
દેશની જાહેર ક્ષેત્રની બેંકોને લઈને કેન્દ્ર સરકારે ફરી એક વખત મોટા એકીકરણની યોજના પર કામ શરૂ કર્યું છે. મીડિયા અહેવાલો મુજબ, સરકાર નાણાકીય વર્ષ 2027 સુધીમાં જાહેર ક્ષેત્રની બેંકોની સંખ્યા હાલની 12 થી ઘટાડીને માત્ર ચાર કરવાની યોજના બનાવી રહી છે. આ મર્જર પ્લાનનો ઉદ્દેશ્ય બેંકોની બેલેન્સ શીટ મજબૂત બનાવવી, કાર્યક્ષમતા વધારવી અને વૈશ્વિક સ્તરે ભારતીય બેંકિંગ સિસ્ટમને સ્પર્ધાત્મક બનાવવા છે.
રિપોર્ટ્સમાં જણાવ્યા મુજબ ચાર સંભવિત બેંકિંગ એકમો આ રીતે હોઈ શકે છે:
સરકારની યોજના અનુસાર નાની અને મધ્યમ કદની બેંકોને આ મોટી બેંકો સાથે મર્જ કરવામાં આવશે જેથી ભવિષ્યમાં મોટા ധિરાણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ફાઇનાન્સિંગ અને ખાનગી બેંકો સાથેની સ્પર્ધા વધુ મજબૂત બને.
સૂત્રો મુજબ કેન્દ્ર સરકાર કેનેરા બેંક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના મર્જર પર સૌથી પહેલા આગળ વધી રહી છે. મર્જર બાદ આ નવું એકમ દેશની ચાર સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકોમાં એક બનશે. તે સિવાય ઇન્ડિયન બેંક અને યુકો બેંકને પણ આ માળખામાં સામેલ કરવાની શક્યતા છે.
મધ્યમ કદની અન્ય જાહેર ક્ષેત્રની બેંકો માટે સંભવિત મર્જર આ પ્રમાણે હોઈ શકે:
આ બેંકો મર્જ થવાની શક્યતા
| બેંકો | મર્જ થવાની શક્યતા |
|---|---|
| ઇન્ડિયન ઓવરસીઝ બેંક (IOB) | SBI અથવા PNB |
| સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા (CBI) | PNB અથવા BOB |
| બેંક ઓફ ઇન્ડિયા (BOI) | SBI અથવા BOB |
| બેંક ઓફ મહારાષ્ટ્ર (BOM) | SBI અથવા PNB |
પંજાબ અને સિંધ બેંક અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી, પરંતુ સરકાર તેને પણ આ ચાર મોટા એકમોમાંથી કોઈ એક સાથે મર્જ કરી શકે છે.
આ પ્રસ્તાવને આગળ વધારવા માટે નીચેની ચકાસણીઓ થશે:
આગામી વર્ષોમાં ઝડપી આર્થિક વૃદ્ધિના લક્ષ્યને ધ્યાનમાં રાખીને આ મર્જર કદાચ ભારતના બેંકિંગ ઇતિહાસમાં સૌથી મોટું પરિવર્તન સાબિત થઈ શકે છે.
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેઇનમાં ઉપલબ્ધ માહિતી આધારે ફક્ત આપની જાણકારી માટે છે. હજી સરકાર તરફથી આપવામાં આવનાર માહિતી ફાયનલ ગણાશે..