શેરબજારમાં લિસ્ટેડ અને ટુ-વ્હીલર સેગમેન્ટમા મોટી કંપની હીરો મોટોકોર્પના ચેરમેન પવન મુંજાલને ત્યાં આવકવેરાના દરોડા (Income tax raid) પડ્યા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ (ANI) અનુસાર, આવકવેરા વિભાગની ટીમે, પવન મુંજાલના (Pawan Munjal) ગુડગાંવ સ્થિત ઓફિસ અને ઘર પર સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. Hero MotoCorp એ વિશ્વની સૌથી મોટી ટુ-વ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપની છે. આ કંપની 40 થી વધુ દેશોમાં તેનો બિઝનેસ કરે છે. હીરો મોટોકોર્પ એશિયા, આફ્રિકા, અમેરિકા જેવા દેશોમાં પણ વ્યવસાય કરે છે. કેટલાક આંકડાઓ પરથી જ એ જાણી શકાય છે કે, ભારતીય ટુ-વ્હીલર સેગમેન્ટમાં હીરો મોટોકોર્પ કેટલી મોટી કંપની છે. ભારતમાં વેચાતા તમામ ટુ વ્હીલર્સમાંથી 50 ટકા ટુ વ્હીલર્સ હીરો મોટોકોર્પના વેચાઈ રહ્યાં છે.
Income Tax department conducting searches at multiple premises of Hero Motocorp. The office and residence of promoter Pawan Munjal and premises linked to the top officials of the company are covered in this search. More details awaited: Sources
— ANI (@ANI) March 23, 2022
દરોડાના સમાચાર બાદ હીરો મોટોકોર્પના શેરમાં ભારે ઘટાડો થયો હતો. કંપનીના શેર રૂ. 2380 થી 2 ટકા નીચે આવી ગયો છે. ઓટો સેક્ટરની અન્ય કંપનીઓના શેર પર પણ દબાણમાં છે. મારુતિ, બજાજ ઓટો, ટીવીએસ મોટર 1.5 ટકા સુધી ગગડી ગયા છે.
હીરો મોટોકોર્પનો સ્ટોક છેલ્લા એક સપ્તાહમાં 1 ટકા ઘટ્યો છે. છેલ્લા એક મહિનામાં 11 ટકા સ્ટોક તૂટ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં 4 ટકા નકારાત્મક વળતર આપ્યું છે. આ સિવાય માર્ચ 2021ની સરખામણીમાં માર્ચ 2022 સુધીના સમયગાળામાં સ્ટોકમાં 23 ટકાનો ઘટાડો થયો છે.
કંપની દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં હીરો મોટરકોર્પ (Hero Motocorp) નો કુલ નફો 36.7 % ઘટીને રૂ. 686 કરોડ થયો છે. બરાબર એક વર્ષ પહેલા આ જ ક્વાર્ટરમાં, હીરો મોટોકોર્પનો નફો 1084.47 કરોડ રૂપિયા હતો.
ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ કામગીરીમાંથી રૂ. 7883 કરોડની કમાણી કરી હતી. ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 9776 કરોડ હતી. ડિસેમ્બર 2021 ક્વાર્ટરમાં કંપનીની કમાણી 19.4% ઘટી છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