IPO : આજે બે કંપનીઓ લાવી રહી છે રોકાણ માટેની ઉત્તમ તક, રોકાણ પેહલા જાણો કંપની વિશે વિગતવાર

|

Jul 07, 2021 | 8:10 AM

ક્લીન સાયન્સ એન્ડ ટેક્નોલજી (Clean Science and Technology) અને જીઆર ઇન્ફ્રાપ્રોજેક્ટસ(GR Infraprojects) નો ઈશ્યુ આજથી ખુલી રહ્યો છે. આ આઈપીઓ 9 જુલાઇ સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લા રહેશે.

IPO : આજે બે કંપનીઓ લાવી રહી છે રોકાણ માટેની ઉત્તમ તક, રોકાણ પેહલા જાણો કંપની વિશે વિગતવાર
two companies opened ipo for subscription

Follow us on

આજે બે કંપનીઓ રોકાણ માટેની તક લાવી રહી છે. કોરોનાકાળમાં ઇનિશિયલ પબ્લિક ઓફર IPO લાવનાર કંપનીઓ સારું ભંડોળ એકત્રિત કરી શકી છે. આજે રોકાણકારો માટે કમાણી માટે ફરી અવસર આવી રહી છે.

સ્પેશિયલ કેમિકલ્સ બનાવતી કંપની ક્લીન સાયન્સ એન્ડ ટેક્નોલજી (Clean Science and Technology) અને જીઆર ઇન્ફ્રાપ્રોજેક્ટસ(GR Infraprojects) નો ઈશ્યુ આજથી ખુલી રહ્યો છે. આ આઈપીઓ 9 જુલાઇ સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લા રહેશે. રોકાણ પેહલા કંપની વિષે જાણવું ખુબ જરૂરી બને છે.

 

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

Clean Science IPO

કંપનીના ઉત્પાદનો ક્યા છે ?
ક્લીન સાયન્સ ટેક એ MEHQ, BHA, એનીસોલ અને 4-MAP જેવા સ્પેશિયલ કેમિકલનું વિશ્વની સૌથી મોટી ઉત્પાદક છે. કંપની પર્ફોમન્સ કેમિકલ , FMCG કેમિકલ્સ તેમજ મેડિસિન્સ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતા ફાર્મા કેમિકલ્સનું ઉત્પાદન પણ કરે છે.

IPO ઇશ્યૂ પ્રાઇસ
ક્લીન સાયન્સના ઇશ્યૂનો પ્રાઈસ બેન્ડ શેર દીઠ 880-890 રૂપિયા નક્કી કરાયો છે. કંપની આઇપીઓથી 1546.62 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે. કંપનીનો ઇશ્યુ સંપૂર્ણ OFS માટે આપવામાં આવશે.

પ્રમોટર્સ કોણ છે?
કંપનીના હાલના પ્રમોટરો અશોક રામનરાયણ બૂબ, કૃષ્ણકુમાર રામનનારાયણ બૂબ, સિદ્ધાર્થ અશોક સિકચી અને પાર્શ અશોક મહેશ્વરી પોતાનો હિસ્સો વેચશે. આઇપીઓથી એકત્રિત કરવામાં આવેલા ફંડમાં કંપનીને હિસ્સો નહીં મળે. આ સંપૂર્ણ રકમ કંપનીના પ્રમોટરોને મળશે જે તેમનો હિસ્સો વેચી રહ્યા છે.

Clean Science & Technology IPO Details

Issue Dates : 7 – 9 July
Issue Size : ₹ 1,546.62 Crore

Price Band : ₹ 880 – 900
Bid Lot Size : 16 Shares
Application Amount : ₹ 14,400

Retail Quota : 35%
Registrar – Linkintime

 

 

GR Infraprojects IPO

GR Infraprojects નો IPO આજે   ખુલશે. ઈન્ફ્રા કંપની આઈપીઓ દ્વારા 963 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે. પ્રાઇસ બેન્ડ શેર દીઠ રૂ.828-837 નક્કી કર્યો છે. કંપનીના શેર BSE અને NSE બંને સ્ટોક એક્સચેંજ માં લિસ્ટ થશે.

1.15 કરોડ ઇક્વિટી શેર OFS દ્વારા જારી કરશે
IPOમાં ઓફર ફોર સેલ (OFS) દ્વારા રૂ 5 ની ફેસ વેલ્યુના 1.15 કરોડ ઇક્વિટી શેર જારી કરાશે. આ ઇક્વિટી શેર કંપનીના પ્રમોટરો અને હાલના રોકાણકારો દ્વારા જારી કરવામાં આવશે. કંપની આ પબ્લિક ઇશ્યૂ માટે કોઈ નવા શેર ઇશ્યૂ કરશે નહીં.

G R Infraprojects IPO Details

IPO Opening Date Jul 7, 2021
IPO Closing Date Jul 9, 2021

Issue Type Book Built Issue IPO

Face Value ₹5 per equity share

IPO Price ₹828 to ₹837 per equity share

Market Lot 17 Shares

Min Order Quantity 17 Shares

Published On - 8:09 am, Wed, 7 July 21

Next Article