Solar Panels: અમેરિકી બજારમાં ભારતીય કંપનીઓ માટે મુશ્કેલી વધી, ટ્રમ્પે સોલર પેનલ્સ પર ભારે ટેક્સ ઝીંકાયો

ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ભારતીય સોલર ઉત્પાદનો પર ભારે જંગી ટેક્સ લાદી દીધો છે. અમેરિકાનો દાવો છે કે ભારત સરકાર તેની સોલર કંપનીઓને અયોગ્ય સબસિડી આપી રહી છે, જેના કારણે અમેરિકાના સ્થાનિક ઉત્પાદકોને નુકસાન થઈ રહ્યું છે.

Solar Panels: અમેરિકી બજારમાં ભારતીય કંપનીઓ માટે મુશ્કેલી વધી, ટ્રમ્પે સોલર પેનલ્સ પર ભારે ટેક્સ ઝીંકાયો
| Updated on: Mar 01, 2026 | 3:47 PM

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આકરા વલણને કારણે ભારત અને અમેરિકા વચ્ચે આર્થિક તણાવ વધી રહ્યો છે. ટ્રમ્પ પ્રશાસને ભારત સહિત અનેક દેશોમાંથી થતી સોલર આયાત પર ભારે ટેક્સ લાદવાનો નિર્ણય કર્યો છે. ભારતીય સોલર ઉત્પાદનો પર 126% નો પ્રારંભિક શુલ્ક (Initial Duties) લાદવામાં આવ્યો છે.

શા માટે લેવાયો આ નિર્ણય?

અમેરિકી વાણિજ્ય વિભાગ (US Commerce Department) ના જણાવ્યા અનુસાર, ભારત, ઇન્ડોનેશિયા અને લાઓસ જેવા દેશો તેમના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને અયોગ્ય રીતે સરકારી સબસિડી આપી રહ્યા છે. આના કારણે આ દેશોની સોલર પેનલ્સ અમેરિકામાં ખૂબ જ ઓછી કિંમતે વેચાય છે, જે અમેરિકાના સ્થાનિક ઉત્પાદકો માટે સ્પર્ધા કરવી મુશ્કેલ બનાવે છે.

  • ભારત: 126% ટેક્સ
  • ઇન્ડોનેશિયા: 86% થી 143% ટેક્સ
  • લાઓસ: 81% ટેક્સ

15% ટેરિફથી આ ટેક્સ અલગ હશે

નોંધનીય છે કે આ ટેક્સ ટ્રમ્પના તે 15% ગ્લોબલ ટેરિફથી અલગ છે જેની તેમણે અગાઉ ધમકી આપી હતી. આ ખાસ કરીને ‘એલાયન્સ ફોર અમેરિકન સોલર મેન્યુફેક્ચરિંગ એન્ડ ટ્રેડ’ ની અરજી પર આધારિત તપાસ બાદ લેવાયેલો નિર્ણય છે.

ભારત માટે કેટલું મોટું નુકસાન?

  • વર્ષ 2024માં ભારતથી અમેરિકામાં સોલર આયાતનું મૂલ્ય આશરે 792.6 મિલિયન ડોલર હતું.
  • વર્ષ 2022 ની સરખામણીમાં આ આયાત 9 ગણી વધી હતી.

નિષ્ણાતોના મતે, આટલા ઊંચા ટેક્સ બાદ હવે ભારતીય સોલર પેનલ ઉત્પાદકો માટે અમેરિકાનું બજાર લગભગ બંધ થઈ જશે.

આગામી પગલાં અને અસર

ઘણા ડેવલપર્સનું માનવું છે કે સસ્તી આયાત પર રોક લાગવાથી અમેરિકામાં સોલર પ્રોજેક્ટ્સની કિંમત વધશે, જે તેના ક્લીન એનર્જીના લક્ષ્યોને અસર કરી શકે છે.

  • 6 જુલાઈ, 2026: આ તપાસ પર અમેરિકી વાણિજ્ય વિભાગનો અંતિમ નિર્ણય આવશે.
  • હાલમાં આ દેશો વિરુદ્ધ ‘એન્ટી-ડમ્પિંગ’ (ઓછી કિંમતે ઉત્પાદન વેચવું) તપાસ પણ ચાલી રહી છે, જેના પરિણામો ટૂંક સમયમાં આવવાની ધારણા છે.

સવારે ખાલી પેટે પલાળેલા ચણા ખાશો તો શરીરમાં થશે આવા મોટા ફેરફાર, વાંચવા માટે અહીં ક્લિક કરો