AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samrat Prthviraj: અક્ષય કુમારની ફિલ્મનું નામ બદલીને કર્યું ‘સમ્રાટ પૃથ્વીરાજ’, કરણી સેનાની ધમકી બાદ મેકર્સે બદલવું પડ્યું ટાઈટલ

અક્ષય કુમારની (Akshay Kumar) આગામી ફિલ્મ 'પૃથ્વીરાજ'નું ટાઈટલ બદલવામાં આવ્યું છે. હવે આ નામ બદલીને 'સમ્રાટ પૃથ્વીરાજ' કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 3 જૂને રિલીઝ થશે.

Samrat Prthviraj: અક્ષય કુમારની ફિલ્મનું નામ બદલીને કર્યું 'સમ્રાટ પૃથ્વીરાજ', કરણી સેનાની ધમકી બાદ મેકર્સે બદલવું પડ્યું ટાઈટલ
Prithviraj chauhan and sanyogita
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2022 | 7:10 PM
Share

ઘણા સમયથી અક્ષય કુમાર (Akshay Kumar) અને માનુષી છિલ્લર સ્ટારર ફિલ્મ ‘પૃથ્વીરાજ’ના (Prithviraj) ટાઈટલ વિશે સમાચાર આવી રહ્યા હતા. જેમાં શ્રી રાજપૂત કરણી સેનાએ ધમકી આપી હતી કે તે ફિલ્મનું ટાઈટલ બદલી નાખો નહીં તો તેઓ આ ફિલ્મ તેમના રાજ્યમાં રિલીઝ કરશે નહિ. જે બાદ અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘પૃથ્વીરાજ’ના મેકર્સે નામ બદલીને ‘સમ્રાટ પૃથ્વીરાજ’ (Samrat Prithviraj) કરી દીધું છે. વાસ્તવમાં આ ફેરફાર શ્રી રાજપૂત કરણી સેના દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલ બાદ કરવામાં આવ્યો છે. ફિલ્મ નિર્માતા યશ રાજ ફિલ્મ્સે શ્રી રાજપૂત કરણી સેનાના પ્રમુખને એક અધિકૃત પત્ર લખીને ફેરફાર અંગે માહિતી આપી છે.

અરજી દાખલ કર્યા પછી, નિર્માતાઓએ નિર્ણય લીધો

શ્રી રાજપૂત કરણી સેનાના વકીલ રાઘવેન્દ્ર મેહરોત્રા દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલમાં ફિલ્મનું નામ બદલવાની વાત કરવામાં આવી હતી. ઘણી મીટિંગો અને નોટિસો પછી યશ રાજ ફિલ્મ્સના નિર્માતાઓએ બાળકોને ધ્યાનમાં રાખીને અને રાજપૂત સમુદાયની માગને ધ્યાનમાં રાખીને 27 મેના રોજ ફિલ્મ ‘પૃથ્વીરાજ’નું નામ બદલીને ‘સમ્રાટ પૃથ્વીરાજ’ કરી દીધું છે. શ્રી રાજપૂત કરણી સેનાની માગ બાદ આ ફિલ્મના ટાઇટલમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે.

શ્રી રાજપૂત કરણી સેનાનું પ્રતિનિધિત્વ કરતા વકીલ રાઘવેન્દ્ર મેહરોત્રાએ માનનીય હાઈકોર્ટ સમક્ષ PIL નંબર (St)16448/2022 દાખલ કર્યા બાદ કાનૂની નોટિસ મોકલી હતી. આ પીઆઈએલમાં માંગ કરવામાં આવી હતી કે ફિલ્મનું નામ બદલવું જોઈએ કારણ કે તેનાથી રાજપૂત સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી છે.

યશ રાજ ફિલ્મ્સે શ્રી રાજપૂત કરણી સેનાને પત્ર લખ્યો હતો

યશ રાજ ફિલ્મ્સે શ્રી રાજપૂત કરણી સેનાના પ્રમુખને લખેલા સત્તાવાર પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે તેઓ ‘પૃથ્વીરાજ’ના ટાઈટલ પર સ્ટેન્ડ લઈ રહ્યા છે જેને બદલીને ‘સમ્રાટ પૃથ્વીરાજ’ કરવામાં આવ્યું છે. પત્ર મુજબ, પ્રિય સર, અમે, યશ રાજ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ, જે વર્ષ 1970 થી એક અગ્રણી પ્રોડક્શન હાઉસ અને વિતરણ કંપની છે, તે ભારતના સૌથી મોટા ફિલ્મ સ્ટુડિયોમાંના એક તરીકે સતત વિકાસ કરી રહી છે. અમે ભારતીય સિનેમાના ઈતિહાસમાં કેટલીક શ્રેષ્ઠ આઇકોનિક ફિલ્મોનું નિર્માણ કર્યું છે અને મનોરંજન ઉદ્યોગમાં 50 વર્ષની સદ્ભાવના છે. અમે લોકોના મનોરંજન માટે સતત સામગ્રીનું પ્રોડ્યૂસ અને નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

તેણે આગળ લખ્યું કે, ‘ફિલ્મના વર્તમાન ટાઈટલ અંગેની તમારી ફરિયાદ વિશે અમને ચેતવણી આપવાના તમારા પ્રયાસની અમે નિષ્ઠાપૂર્વક પ્રશંસા કરીએ છીએ, અને તમને ખાતરી આપીએ છીએ કે અમે કોઈ વ્યક્તિની ભાવનાઓને ઠેસ પહોંચાડી નથી, રાજા અને યોદ્ધા પૃથ્વીરાજ ચૌહાણનો અનાદર નથી કરતા. વાસ્તવમાં, અમે તેમની હિંમત, સિદ્ધિ અને તેમણે આપણા દેશના ઈતિહાસમાં આપેલા યોગદાનની ઉજવણી અમારી ફિલ્મ દ્વારા કરવા માંગીએ છીએ.

પત્રમાં તેણે આગળ લખ્યું છે કે, ‘અમારી ઘણી વાતચીત મુજબ અને કરવામાં આવેલી ફરિયાદને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલો. અમે ફિલ્મનું શીર્ષક બદલીને ‘સમ્રાટ પૃથ્વીરાજ’ કરીશું. અમે શ્રી રાજપૂત કરણી સેના અને તેમના સભ્યોનો ફિલ્મમાં દર્શાવવામાં આવેલા મહાન યોદ્ધાના પાત્રાલેખન સાથે સંકળાયેલા સારા હેતુઓને સમજવા માટે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ઉપરાંત, ફિલ્મની રજૂઆત અંગે તમે પત્રમાં આપેલી ખાતરી અને તમારા સંપૂર્ણ સમર્થન માટે અમે તમારા આભારી છીએ.

આ ફિલ્મ 3 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે

તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં સુપરસ્ટાર અક્ષય કુમાર તેનું પાત્ર ભજવી રહ્યો છે જ્યારે ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર રાજા પૃથ્વીરાજની પત્ની સંયોગિતાનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મમાં બંને સિવાય સંજય દત્ત અને સોનુ સૂદ પણ જોવા મળવાના છે. આ ફિલ્મ 3 જૂને હિન્દી, તમિલ અને તેલુગુમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">