IndiGo: દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ શરૂ કરી નવી સર્વિસ, હવે મુસાફરોને લાંબી કતારોમાંથી મળશે મુક્તિ

|

Aug 12, 2021 | 9:02 AM

ઈન્ડિગોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્રવાસીઓ બુકિંગ પ્રક્રિયા દરમિયાન IndiGo ની વેબસાઈટ, મોબાઈલ એપ (Mobile App) પર અથવા ગ્રાહક સેવામાં કોલ કરીને આ સુવિધાનો લાભ લઈ શકે છે.

IndiGo: દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ શરૂ કરી નવી સર્વિસ, હવે મુસાફરોને લાંબી કતારોમાંથી મળશે મુક્તિ
Indigo Airlines

Follow us on

Indigo: દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ એરપોર્ટમાં બોર્ડિંગ ગેટ (Boarding Gate) પર મુસાફરોને લાંબી કતારોથી મુક્તિ આપવા માટે પ્રાથમિકતા બોર્ડિંગની સુવિધા શરૂ કરી છે. ઈન્ડિગોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્રવાસીઓ બુકિંગ પ્રક્રિયા દરમિયાન Indigo ની વેબસાઈટ, મોબાઈલ એપ પર અથવા ગ્રાહક સેવામાં કોલ કરીને આ સુવિધાનો લાભ લઈ શકે છે. આ ઉપરાંત, મુસાફરો માય બુકિંગ પોર્ટલ (My Booking Portal) દ્વારા ફ્લાઇટ દીઠ માત્ર 400 રૂપિયાની ફી ચુકવીને આ સુવિધાનો લાભ લઈ શકે છે.

દેશની સૌથી મોટી એરલાઈન્સ (Airlines) તરફથી મળતી માહિતી મુજબ, શરૂઆતમાં આ સુવિધા મોટા શહેરો માટે ઉપલબ્ધ રહેશે. જો કે, બાદમાં તેને સમગ્ર સ્થાનિક ફ્લાઇટ નેટવર્ક (Flight Network) માટે તબક્કાવાર રીતે આ સેવા શરૂ કરવામાં આવશે. કંપનીએ જણાવ્યું હતું કે, આ વિકલ્પ ફ્લાઇટ દીઠ મર્યાદિત સંખ્યામાં મુસાફરો માટે ઉપલબ્ધ થશે.

પ્રાથમિકતા બોર્ડિંગથી મુસાફરોને લાભ થશે

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ઈન્ડિગોના ચીફ સ્ટ્રેટેજી અને રેવન્યુ ઓફિસર સંજય કુમારે (Sanjay Kumar) જણાવ્યું કે,”એરલાઈન હંમેશા તેના ગ્રાહકો માટે મુસાફરીનો અનુભવ વધારવા માટે પ્રયત્ન કરે છે. તેમણે કહ્યું કે પ્રાથમિકતા બોર્ડિંગથી ગ્રાહકોને બોર્ડિંગ ગેટ પર લાંબી કતારોમાંથી મુક્તિ મળશે,ઉપરાંતવરિષ્ઠ નાગરિકો માટે આરામ પણ સુનિશ્ચિત કરશે.”

મુંબઈ, બેંગ્લોર માટે ફ્લાઈટ સાત દિવસ ઉપલબ્ધ રહેશે

ઈન્ડિગોએ બરેલી એરપોર્ટ પરથી મુસાફરી કરતા મુસાફરો માટે સુવિધાઓમાં વધારો કર્યો છે. ખાનગી ક્ષેત્રની ઇન્ડિગો એરલાઇને (ઘલ્ગુદ ઓગીતગલાે) 12 ઓગસ્ટના રોજ મુંબઇ અને 14 ઓગસ્ટના રોજ બેંગલુરુની ફ્લાઇટના ભાડામાં ઘટાડો કર્યો છે. નવા સમયપત્રક મુજબ ઇન્ડિગો એરલાઇને મુંબઇ જતી ફ્લાઈટસનો વિસ્તાર બેંગલોર એરપોર્ટ (Banglore Airport) સુધી અને બરેલીથી બેંગલોર જતી ફલાઈટનો વિસ્તાર વધારીને મુંબઈ એરપોર્ટ સુધી કરવામાં આવ્યો છે.

ઉપરાંત ઈન્ડિગોએ અમદાવાદ, ચેન્નઈ, ગોવા, જયપુર, કોલકાતા, નાગપુર, રાયપુર, ભુવનેશ્વર, કોઈમ્બતુર, હૈદરાબાદ, કાનપુર, લખનૌ, પટના, ચંદીગઢ, દિલ્હી, ઈન્દોર, કોચી, મેંગલુરુ, પુણે, વારાણસી અને તિરુવનંતપુરમને પણ કનેક્ટિંગ ફ્લાઈટ્સ(Connecting Flights)  દ્વારા જોડવાની જાહેરાત કરી છે.

 

આ પણ વાંચો: PM Narendra Modi ‘આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ’માં ભાગ લઈ સ્વ-સહાય જૂથોની મહિલા સભ્યો સાથે આજે વાત કરશે

આ પણ વાંચો: EOS-03 સેટેલાઈટ સફળતા પૂર્વક લોન્ચ છતાં મિશન થયું ફેલ, ક્રાયોજેનિક એન્જિનમાં આવી ખરાબી

Next Article