IPO Allotment Status : આજે થશે આ બે કંપનીઓના શેરની ફાળવણી, કઈ રીતે જાણશો તમને શેર મળ્યા કે નહીં ?

|

Jun 21, 2021 | 7:27 AM

Sona BLW Precision Forgings- Sona Comstar અને ઇન્ટિગ્રેટેડ મેટલ પ્રોડક્ટ્સ ઉત્પાદક Shyam Metalics and Energy ના શેર ની આજે ફાળવણી થવાની(IPO Allotment Status) છે ત્યારે આપને પણ જાણવાની ઈચ્છા હશે કે શેર મળ્યા કે નહિ?

IPO Allotment Status : આજે થશે આ બે કંપનીઓના શેરની ફાળવણી, કઈ રીતે જાણશો તમને શેર મળ્યા કે નહીં ?
IPO

Follow us on

ઓટો કમ્પોનન્ટ નિર્માતા Sona BLW Precision Forgings- Sona Comstar અને ઇન્ટિગ્રેટેડ મેટલ પ્રોડક્ટ્સ ઉત્પાદક Shyam Metalics and Energy ના શેર 24 જૂને શેર બજારોમાં લિસ્ટ થશે તેવી મર્ચન્ટ બેન્કરોએ માહિતી જારી કરી છે. આ કંપનીઓના શેર બીએસઈ અને એનએસઈ બંને સ્ટોક એક્સચેંજમાં લિસ્ટેડ થશે.આ બંને કંપનીઓના શેર્સની આજે ફાળવણી થવાની છે ત્યારે આપને પણ જાણવાની ઈચ્છા હશે કે શેર મળ્યા કે નહિ?

Sona Comstar
Sona Comstarનો રૂ 5,550 કરોડનો આઈપીઓ 14 થી 16 જૂન સુધીમાં સબ્સ્ક્રિપ્શન દરમ્યાન ખુલ્યો હતો. આ આઈપીઓ શેર દીઠ રૂ 285-291ના પ્રાઇસ બેન્ડ પર 2.33 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB) માટે નક્કી કરાયેલ શેર 3.54 ગણો સબ્સ્ક્રાઇબ થયેલ છે જ્યારે રિટેલ રોકાણકારો (RII) નો હિસ્સો 1.61 ગણો અને બિન-સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો 40 ટકા સબ્સ્ક્રાઇબ થયેલ છે.

Shyam Metalics
શ્યામ મેટાલિકસ એન્ડ એનર્જીના 990 કરોડ રૂપિયાના IPO ને 121 ગણું સબ્સ્ક્રિપશન મળ્યું છે. તેનું પ્રાઇસ બેન્ડ 303-306 રૂપિયા પ્રતિ શેર હતું. કંપનીનો આઈપીઓ 14 જૂને ખુલ્યો અને 16 જૂને બંધ થયો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

QIB માટે આરક્ષિત કેટેગરીમાં 156 વખત સબ્સ્ક્રાઇબ થયું છે જ્યારે બિન-સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો 340 ગણો અને છૂટક રોકાણકારો માટેનો શેર 11.62 વખત સબ્સ્ક્રાઇબ થયો હતો.કંપનીના આઇપીઓમાં રૂ. 657 કરોડના નવા ઇક્વિટી શેર અને રૂ. 252 કરોડના OFS છે.

BSE ની વેબસાઇટ પર શેરની ફાળવણી તપાસો
>> સૌ પ્રથમ તમારે BSEની વેબસાઇટ પર જવું પડશે.
>> અહીં ઇક્વિટી બોક્સ માં ટીક કરવું પડશે.
>> હવે નીચે ઇશ્યૂનું નામ દાખલ કરો.
>> તમારો એપ્લિકેશન નંબર લખો.
>> પાન નંબર દાખલ કરો
>> હવે Search પર ક્લિક કરો.
>> હવે આખી વિગત તમને જોવા મળશે.

રજિસ્ટ્રારની વેબસાઇટ દ્વારા તપાસો
તમે રજિસ્ટ્રારની વેબસાઇટ દ્વારા પણ ચકાસી શકો છો. ચાલો તમને જણાવી દઈએ કે KFintech Private Limited એ  આઇપીઓના રજિસ્ટ્રાર છે. તમારે રજિસ્ટ્રારની વેબસાઇટ https://ris.kfintech.com/ipostatus/ipos.aspx ની મુલાકાત લેવી પડશે. હવે ડ્રોપ ડાઉન મેનૂમાં કંપનીનું નામ લખો. હવે પાન નંબર, એપ્લિકેશન નંબર અથવા ડિપોઝિટરી / ક્લાયંટ આઈડી દાખલ કરો. કેપ્ચા દાખલ કરો અને સર્ચ પર ક્લિક કરો. જો તમને શેર ફાળવવામાં આવ્યા છે તો પછી તમે સામે સ્ક્રીન પર નજરે પડશે.

Next Article