છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ધનિકોની સંખ્યા(Billionaires in India) માં ખૂબ જ ઝડપથી વધારો થયો છે. ખાસ કરીને ઉચ્ચ નેટવર્થ ધરાવતી વ્યક્તિઓ HNI (High Networth Individuals ) ખૂબ જ ઝડપી વધી રહી છે. નાઈટ ફ્રેન્ક ઈન્ડિયા(knight frank india report)ના રિપોર્ટ અનુસાર વર્ષ 2021માં ભારતમાં અલ્ટ્રા હાઈ નેટવર્થ(ultra high networth individual) હોઈ તેવી વ્યક્તિઓમાં 11%નો ઉછાળો આવ્યો અને તેમની સંખ્યા વધીને 13637 થઈ ગઈ છે. અબજોપતિઓની દૃષ્ટિએ ભારત હાલમાં વિશ્વમાં ત્રીજા ક્રમે છે. યુ.એસ. 748 અબજોપતિ સાથે પ્રથમ, ચીન 554 અબજપતિઓ સાથે બીજા ક્રમે અને ભારત 145 અબજપતિઓ સાથે ત્રીજા ક્રમે છે. ભારતમાં અલ્ટ્રા હાઈ નેટ વર્થ ધરાવતી વ્યક્તિઓની સંખ્યા વર્ષ 2020 માં ૧૨૨૮૭ હતી જે વર્ષ ૨૦૨૧ માં વધીને 13637 થઈ છે .
પ્રોપર્ટી કન્સલ્ટન્ટ નાઈટ ફ્રેન્કે તેમના તાજેતરના અહેવાલ ( Wealth Report 2022)માં જણાવ્યું છે કે ગયા વર્ષે વિશ્વભરમાં અલ્ટ્રા હાઈ નેટવર્થ વ્યક્તિઓની સંખ્યામાં 9 ટકાનો ઉછાળો આવ્યો છે. હવે તેમની કુલ સંખ્યા 610569 છે. 2020 માં, તેમની સંખ્યા 558828 હતી. આ રિપોર્ટ અનુસાર 30 મિલિયન ડોલર એટલે કે 225 કરોડ અથવા તેનાથી વધુ સંપત્તિ ધરાવતા લોકો HNI શ્રેણીમાં આવે છે.
શહેરોના સંદર્ભમાં HNI બેંગલુરુમાં સૌથી ઝડપી વધારો ધરાવે છે. ત્યાં તેમની સંખ્યા 17.1 ટકા વધીને 352 , દિલ્હીમાં HNI ની સંખ્યા 12.4 ટકા વધીને 210 અને મુંબઈમાં તેમની સંખ્યા 9 ટકા વધીને 1596 થઈ છે.
અહેવાલ જણાવે છે કે વર્ષ 2026 સુધીમાં અલ્ટ્રા હાઈ નેટ વર્થ વ્યક્તિઓની સંખ્યામાં 39%નો વધારો થશે અને તેમની કુલ સંખ્યા વધીને 19006 થઈ જશે. 2016માં ભારતમાં માત્ર 7401 હાઈ નેટ વર્થ ધરાવતી વ્યક્તિઓ હતી.
આ અહેવાલ મુજબ શેરબજાર અને ડિજિટલ ઇન્ડિયા ટ્રેન્ડ અપનાવવાના કારણે અલ્ટ્રા હાઈ નેટવર્થ વ્યક્તિઓની સંખ્યામાં તેજી આવી રહી છે. મોટા ભાગના HNI યુવાન છે અને તેઓ સેલ્ફ મેડ છે. નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શિશિર બૈજલે જણાવ્યું હતું કે ભારત હાલમાં વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતો દેશ છે.
એવું માનવામાં આવે છે કે 69 ટકા સમૃદ્ધ ભારતીયોની સંપત્તિમાં આ વર્ષે 10 ટકાનો વધારો થશે. બિલિયોનેર્સ ક્લબમાં એશિયન દેશોનું વર્ચસ્વ સતત વધી રહ્યું છે. અબજોપતિઓની કુલ સંખ્યામાં એશિયાનો ફાળો 36 ટકા છે.
આ પણ વાંચો : Russia-Ukraine War: Google Pay અને Apple Payનો ઉપયોગ નહી કરી શકે રશિયન બેંકના ગ્રાહકો, લાગ્યો પ્રતિબંધ
આ પણ વાંચો : રિઝર્વ બેંકે ત્રણ સહકારી બેંકને ફટકાર્યો દંડ, જાણો આ બેંકોના નામ