પ્રાથમિક બજારો માટે આ મહિનો વધુ વ્યસ્ત રહેવાનો છે. બે કંપનીઓ ટારસન પ્રોડક્ટ્સ(tarsons products ipo) અને ગો ફેશન (ઈન્ડિયા) લિમિટેડ (go fashion ipo) આ અઠવાડિયે આવશે. તેઓ કુલ રૂ. 2,038 કરોડ આસપાસ એકત્ર કરે તેવી અપેક્ષા છે. બાયોલોજી કંપની Tarsons Productsનો ત્રણ દિવસનો IPO 15 નવેમ્બરે ખુલશે અને 17 નવેમ્બરે બંધ થશે તો ગો ફેશનનો IPO 17 નવેમ્બરે ખુલશે અને 22 નવેમ્બરે બંધ થશે.
Issue Open | Nov 15, 2021 |
Issue Close | Nov 17, 2021 |
IPO Price | ₹635 – ₹662 |
Face Value | ₹2 |
IPO Size | ₹1,023.47 Cr |
Listing At | BSE, NSE |
IPO Lot Size | 22 |
Issue Open | Nov 17, 2021 |
Issue Close | Nov 22, 2021 |
IPO Price | ₹655 – ₹690 |
Face Value | ₹10 |
IPO Size | ₹1,013.61 Cr |
Listing At | BSE, NSE |
IPO Lot Size | 21 |
આ મહિનાની શરૂઆતમાં વિવિધ ક્ષેત્રોની આઠ કંપનીઓના IPO સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. આમાં Paytm ની પેરન્ટ કંપની One97 Communications, Sapphire Foods India Ltd જે રેસ્ટોરન્ટ્સ ચેઇન ચલાવે છે, લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સ, FSN ઈ-કોમર્સ વેન્ચર્સ કે જે Nykaa ની પેરેન્ટ કંપની છે, PB Fintech, પોલિસીબઝાર, ફીનો પેમેન્ટ્સ બેંક, SJS એન્ટરપ્રાઇઝ અને સિગાચી ઇન્ડસ્ટ્રીઝ નો સમાવેશ થાય છે.
આ વર્ષે અત્યાર સુધીમાં 49 કંપનીઓના IPO આવ્યા છે
શેરબજારના ડેટાના વિશ્લેષણ મુજબ આ વર્ષ 2021માં અત્યાર સુધીમાં 49 કંપનીઓ IPO દ્વારા 1.01 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવામાં સફળ રહી છે. આ સિવાય પાવરગ્રિડ કોર્પોરેશનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ POWERGRID InvITએ પણ IPO દ્વારા રૂ 7,735 કરોડ એકત્ર કર્યા છે. બ્રુકફિલ્ડ ઈન્ડિયા રિયલ એસ્ટેટ ટ્રસ્ટે પણ શેરના વેચાણમાંથી રૂ 3,800 કરોડ એકત્ર કર્યા છે.
ગયા વર્ષે 26611 કરોડનો IPO આવ્યો હતો
સંપૂર્ણ વર્ષ 2020ની સરખામણીમાં આ વર્ષે અત્યાર સુધીના IPO માર્કેટનું પ્રદર્શન સારું રહ્યું છે. છેલ્લા સંપૂર્ણ વર્ષમાં 15 કંપનીઓએ IPOમાંથી માત્ર રૂ. 26,611 કરોડ એકત્ર કર્યા હતા.
Paytm મંગળવારે શેર જારી કરી શકે છે
SEBIની મંજૂરી પછી Paytm 16 નવેમ્બરના રોજ પ્રતિ શેર 2,150 રૂપિયાની કિંમતની રેન્જના ઉપલા સ્તરે શેર ફાળવી શકે છે. આ બાબતથી વાકેફ સૂત્રોએ જણાવ્યું કે પેટીએમને આજે સોમવારે આ માટે નિયમનકારી મંજૂરી મળી શકે છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે Paytm સોમવારે શેર ફાળવશે.
Paytmના IPOને 1.89 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું
દેશનો સૌથી મોટો IPO 1.89 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. સંસ્થાકીય ખરીદાર શ્રેણીમાં IPO 2.79 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. બીજી તરફ રિટેલ રોકાણકારો માટે આરક્ષિત 87 લાખ શેર પર 1.66 ગણી બિડ મળી હતી. Paytm 18 નવેમ્બરે એક વિશાળ લિસ્ટિંગ માટે તૈયાર છે. તે દેશની સૌથી ધનિક કંપનીઓમાંની એક હશે.
આ પણ વાંચો : નિકાસકારો માટે સારા સમાચાર, ભારત આ વર્ષે નિકાસના ઐતિહાસિક સ્તરે પહોંચી શકે છે, પીયૂષ ગોયલને છે આશા
આ પણ વાંચો : નાણામંત્રી નિર્મલા સીતારમણની સોમવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ, નાણામંત્રીઓ સાથે બેઠક, આ મુદ્દાઓ પર થશે ચર્ચા