ભારતનો રૂપિયો ડોલરનું સામ્રાજ્ય ખતમ કરશે,વિશ્વના 35 દેશ રૂપિયામાં આંતરરાષ્ટ્રીય વેપાર કરવા તૈયાર

|

Jan 28, 2023 | 9:34 AM

રૂપિયામાં આંતરરાષ્ટ્રીય વેપારની માન્યતા સાથે ભારતને ઘણા મોરચે ફાયદો થવાની અપેક્ષા છે. જો તે સફળ થાય છે તો ક્રૂડ ઓઇલ સહિત આયાત કરવામાં આવતી મોટાભાગની વસ્તુઓની ચૂકવણી માત્ર રૂપિયા દ્વારા કરવામાં આવશે. અત્યારે ભારત આ માટે દર વર્ષે અબજો ડોલર ખર્ચે છે.

ભારતનો રૂપિયો ડોલરનું સામ્રાજ્ય ખતમ કરશે,વિશ્વના 35 દેશ રૂપિયામાં આંતરરાષ્ટ્રીય વેપાર કરવા તૈયાર
Symbolic Image

Follow us on

આંતરરાષ્ટ્રીય વેપારને રૂપિયામાં સેટલ કરવાની ભારતની નીતિની અસર ધીમે ધીમે સફળ થઈ રહી છે. રશિયા ભારતીય રૂપિયામાં વિદેશી વેપાર શરૂ કરનાર પ્રથમ દેશ બન્યો તેના થોડા દિવસો બાદ હવે લગભગ 35 દેશોએ રૂપિયામાં વેપાર કરવા માટે રસ દાખવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જુલાઈ 2022માં ડૉલર પર નિર્ભરતા ઘટાડવા માટે રૂપિયામાં ટ્રેડ સેટલમેન્ટ મિકેનિઝમની દરખાસ્ત કરવામાં આવી હતી. જણાવી દઈએ કે શરૂઆતના તબક્કામાં રશિયા બાદ શ્રીલંકાએ પણ
ભારતીય રૂપિયામાં કારોબાર કરવામાં રસ દર્શાવ્યો હતો. તમને જણાવી દઈએ કે મોરેશિયસ અને શ્રીલંકા જેવા દેશો માટે ખાસ વોસ્ટ્રો એકાઉન્ટને આરબીઆઈ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

આ દેશોએ રસ દાખવ્યો

રૂપિયામાં વેપાર કરવા ઇચ્છુક દેશોમાં બાંગ્લાદેશ, નેપાળ અને મ્યાનમાર જેવા પડોશી દેશોનો સમાવેશ થાય છે. આ દેશો તેમના વિદેશી મુદ્રા ભંડારમાં ડોલરની અછતનો સામનો કરી રહ્યા છે. અહેવાલો અનુસાર તાજિકિસ્તાન, ક્યુબા, લક્ઝમબર્ગ અને સુદાન પણ રૂપિયામાં વેપાર સેટલ કરવા માટે વાતચીત કરી રહ્યા છે. સમાચાર એજન્સી રોઇટર્સના અહેવાલમાં એક સત્તાવાર દસ્તાવેજને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ ચાર દેશોએ રૂપિયામાં વેપાર સેટલમેન્ટ માટે વિશેષ વોસ્ટ્રો એકાઉન્ટમાં રસ દર્શાવ્યો છે. આ દેશો ભારતમાં આવા ખાતાઓ ચલાવતી બેંકોના સંપર્કમાં છે.

ભારત માટે કેટલું ફાયદાકારક

રૂપિયામાં આંતરરાષ્ટ્રીય વેપારની માન્યતા સાથે ભારતને ઘણા મોરચે ફાયદો થવાની અપેક્ષા છે. જો તે સફળ થાય છે તો ક્રૂડ ઓઇલ સહિત આયાત કરવામાં આવતી મોટાભાગની વસ્તુઓની ચૂકવણી માત્ર રૂપિયા દ્વારા કરવામાં આવશે. અત્યારે ભારત આ માટે દર વર્ષે અબજો ડોલર ખર્ચે છે. ઉપરાંત ઘણા વિદેશી વ્યવહારો ડોલરમાં ચૂકવવામાં આવે છે. અત્યારે ભારત ડોલરની જરૂરિયાતને પહોંચી વળવા માટે આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાનું વેચાણ કરે છે પરંતુ તે એટલું સરળ પણ નથી. INR સંપૂર્ણપણે કન્વર્ટિબલ નથી અને તેથી ખરીદદાર શોધવાનું ઘણીવાર મુશ્કેલ હોય છે. બીજી તરફ ભારતીય રૂપિયાની સરખામણીમાં USDની માંગ વધુ છે. તેનો પુરવઠો ફેડ દ્વારા નિયંત્રિત છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

રૂપિયામાં વેપારમાં વધારો થવાથી આરબીઆઈને બદલામાં INR માટે ખરીદદાર શોધવાની જરૂર રહેશે નહીં. આ પગલાથી ભારતીય રૂપિયાની માંગમાં વધારો થશે. કન્વર્ઝન ફી આંતરરાષ્ટ્રીય બેંકોને ન મોકલીને જે રકમ એકઠી થશે તે આખરે દેશના વિકાસ માટે વાપરવામાં આવશે.

વેપાર કેવી રીતે થશે

જો કોઈ ભારતીય ખરીદદાર વિદેશી વેપારી સાથે રૂપિયામાં વ્યવહાર કરવા માંગે છે, તો રકમ Vostro એકાઉન્ટમાં જમા થશે. જ્યારે ભારતીય નિકાસકારે પૂરા પાડવામાં આવેલ માલ માટે ચૂકવણી કરવાની જરૂર હોય, ત્યારે આ Vostro એકાઉન્ટમાંથી કાપવામાં આવશે અને રકમ નિકાસકર્તાના ખાતામાં જમા કરવામાં આવશે.

વોસ્ટ્રો એકાઉન્ટ કેવી રીતે ખોલવું

વિદેશી બેંક સ્પેશિયલ વોસ્ટ્રો એકાઉન્ટ ખોલવા માટે ભારતમાં AD બેંકનો સંપર્ક કરી શકે છે ત્યારબાદ ભારતીય AD બેંક RBI પાસેથી મંજૂરી માંગશે. સ્પેશિયલ રૂપી વોસ્ટ્રો એકાઉન્ટ આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી મંજૂરી બાદ એડી બેંક ઓફ ઈન્ડિયામાં કાર્યરત થશે. બંને પક્ષો વચ્ચે રૂપિયામાં વેપાર શરૂ થવાથી, ચલણનો વિનિમય દર બજાર દર પર નક્કી કરવામાં આવશે.

Next Article