હવે ઘર બનાવવુ થશે વધું મોંઘુ, સિમેન્ટના ભાવમાં થયો વધારો

|

May 27, 2022 | 9:38 PM

ઈન્ડિયા સિમેન્ટ 1 જૂને સિમેન્ટ દીઠ 20 રૂપિયા, 15 જૂને 15 રૂપિયા અને 1 જુલાઈએ 20 રૂપિયાનો વધારો કરવા જઈ રહી છે, એટલે કે 1 જુલાઈ સુધીમાં કુલ 55 રૂપિયાનો વધારો કરવામાં આવશે.

હવે ઘર બનાવવુ થશે વધું મોંઘુ, સિમેન્ટના ભાવમાં થયો વધારો
Cement Price

Follow us on

ઘર ચલાવવાની સાથે હવે ઘર બનાવવું પણ મોંઘુ થઈ રહ્યું છે. વાસ્તવમાં, સિમેન્ટ કંપની ઇન્ડિયા સિમેન્ટે (India Cement) આજે સિમેન્ટની કિંમતો વધારવાની જાહેરાત કરી છે, જેના કારણે ઘર બનાવવાની કિંમત વધુ વધવાની છે. કંપની ભાવમાં આ વધારો (price Hike) તબક્કાવાર રીતે કરશે અને એકંદરે 1 જુલાઈ સુધીમાં કિંમતોમાં રૂ. 55 નો વધારો કરવામાં આવશે. સિમેન્ટ કંપની ઈન્ડિયા સિમેન્ટ લિમિટેડના એક ટોચના અધિકારીએ શુક્રવારે માહિતી આપી હતી કે કંપની સિમેન્ટની કિંમતમાં 55 રૂપિયા પ્રતિ બેગ વધારો કરવાની યોજના ધરાવે છે. આ વધારો તબક્કાવાર કરવામાં આવશે. કંપનીના જણાવ્યા અનુસાર, તેઓ વધતી જતી કિંમતનો સામનો કરવા માટે કિંમતોમાં વધારો કરી રહ્યા છે.

શું છે કંપનીની યોજના

ઈન્ડિયા સિમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર એન શ્રીનિવાસને જણાવ્યું હતું કે તેઓ 1 જૂને સિમેન્ટ દીઠ 20 રૂપિયા, 15 જૂને 15 રૂપિયા અને 1 જુલાઈએ 20 રૂપિયાનો વધારો કરવા જઈ રહ્યા છે, એટલે કે 1 જુલાઈ સુધીમાં કુલ વધારો 55 રૂપિયા થશે. શ્રીનિવાસને જણાવ્યું હતું કે સિમેન્ટના ભાવમાં વધારો કંપનીની કિંમતને બહાર કાઢશે અને તે કંપનીની હિસાબ-કિતાબને વધુ સારી રીતે બતાવશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું અન્ય કેટલીક કંપનીઓ ભાવ ઘટાડવાની યોજના બનાવી રહી છે. તો શ્રીનિવાસને કહ્યું કે મહેરબાની કરીને મારી સરખામણી અન્ય લોકો સાથે ન કરો, મારી જવાબદારી એક સિમેન્ટ કંપનીના CEOની છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

તમામ પ્રકારના ખર્ચ વધી ગયા છે, મારે કંઈક કરવું પડશે (કિંમત વધારવા), નહીં તો મને વધુ નુકસાન થશે. આ સાથે તેમણે તમામ શક્યતાઓને નકારી કાઢી હતી કે કિંમતમાં વધારો થવાથી વેચાણ પર કોઈ ખરાબ અસર પડી શકે છે. તે જ સમયે, કંપનીએ તેની 26,000 ચોરસ ફૂટ જમીનનો એક ભાગ વેચીને સંપત્તિનું મુદ્રીકરણ કરવાની યોજના પણ બનાવી છે. આ રકમનો ઉપયોગ લોનની ચુકવણી અને ઉત્પાદન પ્લાન્ટને સુધારવા માટે કરવામાં આવશે.

Next Article