અત્યાર સુધીની દુનિયાની સૌથી મોંઘી પેઈન્ટિંગ જે નીરવ મોદીના કલેક્શનમાં હતી જેની હરાજી 50 કરોડથી પણ વધુમાં થઈ, શું છે આ પેઈન્ટિંગમાં ખાસ ?
દુનિયાભરના નિષ્ણાતના મત મુજબ ટોચના પાંચ નમૂના જ અંદાજે રૂ. 52 કરોડની કિંમતના છે. એમાંનું એક વી.એસ. ગાયતોન્ડેએ 1973માં બનાવેલું ઓઈલ પેઈન્ટિંગ છે જે અંદાજે 30 કરોડ રૂપિયાની કિંમત ધરાવે છે. જે દુનિયાની સૌથી મોંઘી પેઇન્ટિંગોમાં સ્થાન ધરાવે છે. 2 paintings of #NiravModi ‘s collection-Untitled oil on canvas(pic 1) by VS Gaitonde sold for Rs […]

દુનિયાભરના નિષ્ણાતના મત મુજબ ટોચના પાંચ નમૂના જ અંદાજે રૂ. 52 કરોડની કિંમતના છે. એમાંનું એક વી.એસ. ગાયતોન્ડેએ 1973માં બનાવેલું ઓઈલ પેઈન્ટિંગ છે જે અંદાજે 30 કરોડ રૂપિયાની કિંમત ધરાવે છે. જે દુનિયાની સૌથી મોંઘી પેઇન્ટિંગોમાં સ્થાન ધરાવે છે.
2 paintings of #NiravModi ‘s collection-Untitled oil on canvas(pic 1) by VS Gaitonde sold for Rs 22 cr;oil on canvas depicting Maharaja of Tranvancore&his younger brother welcoming Richard Temple-Grenville,3rd Duke of Buckingham(pic 2) sold for Rs 14 cr pic.twitter.com/JUzUYdOI4F
— Tv9 Gujarati (@tv9gujarati) March 27, 2019
આ ઉપરાંત ભારતના પ્રખ્યાત ચિત્રકાર રાજા રવિ વર્માએ 1881માં બનાવેલું ત્રાવણકોરના મહારાજ અને એમના ભાઈ થર્ડ ડ્યુક ઓફ બકિંગહામનું સ્વાગત કરતા હોય એ પ્રસંગનું ચિત્ર છે, જ્યારે ત્રીજું ચિત્ર ‘ગ્રે ન્યૂડ’ અકબર પદમસીએ 1960માં તૈયાર કરેલું છે.
- ‘ગ્રે ન્યૂડ’ અકબર પદમસીએ 1960માં તૈયાર કરેલું
- 1881માં બનાવેલું ત્રાવણકોરના મહારાજ અને એમના ભાઈ થર્ડ ડ્યુક ઓફ બકિંગહામનું સ્વાગત કરતા
- વી.એસ. ગાયતોન્ડેએ 1973માં બનાવેલું ઓઈલ પેઈન્ટિંગ છે
ગત સપ્તાહમાં જ કોર્ટે ઈન્કમટેક્સ વિભાગને આ ચિત્રોની હરાજી યોજવાની પરવાનગી આપી હતી. પી.એન.બી. કેસની તપાસ દરમિયાન ઈ.ડી.(એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર)એ આ ચિત્રોને કબજે કર્યા હતા. જેની હરાજી કરવા માટેની પણ પરવાનગી આપી દેવામાં આવી છે.
આ તરફ ભારતથી દૂર લંડનમાં નીરવ મોદીના જામીન માટે બીજી અરજી વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં 29 માર્ચે રજૂ કરશે. જ્યારે મની લોન્ડ્રિંગ મામલે નિરવ મોદી વિરુદ્ધ આગામી સુનાવણી જજ ચીફ મેજિસ્ટ્રેટ એમ્મા અર્બાટની અદાલતમાં થશે. જેમાં પણ તેની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહ્યું.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]



