ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સે(india bulls housing finance) જણાવ્યું છે કે તે આગામી સપ્તાહે પબ્લિક નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (Non Convertible Debentures – NCD) દ્વારા રૂ 1,000 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં કંપનીની આ પહેલી ઓફર હશે. ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ(india bulls housing) જે નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની (NBFC) ક્ષેત્રમાં IL&FS કટોકટી પછી મુશ્કેલ સમયનો સામનો કરી રહી છે તે guaranteed અને non guaranteed બંને રીતે ભંડોળ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે.
800 કરોડ સુધીની અન્ય રકમ જાળવી રાખવાના વિકલ્પ સાથે કંપનીનું મૂળ ઇશ્યૂ કદ 200 કરોડ રૂપિયા હશે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પબ્લિક ઈશ્યુ સુરક્ષિત અને / અથવા અસુરક્ષિત, રિડીમેબલ, બિન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ છે જેની ફેસ વેલ્યુ રૂ 1,000 છે. તેમાં કહેવામાં આવ્યું છે કે “પ્રથમ હપ્તાના આ ઇશ્યૂનું મૂળ કદ રૂ. 200 કરોડ રૂપિયા હશે જેમાં 800 કરોડ રૂપિયા સુધીની વધુ રકમ રાખવા માટે ગ્રીન-શૂ ઓપશન હશે. આ રીતે, કુલ રૂ. 1,000 કરોડ સુધીની રકમ રહેશે.
6 સપ્ટેમ્બરના રોજ ટ્રાંચ ખુલશે
ઇશ્યૂ 6 સપ્ટેમ્બરે ખુલશે અને 20 સપ્ટેમ્બર, 2021 ના રોજ બંધ થશે. ઇન્ડિયાબુલ્સ હાઉસિંગના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગગન બંગાએ જણાવ્યું હતું કે ભૂતકાળના આંચકા હવે પાછળ રહી ગયા છે. કંપની હવે અસ્કયામતોની સ્થિર ગુણવત્તા વિશે વધુ વિશ્વાસ ધરાવે છે.
કૂપન રેટ કેટલો હશે ?
નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ અંગે કંપની દ્વારા કહેવામાં આવ્યું હતું કે કૂપન દર વાર્ષિક 8.05 ટકાથી 9.75 ટકા વચ્ચે રહેશે. કંપની 10 શ્રેણીમાં NCDs જારી કરશે જેના માટે વ્યાજ દર નક્કી કરવામાં આવશે. તેનો સમયગાળો 24 મહિના, 36 મહિના, 60 મહિના અને 87 મહિનાનો રહેશે.
પૈસાનો ઉપયોગ ક્યાં થશે ?
કંપનીએ કહ્યું કે આના દ્વારા એકત્રિત કરવામાં આવેલા ભંડોળનો ઉપયોગ પ્રોજેક્ટ ફાઇનાન્સિંગ અને વ્યાજની ચુકવણી માટે કરવામાં આવશે. આ સિવાય કંપની તેના દેવાની મુખ્ય રકમ પણ ચૂકવશે. રેટિંગ એજન્સી CRISIL એ આ બિન કન્વર્ટિબલ ડિબેન્ચરને AA/Stable રેટિંગ આપ્યું છે. બ્રિકવર્ક રેટિંગ્સએ AA+/ નેગેટિવ રેટિંગ આપ્યું છે.
શું છે શેરની સ્થિતિ ?
શુક્રવારે ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સનો શેર લગભગ એક ટકા ઘટીને 230.65 રૂપિયા પર બંધ થયો. 52 સપ્તાહની ઉપલી કિંમત 314 રૂપિયા અને નીચી કિંમત 127 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 10,665 કરોડ રૂપિયા છે. છેલ્લા એક મહિનાથી શેર પર દબાણ છે અને તેમાં લગભગ 20 ટકાનો ઘટાડો થયો છે.
આ પણ વાંચો : Forex Reserves : દેશનું વિદેશી મુદ્રા ભંડાર નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યું , ચાલુ સપ્તાહે 17 અબજ ડોલરનો આવ્યો ઉછાળો
આ પણ વાંચો : RBIએ આ 2 બેન્કને ફટકાર્યો દંડ, જાણો શું ગ્રાહકોના રોકાણ પર થશે કોઈ અસર ?
Published On - 7:12 am, Sun, 5 September 21