શું ચલણમાંથી 2000 રૂપિયાની નોટ ગાયબ થવાની છે? વ્યવહારમાં સતત ઘટાડાઈ રહ્યું છે દેશનું સૌથી મોટું ચલણ

|

May 29, 2021 | 6:09 PM

નાણાકીય વર્ષ 2021-22માં ભારતીય રિઝર્વ બેંક (RBI)એ 2000 રૂપિયાની નવી નોટો વ્યવહારમાં મુકવાની બંધ કરી છે.

શું ચલણમાંથી 2000 રૂપિયાની નોટ ગાયબ થવાની છે? વ્યવહારમાં સતત ઘટાડાઈ રહ્યું છે દેશનું સૌથી મોટું ચલણ
2000 રૂપિયાની નોટ ભારતમાં હાલ દેશનું સૌથી મોટું ચલણ છે.

Follow us on

નાણાકીય વર્ષ 2021-22માં ભારતીય રિઝર્વ બેંક (RBI)એ 2000 રૂપિયાની નવી નોટો વ્યવહારમાં મુકવાની બંધ કરી છે. એટલુંજ નહિ પણ વર્ષ ૨૦૧૯ થી રૂપિયા 2000 ની ચલણી નોટોનું છાપવાનું બંધ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે 2000 રૂપિયાની નોટ ભારતમાં હાલ દેશનું સૌથી મોટું ચલણ છે. આ તમામ વચ્ચે પ્રશ્ન ઉઠે કે શું RBI રૂપિયા 2000 ની ચલણી નોટ વ્યવહારમાંથી હટાવવા જઈ રહી છે?

ભારતના વ્યવહારમાં ૮૫.૭ ટકા જેટલી રુપિયા 500 અને 2000 ની નોટ
આરબીઆઈએ તેના વાર્ષિક અહેવાલ 2021 માં આ વિગતો જણાવી છે. એવું કહેવામાં આવ્યું છે કે દેશની તમામ મૂલ્યવાળી નોટોના 85.7 ટકા જેટલી રુપિયા 500 અને 2000 રૂપિયાની સૌથી વધુ બે નોટ છે. ઉપયોગની દ્રષ્ટિએ જોઈએ તો મોટી ચલણી મોટ મોટા વ્યવહારો માટે સરળ સાબિત થતી હોય છે. મોટા વ્યવહારો માટે આ નોટની સંખ્યા ઓછી રહેતી હોવાથી સરળતા રહે છે.

RBI મોટી રકની નોટ ઘટાડવા માંગે છે?
એવું અનુમાન છે કે ભારતની સેન્ટ્રલ બેંક દેશની સૌથી રકમની ચલણી નોટની સંખ્યા ઘટાડવા માંગે છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ૨૦૦૦ રૂપિયાની નવી ચલણી નોટ છાપવાનું બંધ કરવાનું અને નવી નોટ વ્યવહારમાં મુકવાનું બંધ કરવામાં આવ્યું છે. RBI મોટી નોટની સંખ્યા ઘટાડવા જઈ રહી હોવાનું મનાય છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

નિર્ણય પાછળ સુરક્ષાનું કારણ
આ મામલે પ્રશ્નો ઉઠ્યા ત્યારે વર્ષ 2020 માં આરબીઆઈએ જણાવ્યું હતું કે રૂ 2000 ની નોટની છાપકામ પાછળથી 2019 માં બંધ કરી દેવામાં આવી હતી. આરબીઆઈએ 2000 રૂપિયાની નોટ છાપવાનું બંધ કરવાના પગલા પાછળ સુરક્ષાની ચિંતા ટાંકી હતી.

જાણો કાયા વર્ષમાં ૨૦૦૦ રૂપિયાની કેટલી નોટ વ્યવહારમાં હતી
2018 – 33,632
2019 – 32,910
2020 – 27,398

 

Next Article