Income Tax : કરદાતાઓને મોટી રાહત, સરકારે આ 6 ફોર્મ અને સ્ટેટમેન્ટ માટે સમયમર્યાદામાં વધારો કર્યો

|

Aug 04, 2021 | 8:42 AM

ઇલેક્ટ્રોનિક રીતે આ ફોર્મ ભરવામાં કરદાતાઓ અને અન્ય હિસ્સેદારોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને CBDT એ આ નિર્ણય લીધો છે. CBDT પહેલા પણ કરદાતાઓને રાહત આપવામાં આવી છે.

સમાચાર સાંભળો
Income Tax : કરદાતાઓને મોટી રાહત, સરકારે આ 6 ફોર્મ અને સ્ટેટમેન્ટ માટે સમયમર્યાદામાં વધારો કર્યો
Income Tax Return Filing

Follow us on

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ કેટલાક ફોર્મ ભરવાની સમયમર્યાદા વધારી દીધી છે. મંગળવાર 3 ઓગસ્ટએ CBDT એ એક પરિપત્ર બહાર પાડીને આ જાહેરાત કરી છે. હવે 15CC, ઇક્વેલાઇઝેશન લેવી સ્ટેટમેન્ટ જેવા ફોર્મનો સમાવેશ થાય છે.

ઇલેક્ટ્રોનિક રીતે આ ફોર્મ ભરવામાં કરદાતાઓ અને અન્ય હિસ્સેદારોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને CBDT એ આ નિર્ણય લીધો છે. CBDT પહેલા પણ કરદાતાઓને રાહત આપવામાં આવી છે. સરકારે અગાઉ અધિકૃત ડીલરો માટે આવકવેરા ફોર્મ 15C અને 15CB સબમિટ કરવાની સમયમર્યાદા વધારી હતી. આ બંને ફોર્મ ઇલેક્ટ્રોનિક રીતે ભરવા જરૂરી છે.

કયા ફોર્મ માટે કેટલી સમયમર્યાદા લંબાવવામાં આવી?
>> 30 જૂન, 2021 ના ​​રોજ પૂરા થતા ક્વાર્ટર માટે અધિકૃત વેપારી દ્વારા રજૂ કરવામાં આવનાર ફોર્મ નં. 15CC માં ત્રિમાસિક સ્ટેટમેન્ટ 15 જુલાઈના રોજ અથવા તે પહેલા ભરવાનું રહે છે પરંતુ CBDT એ આમાં રાહત આપતા 31 ઓગસ્ટ સુધી સમયમર્યાદા વધારી છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

>>  નાણાકીય વર્ષ 2020-21 માટે ફોર્મ નં 1 માં ઇક્વેલાઇઝેશન લેવી સ્ટેટમેન્ટ ફાઇલ કરવાની છેલ્લી તારીખ 30 જૂન હતી. CBDT એ 25 જૂને એક પરિપત્ર બહાર પાડ્યો અને તેની સમયમર્યાદા 31 જુલાઈ સુધી લંબાવી છે. હવે ફરી એક વખત તેની ડેડલાઇન 31 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે.

>> નાણાંકીય વર્ષ 2020-21 માટે ફોર્મ નં. 64-D માં રોકાણ ભંડોળ દ્વારા જમા કરાયેલી અથવા ચૂકવવામાં આવેલી આવકની વિગતો રજૂ કરવાની અંતિમ તારીખ 15 જૂન હતી જે હવે વધારીને 15 સપ્ટેમ્બર કરવામાં આવી છે. તે આવકવેરા નિયમ 12CB હેઠળ રજૂ કરવાની રહેશે. હવે તે 15 સપ્ટેમ્બર સુધી જમા કરાવી શકાશે.

>> નાણાંકીય વર્ષ 2020-21 માટે ફોર્મ નં. 64-C ની સમયમર્યાદા પણ અગાઉ 30 જૂન સુધી નક્કી કરવામાં આવી હતી જે વધારીને 30 સપ્ટેમ્બર, 2021 કરવામાં આવી છે.

>> 30 જૂન, 2021 ના ​​રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે ભારતમાં કરવામાં આવેલા દરેક રોકાણના સંદર્ભમાં પેન્શન ફંડ દ્વારા સ્ટેટમેન્ટ 31 જુલાઈ, 2021 ના ​​રોજ અથવા તે પહેલા સબમિટ કરવાનું હતું. હવે તેની સમયમર્યાદા વધારીને 30 સપ્ટેમ્બર 2021 કરવામાં આવી છે.

>> 30 જૂન, 2021 ના ​​રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે ફોર્મ II SWF માં સોવરિન વેલ્થ ફંડ દ્વારા કરવામાં આવેલા રોકાણના સંદર્ભમાં, 31 જુલાઈ, 2021 ના ​​રોજ અથવા તે પહેલાં સ્ટેટમેન્ટ પણ સબમિટ કરવું જરૂરી હતું. હવે CBDT ને રાહત આપતા તેની સમયમર્યાદા પણ 30 સપ્ટેમ્બર, 2021 સુધી લંબાવવામાં આવી છે.

વેબસાઇટની તકનીકી ખામીઓથી સમસ્યામાં વધારો
આવકવેરા વિભાગે ગયા મહિને પોતાનું નવું પોર્ટલ લોન્ચ કર્યું હતું. આ વેબસાઇટ અગ્રણી આઇટી કંપની ઇન્ફોસિસ દ્વારા બનાવવામાં આવી છે. જો કે શરૂઆતથી જ આ પોર્ટલમાં ઘણી તકનીકી ખામીઓની ફરિયાદો ઉઠી હતી. 7 જૂનથી www.incometax.gov.in ડોમેનથી શરૂ થયેલા આ પોર્ટલ પર ટેક્નિકલ ખામીને કારણે લોકો સુવિધાઓનો લાભ લઈ શક્યા ન હતા. જો કે 29 જુલાઈના રોજ આવકવેરા વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે વેબસાઈટનું મોટા પ્રમાણમાં સમસ્યા હલ કરવામાં આવી છે અને તે યોગ્ય રીતે કામ કરી રહી છે.

 

આ પણ વાંચો : IPO : આજે 4 કંપનીઓ લાવી રહી છે રોકાણ માટેની તક, IPO માં Invest કરતા પહેલા જાણો યોજનાઓ વિશે વિગતવાર

 

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : ઇંધણની નવી કિંમતો જાહેર કરાઈ, જાણો તમારા શહેરમાં શું ભાવ છે 1 લીટર પેટ્રોલ – ડીઝલનો

Next Article