શું માનવતા આ હદે મરી પરવારી છે કે SBI એ ગ્રાહકોને આ ચેતવણી આપવી પડી

|

Apr 25, 2021 | 12:57 PM

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ કરોડો ગ્રાહકો માટે એલર્ટ(Alert) જારી કર્યું છે.

શું માનવતા આ  હદે મરી પરવારી છે કે SBI એ ગ્રાહકોને આ ચેતવણી આપવી પડી
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ કરોડો ગ્રાહકો માટે એલર્ટ(Alert) જારી કર્યું છે. SBIએ આ ચેતવણી દ્વારા ગ્રાહકોને કહ્યું છે કે છેતરપિંડી કરનારા લોકો જીવન બચાવવા અને અન્ય દવાઓની મદદના બહાને આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોરોનાકાળમાં કેટલીક દવાઓની ખુબ અછત ઉભી થઇ છે જે મેળવવા લોકો મોટી કિંમત ચૂકવવા પણ તૈયાર થઇ રહ્યા છે.  બેંકે ગ્રાહકોને સલાહ આપી છે કે કોઈ પણ દવાઓ માટે પેમેન્ટ કે સહાય કરતા પહેલાં દાવાની પુષ્ટિ જરૂર કરવી જોઈએ. એસબીઆઈએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે.

ઉલ્લેખનીય છે કે કોરોના રોગચાળા દરમિયાન ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વધારો થતાં ઓનલાઇન ફ્રોડના કેસોમાં વધારો થયો છે. છેતરપિંડી કરનારા લોકોને ચૂનો ચોપડવા માટે નવી રીત અપનાવી રહ્યા છે. છેતરપિંડીના કારણે લોકો પોતાની પરસેવાની કમાણી ગુમાવી રહ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

 

બેંકો પણ છેતરપિંડી ટાળવા માટે ગ્રાહકોને સમયાંતરે ચેતવણી આપી રહી છે. આ જ ક્રમમાં SBIએ નવી ચેતવણી જારી કરી છે. SBIએ ટ્વિટમાં જણાવ્યું છે કે અમારા ધ્યાનમાં આવ્યું છે કે ભેજાબાજ લોકો બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવી દવાઓ પુરી પાડવાના વાયદા કરે છે.

બેંકે કહ્યું, અમે લોકોને આ દાવાઓની પુષ્ટિ કરવા અને યોગ્ય નિર્ણય લેવા સલાહ આપીશું. કૃપા કરીને ચુકવણી કરવા પહેલાં લાભાર્થીની સત્યતાની પુષ્ટિ કરવાની ખાતરી કરો.

 

Published On - 12:56 pm, Sun, 25 April 21

Next Article