IPLએ સ્પોર્ટ્સ જગતને બનાવ્યું સમૃદ્ધ, વર્ષ 2027માં આ સેક્ટર 100 બિલિયન ડૉલર સુધી પહોંચશે

|

Jun 24, 2022 | 4:40 PM

ભારતમાં રમતપ્રેમીઓની સંખ્યા દિન પ્રતિદિન ચાર ગણી ઝડપે વધી રહી છે. લોકોના રમતગમત પ્રત્યેના ક્રેઝને કારણે રમતગમતનો વ્યવસાય પણ ફૂલીફાલી રહ્યો છે. ભારતનું સ્પોર્ટ્સ માર્કેટ અબજો રૂપિયાની કમાણી કરતો ઉદ્યોગ બની ગયો છે.

IPLએ સ્પોર્ટ્સ જગતને બનાવ્યું સમૃદ્ધ, વર્ષ 2027માં આ સેક્ટર 100 બિલિયન ડૉલર સુધી પહોંચશે
IPL has made the sports world rich

Follow us on

ભારતમાં રમતપ્રેમીઓની સંખ્યા દિન પ્રતિદિન ચાર ગણી ઝડપે વધી રહી છે. લોકોના રમતગમત (Sports) પ્રત્યેના જુસ્સાને કારણે રમતગમતનો વ્યવસાય પણ ફૂલીફાલી રહ્યો છે. ભારતનું સ્પોર્ટ્સ માર્કેટ (Sports Market) અબજો રૂપિયાની કમાણી કરતો ઉદ્યોગ બની ગયો છે. બ્રોકરેજ ફર્મ આનંદ રાઠી ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતના રમતગમત ક્ષેત્રનો કારોબાર આગામી 5 વર્ષમાં લગભગ 5 ગણી ઝડપે વધશે અને 2027માં 100 બિલિયન ડોલર સુધી પહોંચી જશે, જે 2020માં 27 બિલિયન ડોલર હતો. રમતગમતના વ્યવસાયમાં મેચોના પ્રસારણ માટેના મીડિયા અધિકારો, રમતગમતને લગતા ડ્રેસેજ, સ્પોર્ટ્સ ન્યુટ્રિશનિસ્ટ, રમતગમતમાં વપરાતી ચીજવસ્તુઓ વગેરેનો સમાવેશ થાય છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે IPL (Indian Premier League) સ્પોર્ટ્સ બિઝનેસને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યુ છે. IPL જોનારા લોકોની સંખ્યા કરોડોમાં છે, જેનો વ્યવસાયિક રીતે સારો ઉપયોગ થતો હતો.

મીડિયા અધિકારોની હરાજીથી મોટી કમાણી

આઈપીએલની લોકપ્રિયતા અને કમાણીનો અંદાજ લીગના મીડિયા અધિકારોની હરાજી પરથી લગાવી શકાય છે. 2023 અને 2027 વચ્ચેની IPL મેચોના પ્રસારણ માટેના મીડિયા અધિકારો રૂ. 48,390 કરોડ (6.2 બિલિયન ડોલર)માં વેચાયા હતા. IPL એ મેચ દીઠ ખર્ચની દ્રષ્ટિએ વિશ્વની બીજી સૌથી મોટી સ્પોર્ટ્સ લીગ છે. IPLની દરેક મેચની કિંમત ગત વખત કરતા 100 ટકા વધી છે. ગત વખતે દરેક મેચની કિંમત 54.5 કરોડ રૂપિયા હતી. હવે દરેક મેચની કિંમત 114 કરોડ રૂપિયાને વટાવી ગઈ છે. વૈશ્વિક સ્તરે, દરેક IPL મેચનું મૂલ્ય 14.61 મિલિયન ડોલર છે, જે નેશનલ ફૂટબોલ લીગ (NFL) પછી બીજા ક્રમે છે. દરેક NFL મેચની કિંમત 17 મિલિયન ડોલર છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આઈપીએલના પૂર્વ અધ્યક્ષ અને લીગના આર્કિટેક્ટ ગણાતા લલિત મોદીએ એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે આઈપીએલ વિશ્વની સૌથી મોટી સ્પોર્ટ્સ લીગ બનશે. તેમનું માનવું છે કે આગામી ચક્ર એટલે કે આગામી હરાજીમાં IPL મીડિયા અધિકારોનું મૂલ્ય ફરી બમણું થઈ જશે.

રમતગમતના સામાનના ઉત્પાદનમાં ભારત એશિયામાં ત્રીજા ક્રમે

બ્રોકરેજ ફર્મના રિપોર્ટ અનુસાર, ભારતીય સ્પોર્ટ્સનું મીડિયા માર્કેટ વર્ષ 2020માં માત્ર એક બિલિયન ડૉલરથી વધીને 2027 સુધીમાં 13.4 બિલિયન ડૉલર થઈ જશે. તે જ સમયે, વૈશ્વિક મીડિયા અધિકારોનું બજાર $52.1 બિલિયનનું છે. આમાં ક્રિકેટનો હિસ્સો 2.7 ટકાથી વધીને 3 ટકા થયો છે. મીડિયા અધિકારોની બાબતમાં, ફૂટબોલનું શાસન અકબંધ છે. તેનો હિસ્સો 42 ટકા છે. રમતગમતના સામાન અને સાધનોના ઉત્પાદનમાં ચીન અને જાપાન પછી ભારત એશિયામાં ત્રીજા ક્રમે છે.

વર્ષ 2020માં ભારતમાં રમતગમતના સામાનનું બજાર 4.5 બિલિયન ડોલર હતું, જે 2027 સુધીમાં વધીને 6.6 બિલિયન ડોલર થવાની ધારણા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં સ્પોર્ટ્સ ઈન્ડસ્ટ્રી સતત વધી રહી છે. જોકે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ, રમતગમતના સામાન અને ઈવેન્ટ્સ પર ઊંચા કર અને નાણાકીય વ્યવસ્થાપન અને શાસનનો અભાવ જેવા પડકારો યથાવત છે.

Next Article