IRDAIએ LICના આઈપીઓને આપી મંજૂરી, જલ્દી જ SEBIની પાસે જમા થશે ડ્રાફ્ટ પેપર

|

Feb 10, 2022 | 4:19 PM

LIC 11 ફેબ્રુઆરીએ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દાખલ કરે તેવી અપેક્ષા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ડિસઈન્વેસ્ટમેન્ટની માત્રા અને એમ્બેડેડ મૂલ્યનો ઉલ્લેખ DRHPમાં કરવામાં આવશે.

IRDAIએ LICના આઈપીઓને આપી મંજૂરી, જલ્દી જ SEBIની પાસે જમા થશે ડ્રાફ્ટ પેપર
Uma Exports Limited IPO

Follow us on

દેશની સૌથી મોટી ઈન્શ્યોરન્સ કંપની LICનો આઈપીઓ આગામી મહિને આવી શકે છે. વીમા નિયમનકાર ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (IRDAI)એ એલઆઈસીના IPOને મંજૂરી આપી દીધી છે. રાજ્યની માલિકીની કંપની ટૂંક સમયમાં તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કરે તેવી અપેક્ષા છે. સુત્રો મુજબ LIC 11 ફેબ્રુઆરીએ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દાખલ કરે તેવી અપેક્ષા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ડિસઈન્વેસ્ટમેન્ટની માત્રા અને એમ્બેડેડ મૂલ્યનો ઉલ્લેખ DRHPમાં કરવામાં આવશે.

CNBC ટીવી 18એ સુત્રોના હવાલાથી કહ્યું કે એલઆઈસી આવતીકાલે સેબીની પાસે પોતાનું ડીઆરએચપી દાખલ કરી શકે છે. IRDAI દ્વારા IPO પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ DRHP દાખલ કરવામાં આવશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પોતાના કેન્દ્રીય બજેટ 2022ના ભાષણમાં જાહેરાત કરી હતી કે એલઆઈસીનો આઈપીઓ જલ્દી જ આવશે. સરકાર એલઆઈસી આઈપીઓમાં શેયરોના વેચાણ દ્વારા 1 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી રહ્યું છે. જે ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ હોય શકે છે.

માર્ચમાં આઈપીઓ આવવાની અપેક્ષા

આ અઠવાડિયાની શરૂઆતમાં દીપમના સચિવ તુહિન કાંતા પાંડેએ કહ્યું હતું કે એલઆઈસી ગુરૂવાર અને શુક્રવાર સુધી આઈપીઓનો ડ્રાફ્ટ્ દાખલ કરી શકે છે. 5 લાખ કરોડ રૂપિયાથી વધારેની ઈવીને અંતિમ રૂપ આપ્યા બાદ પબ્લિક ઈશ્યુની તૈયારી પુરજોશમાં છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

એલઆઈસીનો આઈપીઓ સરકારને 78,000 કરોડ રૂપિયના ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરી શકે છે. આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં, સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટમાંથી રૂ. 12,000 કરોડ એકત્ર કરવામાં સફળ રહી છે. IPO માર્ચમાં માર્કેટમાં આવવાની ધારણા છે.

પોલિસીધારકોને મળશે 5 ટકા ડિસ્કાઉન્ટ

એલઆઈસીના આવનારા આઈપીઓમાં તેના પોલિસીધારકોને 5 ટકાનું ડિસ્કાઉન્ટ મળવાની આશા છે. તેની સાથે રિટેલ બોલી લગાવનારા અને કર્મચારીઓને પ્રાઈસ બેન્ડ પર થોડી છૂટ મળવાની આશા છે. સરકારે દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસીના આઈપીઓને પુરો કરાવવા માટે ગયા સપ્ટેમ્બરમાં 10 મર્ચન્ટ બેન્કરોની નિમણુંક કરી હતી. તેમાં ગોલ્ડમેન સેક્સ, સિટી ગ્રુપ અને નોમુરા પણ સામેલ છે.

ત્યારે કાયદાકીય સલાહકાર તરીકે સિરિલ અમરચંદ્ર મંગળદાસને નામાંકિત કરવામાં આવ્યા હતા. આઈપીઓ પહેલા એલઆઈસીના નિર્દેશક મંડળમાં 6 સ્વતંત્ર નિર્દેશકોને સામેલ કરવામાં આવ્યા છે. કંપનીએ આ પગલું બિઝનેસના આચરણ સંબંધિત નિયમનકારી નિયમોને પરિપૂર્ણ કરવા માટે ઉઠાવ્યું છે.

 

આ પણ વાંચો: ShareChat ખરીદશે શોર્ટ વીડિયો પ્લેટફોર્મ MX TakaTak, જાણો કેટલા મિલિયનમાં થઈ ડીલ

આ પણ વાંચો: કેનેડામાં થયેલા વિરોધ પ્રદર્શનથી ગભરાયું ફ્રાંસ, પેરિસમાં કોવિડ પ્રતિબંધો વિરુદ્ધ પ્રદર્શન અને રસ્તો બ્લોક કરવા પર થશે જેલ

 

Published On - 3:53 pm, Thu, 10 February 22

Next Article