AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રેલવેમાં 5 ગણા સુધીના દંડનો નવો નિયમ લાગુ: મહિલા કોચમાં ઘૂસવા પર ₹2500 અને સ્મોકિંગ પર ₹2000 નો દંડ, જુઓ નવી યાદી

જન વિશ્વાસ એક્ટ હેઠળ ભારતીય રેલવેએ નિયમોના ઉલ્લંઘન પર વસૂલાતા દંડમાં મોટો વધારો કર્યો છે. મહિલા કોચમાં પુરુષોના પ્રવેશ પર ₹2500, સ્મોકિંગ પર ₹2000 અને વિધાઉટ ટિકિટ મુસાફરી પર ₹500 નો સ્થાયી દંડ વસૂલવામાં આવશે. જાણો નવા નિયમો અને ફાઈનની વિગતો.

રેલવેમાં 5 ગણા સુધીના દંડનો નવો નિયમ લાગુ: મહિલા કોચમાં ઘૂસવા પર ₹2500 અને સ્મોકિંગ પર ₹2000 નો દંડ, જુઓ નવી યાદી
| Updated on: Aug 30, 2026 | 9:23 PM
Share

રેલ મુસાફરીને વધુ સુરક્ષિત, સુવ્યવસ્થિત અને શિસ્તબદ્ધ બનાવવા માટે સંસદ દ્વારા પસાર કરાયેલા જન વિશ્વાસ (સુધારા અધિનિયમ) 2026 હેઠળ રેલવે એક્ટ, 1989 માં વ્યાપક સુધારા લાગુ કરવામાં આવ્યા છે. આ ઐતિહાસિક પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય નાની-મોટી ભૂલોને ગુનાની શ્રેણીમાંથી બહાર કાઢીને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પર સ્થળ પર જ કડક વહીવટી દંડ (Administrative Penalty) વસૂલવાનો છે.

મહિલા કોચમાં પ્રવેશવા બદલ હવે ₹2500 નો દંડ

ઉત્તર રેલવેના દિલ્હી ડિવિઝનમાં RPF દ્વારા સુધારેલા દંડના દરો હેઠળ સઘન કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. નવા દરો લાગુ થયા બાદ ચલાણની વસૂલાતમાં મોટો ઉછાળો નોંધાયો છે. મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રેલવેએ લેડીઝ બોગીના નિયમો સૌથી કડક બનાવ્યા છે. અગાઉ મહિલા અનામત કોચમાં પુરુષોના અનધિકૃત પ્રવેશ પર માત્ર ₹500 સુધીનો દંડ હતો, જેને વધારીને હવે ₹2,500 કરી દેવાયો છે. આ નિયમ લાગુ થયા બાદ RPF એ જુલાઈ મહિનામાં મહિલા કોચમાં મુસાફરી કરતા 302 પુરુષો પાસેથી આશરે ₹7.5 લાખનો દંડ વસૂલ્યો હતો, જે જૂના દરો મુજબ મે મહિનામાં માત્ર ₹33,000 હતો.

સ્મોકિંગ, વેન્ડિંગ અને બિનઅધિકૃત પ્રવેશ પર પણ બદલાયો દંડ

  • ટ્રેન કે પ્લેટફોર્મ પર બીડી-સિગારેટ પીવા પર અગાઉ ₹100 દંડ હતો, જે વધારીને હવે ₹2,000 કરવામાં આવ્યો છે.
  • પરવાનગી વિના રેલવે સ્ટેશન કે પાટા પર પ્રવેશવા બદલ જુલાઈ મહિનામાં RPF એ ₹5.9 લાખનો દંડ વસૂલ્યો છે.
  • ટ્રેનોમાં લાયસન્સ વગર સામાન વેચવા અને ભીખ માંગવા પર વસૂલાયેલી પેનલ્ટી ₹5.3 લાખ સુધી પહોંચી ગઈ છે.
  • રેલવે સ્ટાફ (ડ્રાઈવર, ગાર્ડ કે TTE) ના નિર્દેશોની અવગણના કરવા બદલ જુલાઈમાં ₹7.2 લાખનો દંડ વસૂલાયો હતો.

દંડના નવા સુધારેલા દરોની યાદી:

  • વિધાઉટ ટિકિટ મુસાફરી: માન્ય ટિકિટ કે પાસ વગર મુસાફરી કરવા પર હવે ઓછામાં ઓછો ₹500 દંડ થશે (અગાઉ ₹250 હતો).
  • ધૂમ્રપાન (Smoking): સ્ટેશન કે કોચની અંદર બીડી-સિગારેટ પીવા પર ₹2,000 નો ભારે દંડ થશે.
  • મહિલા કોચમાં મુસાફરી: લેડીઝ કોચમાં મુસાફરી કરતા પુરુષોને ₹2,500 નો દંડ ફટકારાશે.
  • ગેરકાયદે વેચાણ/ભીખ: મંજૂરી વગર ટ્રેન કે સ્ટેશન પર સામાન વેચવા કે ભીખ માંગતા પહેલીવાર પકડાવા પર ₹2,000 દંડ થશે.
  • સીટ પર જબરદસ્તી કબ્જો: અન્ય પેસેન્જરની કન્ફર્મ બર્થ પર ગેરકાયદે કબ્જો જમાવવા બદલ ₹1,000 સુધીનો સિવિલ દંડ લાગશે.
  • નશામાં ધાંધલ-ધમાલ: દારૂ કે અન્ય નશામાં હોબાળો કરવા બદલ ટ્રેનમાંથી ઉતારી દેવા ઉપરાંત 24 કલાકની જેલ અથવા ₹1,000 નો દંડ થશે.
  • જોખમી સામગ્રી: પરવાનગી વગર ખતરનાક કે વિસ્ફોટક પદાર્થો સાથે લઈ જવા પર ₹10,000 સુધીનો દંડ થશે.

