મોંઘવારી દિવાળી બગાડે તેવા અણસાર, LPG Cylinder ના ભાવમાં વધારાના મળી રહ્યા છે સંકેત

|

Oct 28, 2021 | 8:01 AM

આ અગાઉ છેલ્લી વખત 6 ઓક્ટોબરે એલપીજીની કિંમતમાં 15 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો હતો. આ સાથે જુલાઈ પછી કિંમતોમાં કુલ વધારો 90 રૂપિયા પર પહોંચી ગયો હતો.

મોંઘવારી દિવાળી બગાડે તેવા અણસાર, LPG Cylinder ના ભાવમાં વધારાના મળી રહ્યા છે સંકેત
LPG Gas Cylinder

Follow us on

આવતા અઠવાડિયે એટલેકે નવેમ્બર મહિનામાં એલપીજી સિલિન્ડર(LPG Cylinder)ના ભાવ ફરી વધી શકે છે. પીટીઆઈના અહેવાલ મુજબ એલપીજીના વેચાણ પર નુકસાન વધીને રૂ 100 પ્રતિ સિલિન્ડર સુધી પહોંચ્યું છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવી શકે છે. અહેવાલ મુજબ સૂત્રોનું કહેવું છે કે ભાવમાં વધારાનો નિર્ણય સરકારની મંજૂરી પર નિર્ભર છે. જો મંજૂરી આપવામાં આવે તો તમામ શ્રેણીઓમાં આ પાંચમો વધારો હશે. આમાં ઘરેલું વપરાશ માટે સબસિડીવાળો ગેસ, બિન-સબસિડીવાળો ગેસ અને ઔદ્યોગિક ગેસનો સમાવેશ થાય છે.

6 ઓક્ટોબરે કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો
આ અગાઉ છેલ્લી વખત 6 ઓક્ટોબરે એલપીજીની કિંમતમાં 15 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો હતો. આ સાથે જુલાઈ પછી કિંમતોમાં કુલ વધારો 90 રૂપિયા પર પહોંચી ગયો હતો. આ બાબતોના જાણકારોએ સૂત્રોએ પીટીઆઈને જણાવ્યું છે કે સરકારી માલિકીની ઓઈલ માર્કેટિંગ કંપનીઓને વેચાણની કિંમતને પડતર સાથે જોડવાની મંજૂરી આપવામાં આવી નથી. ગેપ ઘટાડવા માટે હજુ સુધી કોઈ સરકારી સબસિડી મંજૂર કરવામાં આવી નથી.

એલપીજીના વેચાણ પર અંડર-રિકવરી અથવા નુકસાન રૂ. 100 થી વધુ વધી ગયું છે. આનું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ઉર્જાના ભાવમાં વધારો થવાને કારણે છે જે ઘણા વર્ષોની રેકોર્ડ ઊંચાઈએ પહોંચી છે. સાઉદી અરેબિયામાં આ મહિને એલપીજીના ભાવ 60 ટકાથી વધુ ઉછળીને 800 ડોલર પ્રતિ ટન પર પહોંચી ગયા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

સરકારે નુકસાનની ભરપાઈ કરવી પડશે
આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 85.42 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે. અહેવાલ મુજબ, એક સૂત્રએ જણાવ્યું કે એલપીજી હજુ પણ નિયંત્રિત કોમોડિટી છે. તેથી ટેકનિકલ ધોરણે સરકાર રિટેલર ભાવને નિયંત્રિત કરી શકે છે. પરંતુ જ્યારે તેઓ આમ કરે છે ત્યારે ઓઇલ કંપનીઓએ અંડર-રિકવરી અથવા નુકસાનની ભરપાઈ કરવી પડે છે જે તેમને કિંમત કરતાં ઓછા દરે LPG વેચવાને કારણે છે.

સરકારે ગયા વર્ષે એલપીજી પરની સબસિડી નાબૂદ કરી હતી. આ માટે તે કિંમતના બરાબર છૂટક ભાવ લાવ્યા હતા. પરંતુ પેટ્રોલ અને ડીઝલની અનિયંત્રિત કિંમતો સિવાય સરકારે એલપીજીની કિંમતોને નિયંત્રણમુક્ત કરવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. પીટીઆઈના અહેવાલ મુજબ એક સૂત્રએ જણાવ્યું હતું કે હજુ સુધી વળતર અથવા સબસિડી પાછી લાવવામાં આવશે તેવા કોઈ સંકેત નથી. કારણ કે ખર્ચ અને છૂટક કિંમત વચ્ચેનું અંતર વધી ગયું છે.

આ પણ વાંચો :  Petrol-Diesel Price Today : દેશમાં પેટ્રોલની કિંમત 120 રૂપિયાને પાર પહોંચી, જાણો આજે કેટલું મોંઘુ થયું તમારા વાહનનું ઇંધણ

આ પણ વાંચો : Nykaa IPO : આજથી ખુલ્યો ઓનલાઇન ફેશન બ્રાન્ડનો આઈપીઓ, એક શેરની કિંમત રૂ 1125 , રોકાણ પહેલા જાણો કંપની વિશે વિગતવાર

Next Article