Income Tax Returns: જાણો Online Income Tax Return માટે ક્યા ફોર્મની ડેડલાઈન કેટલી લંબાવવામાં આવી

|

Aug 30, 2021 | 4:49 PM

ઇલેક્ટ્રોનિક ફાઇલિંગમાં આવી રહેલી ઘણી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને CBDT એ આ નિર્ણય લીધો છે. આવકવેરા વિભાગની નવી વેબસાઈટ તૈયાર કરવામાં આવી ત્યારથી કરદાતાઓ ટેક્નિકલ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા અને તેઓ આ અંગે વારંવાર ફરિયાદ કરી રહ્યા હતા. નાણામંત્રી નિર્મલા સીતારમણે ઇન્ફોસિસને વેબસાઇટને સંપૂર્ણ રીતે ઠીક કરવા માટે 15 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે.

સમાચાર સાંભળો
Income Tax Returns:  જાણો Online Income Tax Return માટે ક્યા ફોર્મની ડેડલાઈન કેટલી લંબાવવામાં આવી
Income Tax Return

Follow us on

ઓનલાઈન ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. કરદાતાઓ અને અન્ય સ્ટેક હોલ્ડર્સ માટે મોટી રાહતના સમાચાર છે. CBDT એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ આવકવેરા કાયદા હેઠળ ઘણા મહત્વના ફોર્મ ભરવાની સમયમર્યાદા ફરી એકવાર વધારી દીધી છે. ઇલેક્ટ્રોનિક ફાઇલિંગ માટે આ સમયમર્યાદા વધારવામાં આવી છે.

ઇલેક્ટ્રોનિક ફાઇલિંગમાં આવી રહેલી ઘણી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને CBDT એ આ નિર્ણય લીધો છે. આવકવેરા વિભાગની નવી વેબસાઈટ તૈયાર કરવામાં આવી ત્યારથી કરદાતાઓ ટેક્નિકલ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા અને તેઓ આ અંગે વારંવાર ફરિયાદ કરી રહ્યા હતા. નાણામંત્રી નિર્મલા સીતારમણે ઇન્ફોસિસને વેબસાઇટને સંપૂર્ણ રીતે ઠીક કરવા માટે 15 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

જો કે, CBDT દ્વારા આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ ઘણા ફોર્મની ઇલેક્ટ્રોનિક ફાઇલિંગની સમયમર્યાદા વધારવાથી લાખો લોકોને રાહત મળશે. આ સંદર્ભે CBDT એ એક પરિપત્ર બહાર પાડ્યો છે અને સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને માહિતી આપી છે.

 પરિપત્ર ઉપર કરો એક નજર

 

જાણો ક્યાં ફોર્મ માટે સમયમર્યાદા લંબાવવામાં આવી છે
> ઇન્કમટેક્સ સેક્શન 10 (23C), 12A, 35 (1) (ii)/(iia)/(iii) અથવા આવકવેરાના 80G હેઠળના ફોર્મ 10A માં નોંધણી અથવા જાણ કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2021 હતી જે વધારીને 31 માર્ચ 2022 કરવામાં આવી છે.
> ઇન્કમટેક્સ એક્ટની કલમ 10 (23C), 12A અથવા 80G હેઠળ ફોર્મ 10AB માં નોંધણી અથવા મંજૂરી માટેની અંતિમ તારીખ, જે અગાઉ 28 ફેબ્રુઆરી 2022 હતી તેને વધારીને 31 માર્ચ 2022 કરવામાં આવી છે.
> નાણાકીય વર્ષ 2021-22 ના પ્રથમ ક્વાર્ટર દરમિયાન 15G/15H ફોર્મમાં રિસીપટના ડેક્લેરેશન અપલોડ કરવાની અંતિમ તારીખ 15 જુલાઈ, 2021 થી 30 નવેમ્બર 2021 સુધી લંબાવવામાં આવી છે.
> નાણાકીય વર્ષ 2021-22 ના બીજા ક્વાર્ટર દરમિયાન ફોર્મ નંબર 15G/15H માં પ્રાપ્તકર્તાઓ પાસેથી મેળવેલા ડેક્લરેશનઅપલોડ કરવાની અંતિમ તારીખ 15 ઓક્ટોબર, 2021 થી 31 ડિસેમ્બર, 2021 સુધી લંબાવવામાં આવી છે.
> નાણાકીય વર્ષ 2020-21 માટે ફોર્મ નંબર 1 માં Equalisation Levy Statement ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2021 થી વધારીને 31 ડિસેમ્બર 2021 કરવામાં આવી છે.
> નાણાકીય વર્ષ 2021-22 ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે રેમિટન્સના સંદર્ભમાં અધિકૃત વેપારી દ્વારા સબમિટ કરવા માટે ફોર્મ નંબર 15CC ક્વાર્ટરની વિગતોની અંતિમ તારીખ 31 ઓગસ્ટ, 2021 થી 30 નવેમ્બર, 2021 સુધી લંબાવવામાં આવી છે.
> નાણાકીય વર્ષ 2021-22 ના બીજા ત્રિમાસિક ગાળા માટે રેમિટન્સના સંદર્ભમાં અધિકૃત વેપારી દ્વારા સબમિટ કરવા માટે ફોર્મ નંબર 15CC ક્વાર્ટરની વિગતો દાખલ કરવાની અંતિમ તારીખ 15 ઓક્ટોબર, 2021 થી 31 ડિસેમ્બર, 2021 સુધી લંબાવવામાં આવી છે.
> 30 જૂન, 2021 ના ​​રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળામાં ફોર્મ નં. 10BBB માં દેશમાં કરેલા રોકાણમાં પેન્શન ફંડ દ્વારા રિપોર્ટિંગની અંતિમ તારીખ હવે 31 જુલાઈ, 2021 થી વધારીને 30 નવેમ્બર, 2021 કરવામાં આવી છે.

સોવરેન વેલ્થ ફંડ
> સોવરેન વેલ્થ ફંડ દ્વારા દેશમાં કરવામાં આવેલા રોકાણના સંદર્ભમાં નાણાકીય વર્ષ 2021-22 ના પ્રથમ ક્વાર્ટર માટે ફોર્મ II SWF માહિતી આપવાની અંતિમ તારીખ, જે 15 જુલાઈ 2021 હતી, તેને વધારીને 30 નવેમ્બર 2021 કરવામાં આવી છે.
> સોવરેન વેલ્થ ફંડ દ્વારા દેશમાં કરવામાં આવેલા રોકાણના સંદર્ભમાં નાણાકીય વર્ષ 2021-22 ના બીજા ક્વાર્ટર માટે ફોર્મ II SWF માહિતી આપવાની અંતિમ તારીખ 31 ઓક્ટોબર 2021 હતી, જેને વધારીને 31 ડિસેમ્બર 2021 કરી દેવામાં આવી છે.

 

આ પણ વાંચો : Gold Price Today : આજે જન્માષ્ટમીના પર્વએ સોનાના ભાવની શું છે સ્થિતિ? કરો એક નજર દુબઈ અને ભારતમાં સોનાની કિંમત ઉપર

 

આ પણ વાંચો : ITR : ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી , જાણો વિગતવાર

 

Next Article