હવે દંડમાં કોઈ રાહત કે માફી નહીં મળે

સિનિયર RPF ડિવિઝનલ સિક્યોરિટી કમિશનર ના જણાવ્યા અનુસાર, હવે કેસ કોર્ટમાં જવાને બદલે વહીવટી સ્તરે સ્થળ પર જ ઉકેલાશે. અગાઉ મુસાફર પૈસાની તંગી જણાવે તો મેજિસ્ટ્રેટ કે અધિકારી દંડ ઓછો કરી શકતા હતા. પરંતુ હવે ₹500 થી ₹2,500 સુધીનો સ્થાયી (ફિક્સ) દંડ નક્કી કરી દેવાયો છે, જેમાં કોઈ માફી કે છૂટછાટની જોગવાઈ નથી.

જન વિશ્વાસ કાયદાની 3 મુખ્ય વિશેષતાઓ:

  • સ્થળ પર જ સમાધાન: નાની ભૂલો પર રેલવે પોલીસ કે TTE દ્વારા સ્થળ પર જ પેનલ્ટી વસૂલીને મામલો પૂર્ણ કરવામાં આવશે. અદાલતમાં કેસ માત્ર ત્યારે જ દાખલ થશે જો પેસેન્જર દંડ ભરવાનો સ્પષ્ટ ઇનકાર કરે.
  • અધિકારોની સ્પષ્ટતા: વહીવટી અધિકારીઓની પેનલ્ટી અને અદાલતી દંડ વચ્ચેની કાનૂની મર્યાદા સ્પષ્ટ કરી દેવામાં આવી છે.
  • દર 3 વર્ષે 10% નો આપોઆપ વધારો: નિયમોની અસરકારકતા જાળવી રાખવા માટે દંડની તમામ રકમમાં દર ત્રણ વર્ષે આપોઆપ 10 ટકાનો વધારો લાગુ થઈ જશે.

ટ્રેનમાં લોઅર બર્થ નીચે સામાન રાખવાનો હક કોનો? જાણી લો રેલવેનો સત્તાવાર નિયમ, મુસાફરીમાં નહીં થાય કોઈ માથાકૂટ

Follow Us
ખેડૂતો માટે રાહત, વિંછિયાના 6 ગામમાંથી ઈકો સેન્સિટિવ ઝોનની નોંધ હટશે
ખેડૂતો માટે રાહત, વિંછિયાના 6 ગામમાંથી ઈકો સેન્સિટિવ ઝોનની નોંધ હટશે
રાજકોટ: સિવિલ અધિક્ષકે જાતે સફાઈ કરી સ્વચ્છતા અંગે આપ્યો કડક સંદેશ
રાજકોટ: સિવિલ અધિક્ષકે જાતે સફાઈ કરી સ્વચ્છતા અંગે આપ્યો કડક સંદેશ
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ભયનો માહોલ
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ભયનો માહોલ
પાણીના ઝઘડાએ લીધો હિંસક વળાંક... ઓલપાડના ગામમાં બે જૂથો આમને-સામને
પાણીના ઝઘડાએ લીધો હિંસક વળાંક... ઓલપાડના ગામમાં બે જૂથો આમને-સામને
8 મહિનાથી રસ્તો ન બનતા સ્થાનિકો લાલઘુમ,પાલિકા સામે આંદોલન કરવાની ચીમકી
8 મહિનાથી રસ્તો ન બનતા સ્થાનિકો લાલઘુમ,પાલિકા સામે આંદોલન કરવાની ચીમકી
સુરત રેલવે સ્ટેશનનો વીડિયો વાયરલ, પફ મશિનમાં ઉંદર દેખાતા મચ્યો હડકંપ
સુરત રેલવે સ્ટેશનનો વીડિયો વાયરલ, પફ મશિનમાં ઉંદર દેખાતા મચ્યો હડકંપ
ધોરાજીમાં 2 વર્ષ બાદ પણ કામ અધૂરું, સ્થાનિકો ખાડા અને ટ્રાફિકથી ત્રસ્ત
ધોરાજીમાં 2 વર્ષ બાદ પણ કામ અધૂરું, સ્થાનિકો ખાડા અને ટ્રાફિકથી ત્રસ્ત
સુરતમાં એક્સપાયરી વાળી કોલ્ડ ડ્રિંક્સ વેચાય છે..!
સુરતમાં એક્સપાયરી વાળી કોલ્ડ ડ્રિંક્સ વેચાય છે..!
સુરતમાં મહાનગરપાલિકાના નામે બોગસ નિમણૂક પત્ર કૌભાંડનો પર્દાફાશ
સુરતમાં મહાનગરપાલિકાના નામે બોગસ નિમણૂક પત્ર કૌભાંડનો પર્દાફાશ
વડોદરાના શિનોરમાં FDAના દરોડા, પનીર અને મીઠાઈઓના લેવાયા સેમ્પલ ! Video
વડોદરાના શિનોરમાં FDAના દરોડા, પનીર અને મીઠાઈઓના લેવાયા સેમ્પલ ! Video
g clip-path="url(#clip0_868_265)">