ONLINE FRAUD ના કિસ્સામાં હવે એક ફોન કોલ પૈસા પાછા અપાવશે , જાણો કઈ રીતે?

|

Apr 15, 2021 | 8:40 AM

ઓનલાઇન ફ્રોડ (online fraud) વધી રહ્યા છે. કોરોનાકાળ દરમિયાન ઓનલાઇન છેતરપિંડી કરનારાઓએ લોકોની મજબુરીનો ખુલ આભ ઉઠાવ્યો છે અને લોકોને શિકાર બનાવ્યા છે.

ONLINE FRAUD ના કિસ્સામાં હવે એક ફોન કોલ પૈસા પાછા અપાવશે , જાણો કઈ રીતે?
પ્રતિકાત્મક તસવીર

Follow us on

ઓનલાઇન ફ્રોડ (online fraud) વધી રહ્યા છે. કોરોનાકાળ દરમિયાન ઓનલાઇન છેતરપિંડી કરનારાઓએ લોકોની મજબુરીનો ખુલ આભ ઉઠાવ્યો છે અને લોકોને શિકાર બનાવ્યા છે. પરંતુ હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને દિલ્હી પોલીસના સાયબર સેલે એક વિશેષ નંબર જાહેર કર્યો છે. લોકોને છેતરપિંડીથી બચાવવા માટે સરકારે આ નંબર જાહેર કર્યોછે. આ નંબર ડાયલ કર્યાના એકથી સાત મિનિટની અંદર તમારા બધા પૈસા તમારા ખાતામાં પાછા ટ્રાન્સફર કરવામાં આવશે.

નંબર શું છે તે જાણો
કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને દિલ્હી પોલીસના સાયબર સેલ દ્વારા હેલ્પલાઇન નંબર 155260 જારી કરવામાં આવ્યો છે. જો તમારું એકાઉન્ટ એકાઉન્ટ અથવા આઈડી પરથી પૈસા ટ્રાન્સફર થયા છે તો સરકારની 155260 હેલ્પલાઈનથી તે બેંક અથવા ઇ-સાઇટ પર એલર્ટ મેસેજ મોકલવામાં આવશે. આ પગલાં બાદ તમારા પૈસા હોલ્ડ રાખવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

જાણો આખી પ્રક્રિયા શું છે?
જો તમે છેતરપિંડીનો શિકાર બન્યા છો તો તમારે પહેલા હેલ્પલાઈન નંબર 155260 ડાયલ કરવો પડશે. આ પછી પ્રાથમિક પૂછપરછ તરીકે તમારું નામ, મોબાઇલ નંબર, છેતરપિંડીનું સમય, બેંક એકાઉન્ટ નંબર વિશેની માહિતી પ્રાપ્ત કરવામાં આવશે. આ પછી હેલ્પલાઇન નંબર તમારી માહિતી પોર્ટલ પર આગળની કાર્યવાહી માટે મોકલશે. ત્યારબાદ સંબંધિત બેંકને છેતરપિંડી અંગે માહિતગાર કરવામાં આવશે.આ માહિતી યોગ્યતા મળતાં જ છેતરપિંડીવાળી ભંડોળ હોલ્ડ રાખવામાં આવશે. આ પછી, તમારા પૈસા તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

Next Article