CarTrade Tech નું થઇ રહ્યું છે લિસ્ટિંગ : શેર વેચવો, ખરીદવો કે હોલ્ડ રાખવો? જાણો શું છે નિષ્ણાંતોનો અભિપ્રાય

કારટ્રેડ ટેક શેર 1725 થી 1800 ની વચ્ચે લિસ્ટ થઇ શકે છે. આ સ્ટોક ઓવર પ્રાઇસ લાગે છે. જો કે લિસ્ટિંગ પછી પણ તેના શેરની માંગ ચાલુ રહી શકે છે કારણ કે તેને પહેલ કરવાનો ફાયદો મળી શકે છે.

સમાચાર સાંભળો
CarTrade Tech નું થઇ રહ્યું છે લિસ્ટિંગ : શેર વેચવો, ખરીદવો કે હોલ્ડ રાખવો? જાણો શું છે નિષ્ણાંતોનો અભિપ્રાય
CarTrade Tech IPO Listing
| Edited By: | Updated on: Aug 20, 2021 | 9:03 AM

CarTrade Tech IPO આજે લિસ્ટ થશે.આ IPO 20.29 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો. કંપનીનું ગ્રે માર્કેટમાં પ્રીમિયમ 180 રૂપિયાથી ઘટીને 120 રૂપિયા થઈ ગયું છે. IPO ની કિંમત રૂ1618 હતી પરંતુ તે રૂ 1738 પર ટ્રેડ થઈ રહ્યો છે એટલે કે માત્ર 7.4 ટકાના પ્રીમિયમ પર છે. IPO 9 ઓગસ્ટ, 2021 ના ​​રોજખુલ્યો હતો અને તે સમયે તે ગ્રે માર્કેટમાં રૂ400 ના પ્રીમિયમ પર વેપાર કરી રહ્યો હતો. આ સ્થિતિમાં શેરને રાખવો કે વેચી દેવો તે મૂંઝવણ ઉભી થઇ રહી છે.

આ સ્ટોક લાંબા ગાળા માટે સારો 
અનલિસ્ટેડઅરેના ડોટ કોમના સ્થાપક અભય દોશી જે આઇપીઓ પહેલા અને અનિલસ્ટેડ શેરોમાં ડીલ કરે છે તે કહે છે કે કારટ્રેડ ટેક શેર 1725 થી 1800 ની વચ્ચે લિસ્ટ થઇ શકે છે. આ સ્ટોક ઓવર પ્રાઇસ લાગે છે. જો કે લિસ્ટિંગ પછી પણ તેના શેરની માંગ ચાલુ રહી શકે છે કારણ કે તેને પહેલ કરવાનો ફાયદો મળી શકે છે. તેમના મતે લોન્ગ ટર્મ માટે તેને ટ્રેક કરવું વધુ સારું રહેશે.

કેપિટલવીયા ગ્લોબલ રિસર્ચના ઓટો એનાલિસ્ટ હર્ષ પાટીદારનું કહેવું છે કે IPO નો ક્રેઝ હવે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. બજારમાં હાલની નબળાઈને જોતા આઈપીઓને સારો પ્રતિસાદ નથી મળી રહ્યો. ખાસ કરીને ઓગસ્ટ IPO માટે સારો મહિનો રહ્યો નથી. પાટીદારનું કહેવું છે કે કારટ્રેડનો IPO ઓવરસબ્સ્ક્રાઇબ થયો હતો જે પ્રોત્સાહક છે. એવું લાગે છે કે તેનો IPO 15 થી 20 ટકાના વધારા સાથે લિસ્ટ થશે. રોકાણકારોએ તેની ટૂંકા ગાળાની અસ્થિરતાથી ડરવું જોઈએ નહીં. તેઓ તેને લાંબા ગાળા માટે રાખી શકે છે કારણ કે તેના ફંડામેન્ટલ્સ મજબૂત છે અને તે ભવિષ્યમાં સારું વળતર આપી શકે છે. કારના વેપારની ઘણી ચેનલો છે. તેમાં CarWale, CarTrade, Shriram Automall, BikeWale, CarTradeExchange, Adroit Auto, and AutoBiz નો સમાવેશ થાય છે.

પીઅર કંપનીઓમાં એકમાત્ર નફાકારક કંપની
હેમ સિક્યોરિટીઝના વરિષ્ઠ સંશોધન વિશ્લેષક આસ્થા જૈન કહે છે કે રોકાણકારો થોડો નફો બુક કરીને લાંબા ગાળા માટે બાકીનો સ્ટોક રાખી શકે છે. કંપની કારના વેચાણ માટે મુખ્ય બજાર તરીકે બજારમાં છે. કંપની પાસે માલિકીની એન્ડ-ટુ-એન્ડ ટેકનોલોજી પ્લેટફોર્મ છે. સોલ્યુશન માટે ડેટા સાયન્સ પર ધ્યાન કેન્દ્રિત છે. આ કિસ્સામાં કંપની સારી દેખાય છે. તે જ સમયે કંપની તેની પીઅર કંપનીઓમાં એકમાત્ર ઓટોમોટિવ ડિજિટલ પ્લેટફોર્મ છે જે નફો કરી રહી છે. કંપની એસેટ-લાઇટ મોડેલ પર આધારિત છે અને તેનું EBIDTA માર્જિન સારું છે.

 

આ પણ વાંચો :   Sapphire Foods IPO: Devyani International બાદ વધુ એક KFC -Pizza Hut ઓપરેટર કંપની લાવશે રોકાણની તક , જાણો વિગતવાર

આ પણ વાંચો :  Emcure Pharma IPO : આવી રહી છે કમાણીની તક, આ ફાર્મા કંપની 4500 કરોડનો IPO લાવશે , જાણો કંપની અને યોજનાઓ વિશે અહેવાલમાં

Published On - 9:03 am, Fri, 20 August 21