IPO પહેલા અનલિસ્ટેડ માર્કેટમાં શેરમાં રોકાણ કરવું લાભદાયક કે નુકસાનકારક? જાણો શું છે નિષ્ણાતનો અભિપ્રાય

|

Sep 12, 2021 | 1:55 PM

નિયમ મુજબ જો કોઈ અનલિસ્ટેડ શેર ખરીદે છે અને તે કંપની શેરબજારમાં લિસ્ટેડ થાય છે તો રોકાણકારે ઓછામાં ઓછા છ મહિના સુધી રોકાણ રાખવું પડશે. આ લોક-ઇન પીરિયડ છે.

સમાચાર સાંભળો
IPO પહેલા અનલિસ્ટેડ માર્કેટમાં શેરમાં રોકાણ કરવું લાભદાયક કે  નુકસાનકારક? જાણો શું છે નિષ્ણાતનો અભિપ્રાય
Stock Market

Follow us on

શેરબજાર હાલમાં વિક્રમી સપાટી પર છે. આ સ્થિતિમાં કંપનીઓ તકનો લાભ લેવા IPO લાવી રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં ડઝનબંધ IPO આવ્યા છે અને ઘણા હજુ આવવાના બાકી છે. ઘણા રોકાણકારો એવા પણ છે જે IPO આવે તે પહેલા ગ્રે માર્કેટ માર્કેટમાં તે કંપનીના શેર ખરીદે છે. તેમને આશા છે કે વળતર વધુ સારું રહેશે. શું આ રોકાણ કરવાની સાચી રીત છે?

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે બજાર તેજી દરમ્યાન ઘણા સફળ IPO આવી ચૂક્યા છે. આ સ્થિતિમાં તાજેતરના સમયમાં ઘણી કંપનીઓ પણ લિસ્ટ થઈ છે જે રોકાણકારોને અપેક્ષિત વળતર આપવામાં નિરાશ થઈ છે. એક અખબારી અહેવાલમાં આશિકા વેલ્થ એડવાઈઝરીના અમિત જૈન કહે છે કે જો કોઈ રોકાણકાર લાંબા સમય સુધી રોકાણ કરવા માંગતો હોય તો ગ્રે માર્કેટમાં ખરીદી કરવી એ યોગ્ય વિકલ્પ છે.

છ મહિનાનો લોક-ઇન પીરિયડ 
નિયમ મુજબ જો કોઈ અનલિસ્ટેડ શેર ખરીદે છે અને તે કંપની શેરબજારમાં લિસ્ટેડ થાય છે તો રોકાણકારે ઓછામાં ઓછા છ મહિના સુધી રોકાણ રાખવું પડશે. આ લોક-ઇન પીરિયડ છે. આવી સ્થિતિમાં જે રોકાણકારો આઈપીઓ પહેલા તેમાં રોકાણ કરે છે તેઓ કંપનીના લિસ્ટિંગ પછી છ મહિના સુધી બહાર નીકળી શકતા નથી. અગાઉ લોક-ઇન પીરિયડ 1 વર્ષનો હતો જે સેબી દ્વારા ઘટાડીને 6 મહિના કરવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

રોકાણકારોને આ કંપનીઓમાં રસ 
આગામી દિવસોમાં Mobikwik, Paytm, Sterlite Power Transmission જેવી કંપનીઓનો IPO આવનાર છે. ગ્રે માર્કેટ અથવા અનલિસ્ટેડ માર્કેટમાં આ શેર તરફ રોકાણકારોમાં ભારે ક્રેઝ છે.

અનલિસ્ટેડ માર્કેટમાં કિંમતમાં તફાવત દેખાઈ શકે છે
બજારના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, અનલિસ્ટેડ માર્કેટમાં કંપનીના શેરની કિંમત IPO ની ઇશ્યૂ કિંમત કરતા વધારે છે. ઉદાહરણ તરીકે રાકેશ ઝુનઝુનવાલાની ઇન્વેસ્ટમેન્ટ કંપની બાર્બેક્યુ નેશન ગ્રે માર્કેટમાં રૂ 900 ના સ્તરે વેપાર કરી રહી હતી જ્યારે આ આઇપીઓની ઇશ્યૂ પ્રાઇસ રૂ 500 હતી. આ અઠવાડિયે સ્ટોક રૂ 1134 પર બંધ થયો હતો જ્યારે અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર રૂ 1268 છે

નઝારાની અનલિસ્ટેડ કિંમત ખૂબ ઓછી હતી
બીજી બાજુ, રાકેશ ઝુનઝુનવાલા દ્વારા રોકાણ કરાયેલી અન્ય કંપની નાઝરા ટેક્નોલોજીસનો આઈપીઓ આવે તે પહેલા તેને ગ્રે માર્કેટમાં 400 રૂપિયાના સ્તરે મળી રહી હતી. IPO માટે ઇશ્યૂ પ્રાઇસ 1,100 રૂપિયાની નજીક હતી જ્યારે આ અઠવાડિયે તે 1785 રૂપિયા પર બંધ થયું હતું.

IPO ફાળવણી ન મળવાને કારણે આ વલણ
બજારના નિષ્ણાતો એમ પણ કહે છે કે શેરબજારમાં પૂરતી લીકવીડિટી છે, તેથી ઘણા રોકાણકારો આઇપીઓ ફાળવણીમાં શેર મેળવવામાં અસમર્થ છે. આ જ કારણ છે કે તેઓ ગ્રે માર્કેટ દ્વારા તેમાં પ્રવેશ લે છે. ઘણા રોકાણકારોને લાગે છે કે તેઓ બજારમાં શેર નહિ મળે, આવી સ્થિતિમાં તેઓ તેમની હાજરી માટે ગ્રે માર્કેટનો આશરો લે છે.

 

આ પણ વાંચો :  Digital Gold તેની ચમક ગુમાવી રહ્યું છે ? વાર્ષિક વેચાણમાં ઘટાડાના મળી રહ્યા છે સંકેત

 

આ પણ વાંચો : જો તમારો CIBIL SCORE 700 થી વધુ છે તો LIC હોમ લોનમાં આપશે મોટી રાહત, આ રીતે જાણો તમારી સ્થિતિ

Published On - 1:54 pm, Sun, 12 September 21

Next Article