મેક ઈન ઈન્ડિયાની અસર, આગામી નાણાકીય વર્ષ સુધીમાં ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનનો આંકડો 7 લાખ કરોડ સુધી પહોંચવાની ધારણા

ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે વેરિએબલ અને આઈટી હાર્ડવેર માટે PLI સ્કીમ હેઠળ 22 હજાર કરોડ રૂપિયાની જોગવાઈનો પ્રસ્તાવ મૂક્યો છે. આની મદદથી ઈલેક્ટ્રોનિક નિકાસમાં લગભગ 50 ટકાનો વધારો કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

મેક ઈન ઈન્ડિયાની અસર, આગામી નાણાકીય વર્ષ સુધીમાં ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનનો આંકડો 7 લાખ કરોડ સુધી પહોંચવાની ધારણા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 8:47 PM

મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમને (Make in India) આગળ ધપાવવા માટે સરકારે જંગી પ્રોત્સાહનોની જાહેરાત કરી છે. સરકાર દ્વારા લેવામાં આવેલા આ પગલાની અસર દેખાઈ રહી છે. એવી આશા છે કે આગામી નાણાકીય વર્ષ એટલે કે 2022-23માં દેશના ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીનું (electronic manufacturing industry) કદ 7 લાખ કરોડ રૂપિયાની આસપાસ હશે. મોદી સરકારે મેક ઈન ઈન્ડિયા હેઠળ 2.3 લાખ કરોડ રૂપિયાનો જંગી પુશ જાહેર કર્યો છે. કોરોનાના સમયગાળા (Corona period) દરમિયાન સપ્લાય ચેઈનની સમસ્યા અને ખાસ કરીને ઈલેક્ટ્રોનિક્સ માટે ચીન પર નિર્ભરતાએ સમગ્ર વિશ્વ માટે મુશ્કેલી ઉભી કરી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આવી સ્થિતિમાં ભારત ઈલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઈનમાં પોતાને એક નવા કેન્દ્ર તરીકે વિકસાવવા માંગે છે. એવું માનવામાં આવે છે કે આગામી દિવસોમાં સરકાર IT હાર્ડવેર માટે અલગ નીતિ અને પ્રોત્સાહનની જાહેરાત કરી શકે છે. આ સમયે આખી દુનિયા ચીપ શોર્ટેઝ સાથે ઝઝૂમી રહી છે. દરેક સેક્ટર સેમિકન્ડક્ટર કટોકટીથી પરેશાન છે.

76 હજાર કરોડની PLI યોજના જાહેર કરી

તાજેતરમાં મોદી સરકારે ચીપ સંકટની સમસ્યાને દૂર કરવા માટે દેશમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે બોર્ડના ઉત્પાદન માટે પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ (PLI Scheme)ને મંજૂરી આપી હતી. PLI સ્કીમ હેઠળ આગામી 5થી 6 વર્ષમાં દેશમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગમાં 76,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.

7 લાખ કરોડનું ઉત્પાદન લક્ષ્ય

ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ અંગે ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે સરકાર આગામી નાણાકીય વર્ષમાં સ્થાનિક ઉત્પાદનમાં 30 ટકા વૃદ્ધિ કરવા ઈચ્છે છે. આના કારણે આ આંકડો 6.9 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.

2.75 લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજ 

ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે વેરિએબલ અને આઈટી હાર્ડવેર માટે PLI સ્કીમ હેઠળ 22 હજાર કરોડ રૂપિયાની જોગવાઈનો પ્રસ્તાવ મૂક્યો છે. આની મદદથી ઈલેક્ટ્રોનિક નિકાસમાં લગભગ 50 ટકાનો વધારો કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ICEAના રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2020-21માં અત્યાર સુધી Apple, Foxconn, Wistron, Lava, Vivoના મોબાઈલ ફોનનું ઉત્પાદન 2.2 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. એવું માનવામાં આવે છે કે માર્ચ 2022માં ચાલુ નાણાકીય વર્ષના અંતે આ આંકડો 2.75 લાખ કરોડ રૂપિયા હશે.

આ પણ વાંચો : Petrol Diesel Price Today :ક્રૂડ ઓઈલના ભાવમાં સતત બીજા દિવસે ઉછાળો, શું મોંઘા થશે પેટ્રોલ – ડીઝલ? જાણો આજનો ભાવ

g clip-path="url(#clip0_868_265)">