અદાણી સિમેન્ટ દ્વારા અબડાસા તાલુકામાં 7000 કરોડના ખર્ચે થશે ઔધ્યોગિક વિસ્તરણ

|

Feb 12, 2025 | 12:56 PM

અદાણી ગૃપ આજે વૈશ્વિક ક્ષેત્રે અગ્રેસર બની રહ્યુ છે. તેના પાયામાં કચ્છનું ખુબ મોટું યોગદાન છે. પરિણામે દરેક ક્ષેત્રમાં કચ્છ ઔધોગિક ક્ષેત્રે આગળ વધે એ માટે આ ગ્રૂપ કોઈ કસર છોડવા માંગતુ નથી. એક પછી એક તબક્કાવાર સુખાકારી અને રોજગારીની દિશામાં કચ્છનું જનજીવન ધબકતું થાય એ માટે આ ગ્રૂપ વધુ એક પ્રોજેકટનું વિસ્તરણ કચ્છના આંગણે કરવા જઇ રહ્યું છે.

અદાણી સિમેન્ટ દ્વારા અબડાસા તાલુકામાં 7000 કરોડના ખર્ચે થશે ઔધ્યોગિક વિસ્તરણ

Follow us on

અદાણી ગૃપ આજે વૈશ્વિક ક્ષેત્રે અગ્રેસર બની રહ્યુ છે. તેના પાયામાં કચ્છનું ખુબ મોટું યોગદાન છે. પરિણામે દરેક ક્ષેત્રમાં કચ્છ ઔધોગિક ક્ષેત્રે આગળ વધે એ માટે આ ગ્રૂપ કોઈ કસર છોડવા માંગતુ નથી. એક પછી એક તબક્કાવાર સુખાકારી અને રોજગારીની દિશામાં કચ્છનું જનજીવન ધબકતું થાય એ માટે આ ગ્રૂપ વધુ એક પ્રોજેકટનું વિસ્તરણ કચ્છના આંગણે કરવા જઇ રહ્યું છે.

ક્લિંકર અને સિમેન્ટનું ઉત્પાદન વધારશે

સાંઘી સિમેન્ટ નવા પ્રોજેક્ટ અંતર્ગત 7000 કરોડના ઇન્વેસ્ટમેન્ટ સાથે આ પ્રોજેક્ટ સાંઘીપુરમ ખાતે કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના મોટી બેર અને હોથીઆય ગામે ક્લિંકર અને સિમેન્ટનું ઉત્પાદન વધારશે. પ્રોજેક્ટના કારણે પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારીનું સર્જન વ્યાપક પ્રમાણમાં થશે. બાંધકામ ના તબક્કા દરમિયાન, પ્રસ્તાવિત વિસ્તરણ પ્રોજેક્ટ માટે આશરે 4000-5000 લોકોને રોજગારી મળી રહેશે.

અદાણી ગ્રુપની CSR શાખા અદાણી ફાઉન્ડેશન દ્વારા સેવા કામો

અદાણી સિમેન્ટે કોર્પોરેટ સામાજિક જવાબદારી પહેલના ભાગરૂપે દૂરના વિસ્તારોમાં રહેતા લોકો માટે શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્માર્ટ ક્લાસ, એજ્યુકેશન કીટ વિતરણ, અદાણી હેલ્થ કેર સેન્ટર, આસપાસના ગામોમાં સામુહિક આરોગ્ય શિબિર, પશુપાલન જળ સંચય યોજના હેઠળ તળાવ ઊંડા કરવા જેવા કામો કર્યા છે. અદાણી ગ્રુપની CSR શાખા અદાણી ફાઉન્ડેશન આ કામો કરી રહ્યુ છે.

Plant In Pot : મોગરાનો છોડ ઘરે ઉગાડવા અપનાવો આ ટીપ્સ
આજનું રાશિફળ તારીખ : 26-03-2025
ભારતના સૌથી શિક્ષિત વ્યક્તિ, તેમની ડિગ્રીઓ જાણીને તમને આશ્ચર્ય થશે
IPLમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનાર ખેલાડીઓ
Video : કે. એલ રાહુલના ઘરે દીકરીના જન્મની દિલ્હીના ખેલાડીઓએ આ રીતે કરી ઉજવણી
સચિનની લાડલી સારા એ કર્યો કમલ, ફરતા ફરતા કરશે લાખોની કમાણી..!

સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા પ્લાન્ટનું વિસ્તરણ થવાથી અનેક ફાયદા મળી રહેશે જેમકે અહી ના ઉત્પાદનથી દેશનું અર્થતંત્ર તો વેગવંતુ બનશે જ સાથે સાથે જન સમુદાયના અનેક વર્ગો માટે રોજગાર ઉપલબ્ધ થશે તથા તેમની જીવનદીશા બદલનાર અને સામાજિક નવચેતનાની દિશામાં આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

કચ્છમાં પાણીના ટીપેટીપાનો સદુપયોગ કરવા અદાણી ગ્રૂપ આમેય દીર્ઘદ્રષ્ટિ અમલમાં મૂકી છે. ત્યારે આ કંપની તેમાં પોતાનું યોગદાન આપવા કટિબધ્ધ છે. એ મુજબ એકંદરે પાણીની માંગ ઘટાડવા વપરાશ કરેલ પાણીને રિસાયકલિંગ કરી પુન: ઉપયોગની પ્રક્રિયા હાથ ધરશે. જેનાથી ગંદા પાણી દ્વારા ઉત્પન્ન થતી સમસ્યા નેસ્તનાબૂદ થશે. ટ્રીટમેંટ કરેલા સીવેજના પાણીનો બાગકામમાં ઉપયોગ કરવામાં આવશે. શુધ્ધ પાણીનો વપરાશ ઘટાડવા માટે ટ્રીટેડ વેસ્ટ વોટરને રિસાઈકલ કરવા જેવા પગલાં લેવામાં આવશે.