શેરબજારમાં આવેલા ઉછાળાથી રોકાણકારોએ આ સ્ટોક્સ પર રાખવી જોઈએ નજર

|

Nov 06, 2020 | 11:18 AM

ભારતીય શેર બજારમાં તેજીના જુવાળ વચ્ચે કારોબાર ચાલી રહ્યો છે. શેરબજાર પ્રારંભિક સત્રમાં જ ૦.૬ ટકા ઉપર કારોબાર કરી રહ્યો છે. ટાટા મોટર્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા નિફ્ટીમાં 2-2 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. ટાઇટન અને બ્રિટાનિયાના શેરમાં પણ 1-1 ટકાનો વધારો છે. જ્યારે ગેઇલ, પાવર ગ્રીડ અને કોટક બેંકના શેરમાં […]

શેરબજારમાં આવેલા ઉછાળાથી રોકાણકારોએ આ સ્ટોક્સ પર રાખવી જોઈએ નજર

Follow us on

ભારતીય શેર બજારમાં તેજીના જુવાળ વચ્ચે કારોબાર ચાલી રહ્યો છે. શેરબજાર પ્રારંભિક સત્રમાં જ ૦.૬ ટકા ઉપર કારોબાર કરી રહ્યો છે. ટાટા મોટર્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા નિફ્ટીમાં 2-2 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. ટાઇટન અને બ્રિટાનિયાના શેરમાં પણ 1-1 ટકાનો વધારો છે. જ્યારે ગેઇલ, પાવર ગ્રીડ અને કોટક બેંકના શેરમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે.

આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર ઉપર નજર રાખવી જોઈએ

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
RIL એ સાઉદી અરેબિયાના પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ ફંડ સાથે રિટેલ સબ્સિડરી કંપની રિલાયન્સ રીટેલ રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં 2.04% હિસ્સો વેચવાની જાહેરાત કરી છે . આ ડીલ માટે સાઉદી અરેબિયાના પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ ફંડ 9,555 કરોડનું રોકાણ કરશે.

અદાણી પાવર
કંપનીએ સપ્ટેમ્બરના ત્રિમાસિક પરિણામો રજૂ કર્યા છે. કંપનીએ 2,228.05 કરોડનો નફો કર્યો છે. કંપનીની કુલ રકમ પણ વધીને રૂ. 8,792.28 કરોડ થઈ છે જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 6,815.22 કરોડ હતી.

બર્જર પેઇન્ટ્સ
બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો 13.55% વધીને રૂ. 221.05 કરોડ થયો છે. કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કુલ ખર્ચ 1,471.97 કરોડ રૂપિયા રહ્યો હોવાનું જણાવ્યું છે.

દાલમીયા ઈંડિયા
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો 544% વધીને રૂ. ૨૩૨ કરોડ થયો છે, જે ગયા વર્ષના બીજા ક્વાર્ટરમાં રૂ.36 કરોડ હતો.

ત્રિમાસિક પરિણામો
આજે આઇટીસી, સિપ્લા, વેદાંત, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, અશોક લેલેન્ડ, બીઈએલ, ભેલ, ગ્લેનમાર્ક, શિપિંગ કોર્પોરેશન અને આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ પોતાના બીજા ક્વાર્ટર પરિણામ જાહેર કરશે.આ તમામ શેર ઉપર રોકાણકારોની નજર રહેશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article