધ્યાન રાખો કે લોનના બદલામાં બેંકો તમારી પાસેથી કેટલી પ્રોસેસિંગ ફી વસૂલે છે. જો કે ઘણા પ્રસંગોએ બેંકો ગ્રાહકોને પ્રોસેસિંગ ફી પર વિશેષ ડિસ્કાઉન્ટ પણ આપે છે. તેથી લોન લેતા પહેલા તમામ બેંકોના વ્યાજ દર તેમજ પ્રોસેસિંગ ફીની સરખામણી કરો. તમારા માટે શ્રેષ્ઠ કામ કરે તે એક પસંદ કરો.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

લોનની ચુકવણીનો સમયગાળો

લોનની ચુકવણી માટે સમયગાળો તપાસવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. હોમ લોન સામાન્ય રીતે 10 થી 30 વર્ષ સુધી ચાલે છે. લોન લેવાના સમયથી લઈને તેની સંપૂર્ણ ચુકવણી ક્યારે થશે, લોનની કેટલી EMI બધું નક્કી કરશે. લોન લીધા પછી તેને ચૂકવવાની શરત અને બાકીના નિયમોને પણ વાંચવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી આ બધી બાબતોને યોગ્ય રીતે તપાસ્યા પછી અને બેંક લોનની બાકીની શરતોને જાણ્યા પછી લોન લેવાનું નક્કી કરો.

આ પણ વાંચો : Paisabazaar દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં કર્યું છે રોકાણ? તો 25 માર્ચથી બંધ થઈ જશે એકાઉન્ટ, કંપનીએ કહી આ વાત

આ પણ વાંચો : MONEY9: શું તમને ખબર છે લોન અંગે વારંવાર પુછપરછ કરવાથી પણ તમારો ક્રેડિટ સ્કોર બગડે છે?

Next Article